Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IND Vs BAN : ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડીએ ટેસ્ટમાં બતાવ્યો T20 નો ખેલ, બનાવ્યો આ ખાસ રેકોર્ડ

03:34 PM Sep 30, 2024 |
  • ભારતીય જોડીએ કાનપુરમાં મચાવ્યો કહેર
  • રોહિત-જ્યસ્વાલની જોડીએ બનાવ્યો રેકોર્ડ
  • ટેસ્ટમાં 3 ઓવરમાં ફટકારી દીધી ફિફ્ટી

IND Vs BAN, 2nd Test Day 4 : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચના ચોથા દિવસે ટીમ ઈન્ડિયા (Team India) બેટિંગ કરવા મેદાને ઉતરી હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો હતો. જ્યા ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે (Rohit Sharma and Yashaswi Jaiswal) ટેસ્ટ ક્રિકેટ (Test Cricket) માં સૌથી ઝડપી 50 રન બનાવીને ભારત માટે વર્લ્ડ રેકોર્ડ (World Record) બનાવ્યો છે. જ્યા આ પહેલા આ રેકોર્ડ ઈંગ્લેન્ડ (England) ના નામે હતો.

રોહિત-જયસ્વાલની જોડીનો કમાલ

આજે ભારત અને બાંગ્લાદેશ (India and Bangladesh) વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે, પણ જે રીતે ભારતીય બેટ્સમેનોએ બેટિંગ કરી હતી તે જોતા દરેક એવું જ વિચારતા હતા કે T20 ની મેચ રમાઈ રહી છે. જીહા, ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને તેના પાર્ટનર ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે મળીને ટેસ્ટ ક્રિકેટમાં T20ની મજા પૂરી પાડી હતી. બંનેએ મળીને માત્ર 3 ઓવરમાં 50 રનનો આંકડો પાર કરી લીધો હતો. ટેસ્ટ ક્રિકેટમાં જ્યારથી રેકોર્ડ અસ્તિત્વમાં છે ત્યારથી કોઈપણ ટીમ દ્વારા આ સૌથી ઝડપી અડધી સદી છે. ભારતે આ મામલે ઈંગ્લેન્ડનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. આ વર્ષે ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝ સામે 4.2 ઓવરમાં 50 રન બનાવ્યા હતા, ભારતે માત્ર 3 ઓવરમાં આ સિદ્ધિ મેળવીને ઈંગ્લેન્ડનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

1994 માં પણ ઈંગ્લેન્ડ આ કારનામો કર્યો હતો

ટેસ્ટ ક્રિકેટમાં કોઈપણ ટીમ દ્વારા સૌથી ઝડપી 50 રન બનાવવાના મામલે પણ ઈંગ્લેન્ડ ત્રીજા સ્થાને છે, જેણે 1994માં દક્ષિણ આફ્રિકા સામે 4.3 ઓવરમાં 50 રન બનાવ્યા હતા. ચોથા નંબર પર ઈંગ્લેન્ડનું નામ પણ આવે છે જેણે 2002માં શ્રીલંકા સામે 5 ઓવરમાં 50 રન બનાવ્યા હતા. કાનપુર ટેસ્ટ મેચનો આજે ચોથો દિવસ છે અને આ મેચમાં પરિણામ મેળવવા માટે બંને ટીમોએ કેટલાક ચમત્કારો કરવા પડશે. બાંગ્લાદેશને 233 રનમાં આઉટ કર્યા બાદ રોહિત અને જયસ્વાલ જે રીતે બેટિંગ કરવા આવ્યો તેનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે ભારત જીતથી ઓછું કંઈ જ ઇચ્છતું નથી. ભારતે 3 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 51 રન બનાવી લીધા હતા. યશસ્વી 13 બોલમાં 30 રન બનાવીને રમી રહ્યો હતો જ્યારે રોહિત 6 બોલમાં 19 રન બનાવીને રમી રહ્યો હતો. જો કે, આગામી ઓવરમાં ભારતને રોહિતના રૂપમાં મોટો ફટકો લાગ્યો હતો, જે 11 બોલમાં 23 રન બનાવીને મહેંદી હસન મિરાઝના હાથે બોલ્ડ થયો હતો. રોહિતે પહેલા બે બોલ પર સિક્સર ફટકારીને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો.

આ પણ વાંચો:  IPL 2025માં રોહિત શર્મા નહીં હોય Mumbai Indians નો ખેલાડી? જાણો કઇ ટીમમાં જવાની સંભાવના