+

IPL 2023 : વરસાદના મેચ રદ્દ થાય તો કોણ જશે ફાઇનલમાં? આ છે ગણિત

IPL ની બીજી ક્વોલિફાયર મેચ 26 મે એટલે કે આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. બંને ટીમો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે. ક્રિકેટ ચાહકો રોમાંચક મેચની અપેક્ષા રાખી…

IPL ની બીજી ક્વોલિફાયર મેચ 26 મે એટલે કે આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. બંને ટીમો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે. ક્રિકેટ ચાહકો રોમાંચક મેચની અપેક્ષા રાખી રહ્યા છે, પરંતુ જો વરસાદ મેચમાં દખલ કરે અને મેચ રદ થાય તો કઈ ટીમને ફાઈનલની ટિકિટ મળશે. ચાલો જાણીએ.

આ સિઝનમાં તમે જોયું જ હશે કે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચેની લીગ મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી. જે બાદ બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યા પરંતુ ક્વોલિફાયર મેચનું ગણિત આવું નથી. અહીં, જો વરસાદને કારણે મેચ રદ થાય છે, તો તે ટીમ ફાઈનલમાં પહોંચશે, જે પોઈન્ટ ટેબલમાં વધુ પોઈન્ટ ધરાવે છે. જો બંને ટીમોના પોઈન્ટ સમાન હશે તો નિર્ણય નેટ રનરેટના આધારે થશે.

પોઈન્ટ ટેબલની સ્થિતિ?

પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ગુજરાત ટાઈટન્સ લીગમાં 14 મેચ રમી છે, જેમાં 10માં જીત અને 4માં હાર થઈ છે. ટીમ 20 પોઈન્ટ સાથે ટેબલમાં ટોપ પર છે. તો મુંબઈ ઈન્ડિયન્સ એટલી જ મેચોમાં 8 જીત સાથે ચોથા નંબર પર હતી. આ મુજબ જો મેચ રદ્દ થશે તો મુંબઈ ઈન્ડિયન્સની સફર અહીં જ સમાપ્ત થઈ જશે જ્યારે ગુજરાત ફાઈનલમાં જગ્યા બનાવી લેશે.

અમદાવાદ શહેરના વાતાવરણમાં આજે સાંજના સમયે અચાનક પલટો આવ્યો છે. શહેરના બોડકદેવ, થલતેજ, એસ.જી. હાઈવે તથા ગુજરાત યુનિવર્સિટી, આશ્રમરોડ, સરખેજ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. IPLની મેચ પહેલા વરૂણદેવના અમદાવાદમાં આગમનને પગલે ક્રિકેટ રસિકો મુંઝાયા હતા

આપણ  વાંચો-અમદાવાદમાં થશે ભવ્ય IPL ફાઈનલ, કિંગ-ન્યૂકલિયા સહિત આ બે સેલિબ્રિટી કરશે પરફોર્મ

 

 

Whatsapp share
facebook twitter