+

IPL ની ફાઈનલ જોવા જવાના છો તો જરા આ વાંચીને જજો, અંબાલાલ પટેલે કરી છે આ આગાહી

રવિવારે જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લોકો IPL ની ફાઈનલ જોવા પહોંચ્યા ત્યારે તેમને કોઇ અંદાજો પણ નહોતો કે મેચમાં વરસાદ એવુ વિઘ્ન લાવશે કે તેને રદ્દ કરવી પડશે. જોકે, રવિવારે…

રવિવારે જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લોકો IPL ની ફાઈનલ જોવા પહોંચ્યા ત્યારે તેમને કોઇ અંદાજો પણ નહોતો કે મેચમાં વરસાદ એવુ વિઘ્ન લાવશે કે તેને રદ્દ કરવી પડશે. જોકે, રવિવારે ન રમાયેલી ફાઈનલ મેચ આજે સોમવારના રોજ સાંજે રમાશે. ક્રિકેટ ફેન્સ ખુશ છે કે તેઓ આજે સ્ટેડિયમમાં મેચ જોઇ શકશે પણ આ વચ્ચે જે સમાચાર સામે આવી રહ્યા છે તે જાણી એકવાર ફરી તેઓ દુઃખી થઇ શકે છે. જીહા, ગઇકાલની જેમ આજે પણ અમદાવાદમાં વરસાદ પડવાની પૂરી સંભાવના છે.

IPL Final ને લઇને આજે પણ ફેન્સ થઇ શકે છે નિરાશ

ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ (CSK vs GT) વચ્ચેની IPL Final મેચમાં વરસાદ અંગેની આગાહી સાચી સાબિત થઈ હતી. મુશળધાર વરસાદને કારણે મેચ શરૂ થઈ શકી ન હોતી. મેચ રદ કરીને, તેને રિઝર્વ ડે પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પણ આ શું આજે પણ વરસાદ ક્રિકેટ પ્રેમીઓને નિરાશ કરી શકે છે. અંબાલાલ પટેલે એકવાર ફરી આગાહી કરી છે કે, આજે અને આવતી કાલે પણ વરસાદ પડવાની પૂરી સંભાવના છે. એટલે કે IPL ની ફાઈનલમાં એકવાર ફરી વરસાદી વિઘ્ન રહેશે. તેમના જણાવ્યા પ્રમાણે, 4 જૂન સુધી પ્રિ-મોનસૂન એક્ટિવિટી રહેશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની પણ તેમને સંભાવનાઓ વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે, 7થી 10 જૂન સુધી વાવાઝોડાની શક્યતા છે. આ સિવાય તેમણે ભારે પવનના કારણે નુકસાન થવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી.

Update…

આ પણ વાંચો – મેચ ન રમાઈ પણ ખૂબ થઇ ધોલાઈ, જુઓ NARENDRA MODI STADIUM માં શું થયું ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter