Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઉપવાસ હોય ત્યારે પેટ ભરેલું રાખે તેવી ટેસ્ટફૂલ ‘દૂધીની ફરાળી ખીચડી’

09:19 PM Apr 25, 2023 | Vipul Pandya

દૂધીની ફરાળી ખીચડી બનાવવા માટેની સામગ્રી :
250 ગ્રામ દૂધી
3 ચમચી  ઘી
7-8 લીલા મરચાં
8-10 મીઠાં લીમડાંનાં પાન
1 ચમચી આખું જીરુ
૨-૩ ચમચી ખાંડ
શેકેલા શીંગદાણાંનો ભૂકો
સિંધવ મીંઠુ સ્વાદ મુજબ
 દૂધીની ફરાળી ખીચડી બનાવવા માટેની રીત:
  • સૌ પ્રથમ એક ડીશમાં દૂધી ખમણી લો.
  • હવે એક કડાઈમાં ધી નાંખી ગરમ થાય એટલે તેમાં જીરુ ઉમેરી થોડું લાલ થાય એટલે તેમાં ઝીણાં સમારેલાં લીલા મરચાં અને લીમડો નાંખો.
  • હવે દૂધીમાંથી પાણી કાઢી કડાઈમાં ઉમેરી તેમાં સ્વાદ મુજબ મીઠું નાંખી ચઢવા દો.
  • પછી થોડુ આદુ નાંખી હલાવી લો.
  • દૂધી ચઢી જાય એટલે તેમાં ખાંડ અને શેકેલા શીંગદાણાંનો ભૂકો અને જરુર પ્રમાણે લીંબુ નાંખી હલાવી કોથમીર નાખીને ગરમાગરમ સર્વ કરો.
  • તો તૈયાર છે દૂધીની ફરાળી ખીચડી..