+

ઈમરાન ખાનનો ભારત પ્રત્યે જાગ્યો પ્રેમ, PM મોદી સાથે કરવા માગે છે લાઇવ TV ડિબેટ

ચારેબાજુથી પીસાઇ રહેલું પાકિસ્તાન હવે ભારત સાથે સારા સંબંધોની દુઆ માગી રહ્યું છે. વાત જરા અજીબ લાગશે પરંતુ આ એકદમ સાચી વાત છે. જીહા, પાકિસ્તાન વડા પ્રધાન ઈમરાન ખાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિવિઝન પર ડિબેટ કરવા આતુર દેખાઇ રહ્યા છે. આ અંગે પાકિસ્તાન PMએ પોતે જ મંગળવારે કહ્યુ કે, તે બન્ને દેશો વચ્ચેના મતભેદોને ઉકેલવા માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ટેલિવિઝà
ચારેબાજુથી પીસાઇ રહેલું પાકિસ્તાન હવે ભારત સાથે સારા સંબંધોની દુઆ માગી રહ્યું છે. વાત જરા અજીબ લાગશે પરંતુ આ એકદમ સાચી વાત છે. જીહા, પાકિસ્તાન વડા પ્રધાન ઈમરાન ખાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિવિઝન પર ડિબેટ કરવા આતુર દેખાઇ રહ્યા છે. આ અંગે પાકિસ્તાન PMએ પોતે જ મંગળવારે કહ્યુ કે, તે બન્ને દેશો વચ્ચેના મતભેદોને ઉકેલવા માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ટેલિવિઝન પર લાઇવ ડિબેટ કરવા માગી રહ્યા છે. 
નાઝીઓ દ્વારા પ્રેરિત જાતિવાદી વિચારધારા
આપને જણાવી દઈએ કે, ઈમરાન ખાને 23 ફેબ્રુઆરીએ રશિયાની તેમની નિર્ધારિત મુલાકાત પહેલા રશિયન મીડિયા સાથે વાત કરતા આ વાત કહી હતી. ભારત સાથેના સંબંધો વિશે બોલતા તેમણે કહ્યું કે, આ તે ભારત નથી જેને હું જાણું છું કારણ કે તેના પર ક્રૂર વિચારધારાનો કબજો થઇ ગયો છે. તે વિરોધની એક વિચારધારા છે જે નાઝીઓ દ્વારા પ્રેરિત છે. ભારત સાથેના સંબંધો અંગેના સવાલોના જવાબમાં પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે, તેમની સરકારે કાશ્મીર વિવાદના ઉકેલ માટે સત્તામાં આવ્યા બાદ તુરંત જ ભારતનો સંપર્ક કર્યો હતો. જો કે, તેમણે બાદમાં ખેદ વ્યક્ત કર્યો કે, ભારત “નાઝીઓ દ્વારા પ્રેરિત જાતિવાદી વિચારધારા” દ્વારા કબજે કરવામાં આવ્યું છે. 
હિન્દુઓ સૌથી આગળ હોવાનું સાબિત ન કરે ભારત
વળી આ અંગે ભારતનાં વિદેશ મંત્રાલય દ્વારા હાલ કોઈ પ્રતિભાવ આવ્યો નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે લાઇવ ડિબેટની ઓફર કરતા ઈમરાન ખાને કહ્યું કે, હું નરેન્દ્ર મોદી સાથે લાઇવ ડિબેટ કરવા ઈચ્છું છું. તે ઉપખંડના અબજો લોકો માટે સારું રહેશે. અમે ચર્ચા દ્વારા વિવિધ મુદ્દાઓને ઉકેલી શકીએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે, હું ઈચ્છું છું કે ભારત ગરીબી દૂર કરવા માટે કંઈક કરે ના કે દુનિયાને સાબિત કરેે કે હિન્દુઓ સૌથી આગળ છે. લશ્કરી સંઘર્ષ એ બધી સમસ્યાઓનો ઉકેલ હોઈ શકે નહીં. ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો આઝાદી બાદથી જ તણાવપૂર્ણ રહ્યા છે. ત્યારપછી ત્રણ યુદ્ધો પણ થઇ ચૂક્યા છે, જેમા પાકિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. 
રશિયન કંપની પર ઈમરાન ખાને શું કહ્યું?
પાકિસ્તાની PM ઈમરાન ખાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, યુ.એસ., ચીન અને રશિયા વચ્ચેના વધુ સહયોગથી માનવજાતને વધુ ફાયદો થશે. તેમણે એ પણ હાઇલાઇટ કર્યું હતું કે, જ્યારે પાકિસ્તાન ગેસની અછત ધરાવતો દેશ હતો, ત્યારે દેશની ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટમાં રશિયન કંપની પર યુએસ પ્રતિબંધોને કારણે વિલંબિત થઇ હતી, જેની સાથે પાકિસ્તાન વાતચીત કરી રહ્યું છે. ઈરાન પરના પ્રતિબંધો હટાવવાથી પાકિસ્તાનને પડોશી દેશ પાસેથી “સૌથી સસ્તો ગેસ” મેળવવામાં પણ મદદ મળશે.
Whatsapp share
facebook twitter