+

ભારતે વેસ્ટ ઇન્ડિઝને 17 રને હરાવ્યું, આઇસીસી રેન્કિંગમાં પહેલા સ્થાન પર પહોંચ્યું

ભારતે વેસ્ટ ઇન્ડિઝને 17 રને હરાવ્યુંભારતે વેસ્ટ ઇન્ડિઝને 17 રને હરાવીને આ સિરીઝમાં તેનો વ્હાઇટ વોશ કર્યો છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી 20 સિરીઝમાં 3-0ની લીડ મેળવતની સાથે જ આઇસીસી રેન્ટીકિંગના 20 ફોર્મેટમાં ભારતીય ટીમ પહેલા નંબર પર પહોંચી ગઇ છે. હર્ષલ પટેલે શેફર્ડની વિકેટ લીધી19મા ઓવરની અંદર હર્ષલ પટેલે રોમારિયો શેફર્ડની વિકેટ લીધી. રોહિત શર્માએ શેફર્ડનો કેચ કરીને આઉટ કર્યો. શેફર્ડે 21 બોàª
ભારતે વેસ્ટ ઇન્ડિઝને 17 રને હરાવ્યું
ભારતે વેસ્ટ ઇન્ડિઝને 17 રને હરાવીને આ સિરીઝમાં તેનો વ્હાઇટ વોશ કર્યો છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી 20 સિરીઝમાં 3-0ની લીડ મેળવતની સાથે જ આઇસીસી રેન્ટીકિંગના 20 ફોર્મેટમાં ભારતીય ટીમ પહેલા નંબર પર પહોંચી ગઇ છે. 

હર્ષલ પટેલે શેફર્ડની વિકેટ લીધી
19મા ઓવરની અંદર હર્ષલ પટેલે રોમારિયો શેફર્ડની વિકેટ લીધી. રોહિત શર્માએ શેફર્ડનો કેચ કરીને આઉટ કર્યો. શેફર્ડે 21 બોલમાં 29 રન બનાવ્યા. છેલ્લા ઓવરમાં વેસ્ટ ઇન્ડિઝને જીત માટે 23 રનની જરુર છે.

નિકોલસ પૂરન પણ આઉટ
18મી ઓવરમાં 148 રનના સ્કોર પર વેસ્ટ ઈન્ડિઝની સાતમી વિકેટ પડી છે.  શાર્દુલ ઠાકુરે નિકોલસ પૂરનને પેવેલિયન પરત મોકલ્યો છે. પૂરન 47 બોલમાં 61 રન બનાવીને આઉટ થયો હતો.  ઈશાને પૂરનનો કેચ પકડ્યો છે.

16 ઓવર બાદ વેસ્ટ ઈન્ડિઝ : 134/6 
જીતવા માટે હવે વિન્ડીઝને 24 બોલમાં 51 રનની જરૂર છે. અત્યારે રોમારિયો શેફર્ડ 11 બોલમાં 16 રન અને નિકોલસ પૂરન 42 બોલમાં 54 રન પર રમી રહ્યા છે. પૂરને સતત ત્રીજી મેચમાં ફિફ્ટી ફટકારી છે. 

વેસ્ટ ઇન્ડિઝની છઠ્ઠી વિકેટ પડી
100 રનના સ્કોર પર વેસ્ટ ઇન્ડિઝની છઠ્ઠી વિકેટ પડી છે. હર્ષલ પટલે રોસ્ટન ચેઝને ક્લીન બોલ્ડ કર્યો છે. સાત બોલમાં 12 રન બનાવીને ચેઝ પેવેલિયનમાં પરત ફર્યો છે. 12 ઓવર બાદ વેસ્ટ ઇન્ડિઝ : 100/6

વેંકટેશ અય્યરને બીજી સફળતા
વેંકટેશ અય્યરે કીરોન પોલાર્ડ બાદ હવે જેસન હોલ્ડરને પણ આઉટ કર્યો છે. હોલ્ડર 6 બોલમાં બે રન બનાવીને આઉટ થયા છે. વેંકટેશના બોલ પર શ્રેયસ અય્યરે તેનો કેચ કરયો છે. 11 ઓવર બાદ વેસ્ટ ઇન્ડિઝ: 97/5

વેસ્ટ ઇન્ડિઝ કેપ્ટન કીરોન પોલાર્ડ આઉટ
વેસ્ટ ઈન્ડિઝે  82 રનમાં તેની ચોથી વિકેટ ગુમાવી છે. બેટિંગ બાદ બોલિંગમાં પણ વેંકટેશ અય્યરે મેદાન માર્યુ છે. તેણે વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન કીરોન પોલાર્ડને રવિ બિશ્નોઈના હાથે કેચ કરાવ્યો. પોલાર્ડે સાત બોલમાં પાંચ રન બનાવ્યા. નવ ઓવર બાદ વેસ્ટ ઈન્ડિઝ : 83/4

હર્ષલ પટેલે વેસ્ટ ઇન્ડિઝની ત્રીજી વિકેટ લીધી
73 રનના સ્કોર પર વેસ્ટ ઇન્ડિઝની ત્રીજી વિકેટ પડી છે. હર્ષલ પટેલના બોલ પર શાર્દુલ ઠાકુરે રોવમેન પોવેલને કેચ આઉટ કર્યો હતો.  પોવેલે 14 બોલમાં 25 રન બનાવ્યા છે. સાત ઓવર બાદ વેસ્ટ ઇન્ડિઝ: 73/3

પાંચ ઓવર બાદ વેસ્ટ ઇન્ડિઝ : 60/2
પાંચ ઓવર બાદ વેસ્ટ ઈન્ડિઝે બે વિકેટ ગુમાવીને 60 રન બનાવ્યા છે. અત્યારે નિકોલસ પૂરન 11 બોલમાં 20 રન અને રોવમેન પોવેલ 10 બોલમાં 23 રન પર બેટિંગ કરી રહ્યા છે. પાંચમી ઓવર શાર્દુલ ઠાકુને આપવામાં આવી હતી. જેમાં તેણે  18 રન આપ્યા છે.

વેસ્ટ ઇન્ડિઝને બીજો ઝટકો
દીપક ચહરને બીજી વિકેટ મળી છે. તેણે બીજા ઓવરની અંદર શાઇ હોપને પણ આઉટ કરી દીધો છે. હોપ ચાર બોલમાં આઠ રન બનાવીને આઉટ થયા છે.  દીપક ચહર જ્યારે બીજી ઓવરના છેલ્લા બોસ માટે રનઅપ લઇ રહ્યા હતા ત્યારે તેમના પગની માંસપેશીઓ ખેંચાઇ ગઇ અને તેઓ મેદાનમાંથી બહાર ગયા છે. ત્રણ ઓવર બાદ વેસ્ટ ઇન્ડિઝ ટીમનો સ્કોર : 32/3

પહેલી જ ઓવરમાં ઇન્ડિઝની વિકેટ પડી
185 રના લક્ષ્યને પુરો કરવા માટે વેસ્ટ ઇન્ડિઝની ટીમ મેદાનમાં ઉતરી છે.  જો કે તેમની શરુઆત ખરાબ રહી છે. પહેલી જ ઓવરમાં ઇન્ડિઝને ઝટકો લાગ્યો હતો. દીપક ચહરે પહેલી જ ઓવરની અંદર કાઇલ માયર્સની વિકેટ લીધી હતી. ઇશાન કિશને તેનો કેચ કર્યો હતો. માયર્સે પાંચ બોલમાં છ રન બનાવ્યા હતા. એક ઓવરના અંતે વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર : 7/1
સૂર્યકુમાર અને વેંકટેશની તોફાની બેટીંગ
સૂર્યકુમાર યાદવ અને વેંકટેશ અય્યરની જોડી ક્રિઝ પર જામી ગઇ છે. બંનેની તોફાની બેટિંગના કારણે ભારતીય ખાતામાં રનનો વરસાદ થયો છે. 16મા અને 17મા ઓવરમાં 17-17 રન બનાવ્યા છે. જ્યારે 19મા ઓવરની અંદર બંનેએ 21 રન ફટકાર્યા છે. આ ઓવરમાં સૂર્યકુમાર અને વેંકટેશે મળીને ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. સિક્સ વડે સૂર્યકુમારે 27 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની ચોથી ફિફ્ટી હતી. બંનેની જોડીએ 37 બોલની અંદર 91 રન બનાવ્યા હતા. જેની સાથે જ 20 ઓવરના અંતે ભારતે વેસ્ટ ઇન્ડિઝને 185 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

16 ઓવર બાદ ભારતનો સ્કોર : 115/4 
અત્યારે વેંકટેશ અય્યર સાત બોલમાં 11 રન અને સૂર્યકુમાર યાદવ 19 બોલમાં 31 રને રમી રહ્યા છે. આ ઓવરમાં  બે ચોગ્ગા અને એક છગ્ગા સાથે સૂર્યકુમાર અને વેંકટેશે મળીને 17 રન બનાવ્યા હતા. 

કેપ્ટન રોહિત શર્મા આઉટ
ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ 15 બોલમાં આઉટ તઇને પેવેલિયન પરત ફર્યા છે. 15 બોલની અંદર તેમણે 7 રન બનાવ્યા છે. ડોમિનિક ડ્રેક્સ દ્વારા તેમને ક્લીન બોલ્ડ કરાયા છે. 14 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર : 93/4. અત્યારે વેંકટેશ અય્યર અને સૂર્યકુમાર યાદવ બેટિંગ કરી રહ્યા છે.

13 ઓવર બાદ ભારતનો સ્કોર : 90/3

ઇશાન કિશનની વિકેટ પડી, 34 રન બનાવી પેવેલિયન તરફ
31 બોલમાં 34 રન બનાવીને ઇશાન કિશને પણ પેવેલિયનમાં પરત ફરવાનો વાારો આવ્યો છે. 66 રનના સ્કોર પર ભારતની ત્રીજી વિકેટ પડી છે. સ્પિનર રોસ્ટન ચેઝએ ઇશાનને કલીન બોલ્ડ કર્યો છે. આ સિરીઝમાં પહેલી વખત ઇશાનનો સ્ટ્રાઇક રેટ 100 પર પહોંચ્યો હતો. અત્યારે ઇશાન બાદ સૂર્યકુમાર યાદવ ક્રીઝ પર આવ્યો છે.

ભારતને બીજો ઝટકો, શ્રેયસ અય્યર આઉટ
63 રનના સ્કોર પર ભારતની બીજી વિકેટ પડી છે. શ્રેયસ અય્યર 16 બોલમાં 25 રન બનાવીને કેચ આઉટ થયા છે. હેડન વોલ્શના બોલ પર હોલ્ડરે શ્રેયસનો કેચ પકડ્યો છે. શ્રેયસ આઉટ થતા હવે રોહત શર્મા બેટિંગ માટે આવ્યો છે. નવ ઓવર બાદ ભારતનો સ્કોર : 64/2

ભારતના 50 રન પુરા
પાંચ ઓવર બાદ ભારતના ખાતામાં 37 રન આવ્યા હતા.  ઇશાન કિશન અને શ્રેયસ અય્યરની જોડી ક્રિઝ પર જામી ગઇ છે. સાત ઓવર બાદ ભારતનો સ્કોર 51/1 થયો છે. હાલમાં ઈશાન કિશન 24 બોલમાં 28 રન અને શ્રેયસ અય્યર 10 બોલમાં 17 રને બેટિંગ કરી રહ્યો છે.
ભારતની પહેલી વિકેટ પડી
માત્ર 10 રનના સ્કોર પર ભારતને પહેલો ઝચકો લાગ્યો છે. ઋતુરાજ ગાયકવાડને જેસન હોલ્ડરે  કેચ આઉટ કરાવ્યો છે. આઠ બોલમાં ચાર રન બનાવીને ઋતુરાજ કાયલ માયર્સના હાથે કેચ આઉટ થયો છે. ત્રણ ઓવર પછી ભારતે એક વિકેટ ગુમાવીને 15 રન બનાવ્યા હતા. હાલમાં શ્રેયસ અય્યર ચાર અને ઈશાન પાંચ રન પર બેટિંગ કરી રહ્યા છે.

વેસ્ટ ઇન્ડિઝે ટોસ જિત્યો
વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન કિરોન પોલર્ડે ટોસ જિત્યો છે. ટોસ જિતીને તેમણે બોલિંગ પસંદ કરી છે. ત્યારબાદ ભારતીય ટીમે પોતાની ઇનિંગની શરુઆત કરી છેે. ભારતીય ટીમ તરફથી ઇશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ ઓપનિંગ જોડી તરીકે પીચ પર આવ્યા છે. તો આ તરફ વેસ્ટ ઇન્ડિઝ તરફથી પહેલી ઓવર જેસન હોલ્ડરને આપવામાં આવી છે.

વેસ્ટ ઇન્ડિઝ ટીમ
કાઈલ મેયર્સ, શાઇ હોપ, નિકોલસ પૂરન, રોસ્ટન ચેઝ, રોવમેન પોવેલ, કિરોન પોલાર્ડ,  જેસન હોલ્ડર, રોમારિઓ શેફર્ડ, ફેબિયન અલેન, હેડન વોલ્શ અને ડોમિનિક ડ્રેક્સ
ભારતીય ટીમ 
ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, રોહિત શર્મા, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ અય્યર, હર્ષલ પટેલ, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ અને અવેશ ખાન.
ભારતીય ટીમમાં 4 બદલાવ
વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝની આ છેલ્લી T20 મેચની અંદર ભારતીય પ્લેઇંગ 11માં ચાર બદલાવ કરવામાં આવ્યા છે. આ મેચમાં વિરાટ કોહલી, ઋષભ પંત, ભુવનેશ્વર કુમાર અને યજુવેનદ્ર ચહલ નહીં રમે. તેમને આરામ આપવામાં આવ્યો છે. તેમની જગયાએ અવેશ ખાન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર અને શાર્દુલ ઠાકુરને તક આપવામાં આવી છે.

અવશે ખાનનું ડેબ્યુ
ત્રીજી ટી20માં ફાસ્ટ બોલર અવેશ ખાનને ડેબ્યૂ કરવાની તક મળી. કેપ્ટન રોહિત શર્માએ અવેશને પ્લેઇંગ-11માં જગ્યા આપી છે. જેને  ભુવનેશ્વર કુમાર દ્વારા ડેબ્યૂ કેપ આપવામાં આવી છે. બીસીસીઆઇ દ્વારા આ અવેશને શુભેચ્છા આપતી ટ્વિટ પણ કરી હતી.

કોલકાતાના ઇડન ગાર્ડનમાં છેલ્લી મેચની તૈયારી
ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 3 ટી20 મેચની સિરીઝની છેલ્લી મેચ આજે કોલકાતાના ઇડન ગાર્ડનમાં રમાવા જઇ રહી છે. આ પહેલાની બંને મેચોમાં ભઆારતે વિજય મેળવ્યો હતો . જેની સાથે જ આ સિરીઝ ભરતને નામે થઇ ગઇ છે. આ મેચના રંગમાં વરસાદ રંગમાં ભંગ પાડે તેવી શક્યતા રહેલી છે. બીસીસીઆઇ દ્વારા ગ્રાઉન્ડની તસવીર ટ્વિટર પર શેર કરવામાં આવી હતી. જેમાં ગ્રાઉન્ડ કવર વડે ઢંકાયેલું હતું. ટોસ પહેલા જ ઝરમર વરસાદ શરુ થયો હતો. જો કે બાદમાં વરસાદ બંધ થતા ટોસની તૈયારીઓ થઇ રહી છે.
Whatsapp share
facebook twitter