Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Flood : સુરતમાં ખાડી પૂરથી પરિસ્થિતિ વણસી

02:52 PM Jul 24, 2024 | Vipul Pandya

flood : સુરતમાં અતિ ભારે વરસાદ વચ્ચે ખાડી પૂરથી સ્થિતી વણસી છે. સુરતના છ ખાડી વિસ્તારમાં કમરસમા પાણી ભરાયા છે અને તંત્રની બેદરકારીના કારણે પૂર (flood) જેવી સ્થિતીનું નિર્માણ થયું છે.

સુરતમાં ખાડી પૂરથી પરિસ્થિતિ વણસી

સુરતમાં ખાડી પૂરથી પરિસ્થિતિ વણસી છે. સતત બીજા દિવસે ખાડી પૂરથી સુરતની હાલત કફોડી બની છે. સુરતના પર્વત પાટિયા, ગોડાદરા રોડ પર સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. સીમાડા વિસ્તારમાં ખાડી પૂરના પાણી ઘરોમાં ફરી વળ્યાં છે જેથી જીવન જરૂરિયાતની વસ્તુ લઈ લોકો ઘરોની બહાર નીકળી ગયા છે.

વરાછા, લિંબાયત સહિત અનેક વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા

ખાડીની સફાઈ યોગ્ય ન થતી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. તંત્રની બેદરકારીને લીધે સુરતમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. લિંબાયત વિસ્તાર પણ ખાડી પૂરથી પરેશાન છે. વરાછા, લિંબાયત સહિત અનેક વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા છે.

કમિશનર ખુદ મેદાને ઉતર્યા

સુરતમાં ખાડી પૂરની સ્થિતિને લઇ કમિશનર ખુદ મેદાને ઉતર્યા હતા અને શહેરના અલગ અલગ વિસ્તારમાં જઇ મુલાકાત કરી અસરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરી હતી. પાણીનો નિકાલ થાય તે માટે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

લોકોમાં આક્રોશ

સુરતના મેયર અને સ્થાયી સમિતિના અઘ્યક્ષ પણ ખાડી પૂરમાં પ્રભાવિત લોકોને મળવા પહોંચ્યા હતા. તેમના માટે જરૂરી ફૂડ પેકેટ તથા બોટની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં ઠેર ઠેર જગ્યાએ ખાડી પૂરની પરિસ્થિતિ ઉદ્ભવી છે. ચોમાસાને પગલે અગાઉથી કોઈ આયોજન નહીં તે સંદર્ભે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. જો કે ધારાસભ્ય સંગીતા પાટીલે કહ્યું કે પાણી નિકાલ માટે તંત્રએ પંપ લગાવ્યા છે.

આ પણ વાંચો–VADODARA : ચોમાસામાં પ્રથમ વખત વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી થઇ

આ પણ વાંચો–Heavy Rain : બોરસદમાં 4 કલાકમાં સાડા 12 ઈંચ વરસાદ…