Who is Madhabi Puri Butch : રિપોર્ટ અનુસાર દંપત્તીએ બરમુડા અને મોરેશિયસ ફંડોમાં ગુપ્ત ભાગીદારી રાખી હતી, જે અદાણી ગ્રુપ દ્વારા ઉપયોગમાં લેવાયેલી એક ખુબ જ ગુંચવાડાવાળું ફાયનાન્શિયલ સ્ટ્રક્ચરનો હિસ્સો હતો. માર્કેટ રેગ્યુલેટર SEBI ની તરફથી તુરંત જ આ પ્રકારની કોઇ પ્રતિક્રિયા નથી આવી, જો કે તે અગાઉ તમે તે જાણી લો કે માધવી બુચ કોણ છે?
અમેરિકાની એક્ટિવિસ્ટ શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ LLC એ શનિવારે પોતાના એક રિપોર્ટમાં SEBI ની ચેરમેન અને તેમના પતિ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમાં કહેવામાં આવ્યું કે, SEBI પ્રમુખ માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચની પાસે અદાણીના પૈસાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા બે ઓફશોર ફંડમાં ભાગીદારી હતી. રિપોર્ટ અનુસાર દંપત્તીએ બરમુડા અને મોરેશિયસ ફંડોમાં ગુપ્ત ભાગીદારી રાખી હતી, જે અદાણી ગ્રુપ દ્વારા ઉપયોગમાં લેવાયેલી એક ખુબ જ જટિલ ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચરનો હિસ્સો હતા. માર્કેટ રેગ્યુલેટરી સેબીની તરફથી તુરંત જ આ અંગે કોઇ પ્રતિક્રિયા આવી નથી.
SEBI ના પ્રથમ મહિલા ચેરપર્સન
માધવી પુરી બુચ 1 માર્ચ, 2022 થી ભારતના માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીજ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયાના (SEBI) ના પહેલા મહિલા ચેરપર્સન છે. IIM અમદાવાદના પૂર્વ વિદ્યાર્થી SEBI ના સૌથી ઓછી ઉંમરના પ્રમુખ અને માર્કેટ રેગ્યુલેટર સંસ્થાના પ્રમુખ બનનારા પ્રાઇવેટ સેક્ટરના પ્રથમ વ્યક્તિ છે.
પુરી બુચ રેગુલેશન, સુપરવિઝન અને સર્વિલાન્સ સાથે જોડાયેલા મુખ્ય વિભાગોની દેખરેખ કરે છે અને આર્થિક અને નીતિ વિશ્લેષણ, રોકાણ સહાય અને શિક્ષણ તથા IT વિભાગોને લીડ કરે છે. તેમની પાસે નેશનલ ઇંસ્ટીટ્યૂટ ઓફ સિક્યોરિટીઝ માર્કેટ્સ (NISM) ની સીધી દેખરેખની પણ જવાબદારી છે.
તેઓ એક કન્સલ્ટિંગ અને ઇનક્યૂબેશન ફર્મ, એગોરા એડ્વાઇઝરી પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર-ડાયરેક્ટર છે અને SEBI પ્રમુખ બનતા પહેલા તેમણે ચીનમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં પણ કામ કર્યું છે.
આર્થિક સેક્ટરનો ત્રણ દશકનો અનુભવ
બુચની પાસે આર્થિક બજારનું ત્રણ દશકનો અનુભવ છે. તેઓ 1989 માં ICICI બેંકમાં જોડાયા અને એક ઇન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે કામ કર્યું. દેશની મુખ્ય બ્રોકિંગ સંગઠનનું નેતૃત્વ કર્યું, એક પ્રાઇવેટ ઇક્વિટી પ્રમુખમાં સીનિયર પદ પર રહ્યા અને BRICS દેશો દ્વારા બનાવાયેલી ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં પણ થોડા સમય માટે કામ કર્યું હતું.
માધવી પુરી બુચની પાસે IIM અમદાવાદમાંથી MBA ની ડિગ્રી છે અને સેંટ સ્ટીફન્સ કોલેજ નવી દિલ્હીથી ગણિતના ગ્રેજ્યુએટની ડિગ્રી છે. તેમણે શાંઘાઇમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં સલાહકાર અને પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ, ગ્રેટર પેસિફિક કેપિટલના સિંગાપુર ઓફીસમાં પ્રમુખની જવાબદારી નિભાવી છે.
બેંકથી માંડીને ટેલિકોમ સેક્ટરમાં કર્યું કામ
બુચે ICICI સિક્યોરિટીઝ લિમિટેડ મેનેજિંગ ડાયરેક્ટર અને CEO અને ICICI બેંકના બોર્ડમાં એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર તરીકે પણ કામ કર્યું. ભારત પરત ફર્યા બાદ બુચે idea સેલ્યુલર લિમિટેડ અને NIIT લિમિટેડ સહિત અનેક મહત્વની કંપનીઓના બોર્ડમાં નોન એક્ઝિક્યુટીવ ડાયરેક્ટરના પદ પર કામ કર્યું. તેમણે એક નાનકડું ફાઉન્ડેશન પણ બનાવ્યું છે જે જમીની સ્તરના NGO સાથે મળીને અનેક પ્રોજેક્ટ ચલાવે છે.
પુરી બુચે 05 એપ્રીલ, 2017 અને 04 ઓક્ટોબર,2021 ની વચ્ચે WTM ના રૂપમાં પોતાના કાર્યકાળ દરમિયાન SEBI ના પૂર્વ ચેરમેન અજય ત્યાગીની સાથે કામ કર્યું છે. તત્કાલીન SEBI અધ્યક્ષ અજય ત્યાગીની સાથે તેમના ગાઢ સહયોગે ભારતના રેગ્યુલેટરી ક્ષેત્રમાં તેમની અસરને મજબુત કરી.
કોણ છે ધવલ બુચ?
માધવીના પતિ ધવલ બુચની પણ ઘણી લાંબી કારકિર્દી છે. જો કે જાહેર રીતે તેઓ ખુબ જ ઓછા ચર્ચામાં રહે છે. માધવીની જેમ તેમની પ્રોફેશનલ જર્ની પણ કોર્પોરેટ જગતમાં એક ઉપલબ્ધી ગણવામાં આવે છે. જો કે હિંડનબર્ગ રિસર્ચના હાલના આરોપોએ તેમને અદાણી ગ્રુપના આર્થિક લેવડ દેવડમાં કથિત રીતે સંડોવણી અને ઓફશોર સંસ્થાઓ સાથે જોડાવાના કારણે દંપત્તી ચર્ચામાં આવ્યું છે.