Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

માથાના દુખાવામાંથી ઈન્સ્ટન્ટ રાહત અપાવતા 5 અક્સિર ઈલાજ

10:07 PM Apr 17, 2023 | Vipul Pandya

સામાન્ય રીતે માથામાં દુખાવા થવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે. ઘણી વખત ભૂખના કારણે તો ઘણી વખત સમયસર ભોજન ન લેવાથી પણ આ સમસ્યા થાય છે. આ સિવાય માઈગ્રેન, કબજિયાત વગેરે જેવા ઘણા કારણોથી પણ માથામાં દુખાવો થઈ શકે છે. ત્યારે આવો તમને જણાવીએ માથાના દુખાવામાંથી ઈન્સ્ટન્ટ રાહત અપાવતા રામબાણ ઈલાજ વિશે? 
એક્યુપ્રેશર
બંને આઈ બ્રોની વચ્ચે થોડું થોડું પ્રેશર આપતા રહો. એક મિનિટ સુધી આમ 3-4 વખત દબાવવાથી માથાના દુખાવામાં રાહત મળશે.
તુલસી
1 કપ પાણીમાં તુલસીના પત્તા નાખી ઉકાળી મધ નાખી પીવાથી લાભ થશે 
લવિંગ
લવિંગને તવા પર ગરમ કરી રૂમાલમાં પોટલી બાંધી થોડી થોડી વારે સૂંઘતા રહો.
આદુ
1 ગ્લાસ પાણીમાં આદુ ખમણીને 10મિનિટ ઉકાળો. પછી તેમાં સહેજ દૂધ ઉમેરી એક ઉંમરે લાવી તેમાં કૉફી મિક્સ કરી લો.
આ જ રીતે આદુવાળી ચા કે કૉફી બનાવી તેનું સેવન કરવાથી રાહત મળશે.
મરી અને ફુદીનાની ચા
પાણીમાં મરી અને ફુદીનો ઉમેરી 10 મિનિટ ઉકાળી આ ચા નું સેવન કરવાથી પણ માથાના દુખાવાથી રાહત મળશે.