Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IND vs BAN:કાનપુર ટેસ્ટમાં ભારતની જીત કન્ફર્મ! હવે કરવું પડશે આ કામ

09:21 AM Oct 01, 2024 |
  • કાનપુર ટેસ્ટમાં ભારતની જીત કન્ફર્મ
  • ફરી એકવાર 98 ઓવરની રમત રમાશે
  • હાલમાં ટીમ ઈન્ડિયા પાસે 26 રનની લીડ

IND vs BAN : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુરમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બે દિવસ વરસાદને કારણે બગડી ગયા હતા. જે બાદ ચોથા દિવસે 98 ઓવરની રમત નિર્ધારિત કરવામાં આવી હતી. આજે ફરી એકવાર 98 ઓવરની રમત રમાશે. પ્રથમ દાવમાં ટીમ ઈન્ડિયાએ આક્રમક બેટિંગ કરી હતી અને 285 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો.

ટીમ ઈન્ડિયાને 52 રનની લીડ

જે બાદ ટીમ ઈન્ડિયાને 52 રનની લીડ મળી હતી. ચોથા દિવસે બાંગ્લાદેશની ટીમે બીજા દાવમાં 26 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. હાલમાં ટીમ ઈન્ડિયા પાસે 26 રનની લીડ છે. હવે કાનપુરમાં ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.

આ પણ  વાંચો CHAMPIONS TROPHY માટે ભારતીય ટીમ જશે પાકિસ્તાન? BCCI ઉપાધ્યક્ષે આપ્યું મોટું નિવેદન

લંચ સુધી બાંગ્લાદેશને ઓલઆઉટ કરવું પડશે

જ્યાં એક તરફ બાંગ્લાદેશની ટીમ આ મેચ ડ્રો કરવાના ઈરાદા સાથે પાંચમા દિવસે રમવાનું ચાલુ રાખશે, તો બીજી તરફ ટીમ ઈન્ડિયાએ ચોથા દિવસે જ કહ્યું હતું કે તેનો જીતવાનો ઈરાદો સ્પષ્ટ છે. ભારતીય બોલર્સ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે. ચોથા દિવસે જ આર અશ્વિને બાંગ્લાદેશને 26 રનની અંદર બે ઝટકા આપ્યા હતા. આજે પાંચમા દિવસે ફરી એકવાર અશ્વિનનો જાદુ જોવા મળી શકે છે. ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશને લંચ પહેલા અથવા પાંચમા દિવસે 50 ઓવરની અંદર ઓલઆઉટ કરવા ઈચ્છે છે.

આ પણ  વાંચો IND Vs BAN:BCCI એ અચાનક લીધો મોટો નિર્ણય,આ 3 ખેલાડીઓને કર્યા બહાર

ઈન્ડિયા 250 રનનો લક્ષ્યાંક પણ છોડશે નહીં

જો બાંગ્લાદેશને ડ્રો અથવા જીત વિશે વિચારવું હોય તો તેણે પહેલા ટીમ ઈન્ડિયા માટે 250 થી 300 રનનો લક્ષ્યાંક રાખવો પડશે, પરંતુ બાંગ્લાદેશ માટે આ કામ ઘણું મુશ્કેલ છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી જે રીતે બોલિંગ કરી છે તે જોતા લાગી રહ્યું છે કે બીજી ઈનિંગમાં ભારતને જીતવા માટે 200 કે 230ની આસપાસનો ટાર્ગેટ હોઈ શકે છે. ચોથા દિવસે ભારતીય ટીમે માત્ર 34.4 ઓવરમાં 285 રન બનાવી લીધા હતા. જે બાદ હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે જો ભારત પાસે 250 રન બનાવવા માટે 35 કે 40 ઓવર હોય તો ટીમ ઈન્ડિયા ટાર્ગેટ હાંસલ કરી શકે છે.