+

ઉપવાસ હોય ત્યારે પેટ ભરેલું રાખે તેવી ટેસ્ટફૂલ ‘દૂધીની ફરાળી ખીચડી’

દૂધીની ફરાળી ખીચડી બનાવવા માટેની સામગ્રી :250 ગ્રામ દૂધી3 ચમચી  ઘી7-8 લીલા મરચાં8-10 મીઠાં લીમડાંનાં પાન1 ચમચી આખું જીરુ૨-૩ ચમચી ખાંડશેકેલા શીંગદાણાંનો ભૂકોસિંધવ મીંઠુ સ્વાદ મુજબ દૂધીની ફરાળી ખીચડી બનાવવા માટેની રીત:સૌ પ્રથમ એક ડીશમાં દૂધી ખમણી લો.હવે એક કડાઈમાં ધી નાંખી ગરમ થાય એટલે તેમાં જીરુ ઉમેરી થોડું લાલ થાય એટલે તેમાં ઝીણાં સમારેલાં લીલા મરચાં અને લીમડો નાંખો.હવે દૂધીમાંથી àª
દૂધીની ફરાળી ખીચડી બનાવવા માટેની સામગ્રી :
250 ગ્રામ દૂધી
3 ચમચી  ઘી
7-8 લીલા મરચાં
8-10 મીઠાં લીમડાંનાં પાન
1 ચમચી આખું જીરુ
૨-૩ ચમચી ખાંડ
શેકેલા શીંગદાણાંનો ભૂકો
સિંધવ મીંઠુ સ્વાદ મુજબ
 દૂધીની ફરાળી ખીચડી બનાવવા માટેની રીત:
  • સૌ પ્રથમ એક ડીશમાં દૂધી ખમણી લો.
  • હવે એક કડાઈમાં ધી નાંખી ગરમ થાય એટલે તેમાં જીરુ ઉમેરી થોડું લાલ થાય એટલે તેમાં ઝીણાં સમારેલાં લીલા મરચાં અને લીમડો નાંખો.
  • હવે દૂધીમાંથી પાણી કાઢી કડાઈમાં ઉમેરી તેમાં સ્વાદ મુજબ મીઠું નાંખી ચઢવા દો.
  • પછી થોડુ આદુ નાંખી હલાવી લો.
  • દૂધી ચઢી જાય એટલે તેમાં ખાંડ અને શેકેલા શીંગદાણાંનો ભૂકો અને જરુર પ્રમાણે લીંબુ નાંખી હલાવી કોથમીર નાખીને ગરમાગરમ સર્વ કરો.
  • તો તૈયાર છે દૂધીની ફરાળી ખીચડી..
Whatsapp share
facebook twitter