ભાવનગરનાં (Bhavnagar) કલેક્ટર સામે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે. શાળાની 500 મીટર નજીક વિંડ મીલ માટે જમીન ફાળવવા મામલે હાઈકોર્ટે (High Court) નારાજગી વ્યક્ત કરી હતી અને અધિકારીઓની ઝાટકણી કાઢી કહ્યું કે, તમને ખબર હોવી જોઈએ કે કોર્ટમાં રિપોર્ટ કેવી રીતે આપવામાં આવે છે. અમે અહીંયા સંતાકૂકડી રમવા નથી બેઠા. તમે તમારી જવાબદારીઓ બીજા પર ઢોળવા માંગો છો ? જે અધિકારીઓ આના માટે જવાબદાર છે તેને અમે નહીં બક્ષીએ.
આ પણ વાંચો – Paralympics Games 2024 : ગુજરાતનાં આ 5 ખેલાડીઓનો જોમ અને જુસ્સો વધારશે ભારતનું ગૌરવ
શાળાની 500 મીટર નજીક વિંડ મીલ માટે જમીન ફાળવવા મામલે સુનાવણી
ભાવનગરમાં શાળાની 500 મીટર નજીક વિંડ મીલ (Wind Mill) માટે જમીન ફાળવવા મામલે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. આ અરજી પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ભાવનગરનાં (Bhavnagar) કલેક્ટર સામે લાલ આંખ કરી હતી. સાથે જ આ માટે જવાબદાર તમામ અધિકારીઓની ઝાટકણી કાઢી નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે, તમને ખ્યાલ છે કે શાળાનાં 500 મીટર સુધી કંઈ કરી ના શકાય તો શા માટે એ જમીન આપવામાં આવી છે ? કોર્ટે આકરા વલણ સાથે કહ્યું કે, અમે અહીંયા સંતાકૂકડી રમવા નથી બેઠા. તમને ખબર હોવી જોઈએ કે કોર્ટમાં રિપોર્ટ કેવી રીતે આપવામાં આવે છે ?
આ પણ વાંચો – Diamond Burse : ‘ગાંધીના ગુજરાત’ માં દારૂબંધીનો કાયદો હળવા કરવાનાં મૂડમાં સરકાર!
તમે તમારી જવાબદારીઓ બીજા પર ઢોળવા માંગો છો ? : HC
હાઈકોર્ટે (High Court) વધુમાં કહ્યું કે, જે પણ અધિકારીઓ આના માટે જવાબદાર છે તેમને અમે છોડીશું નહીં. તમે તમારી જવાબદારીઓ બીજા પર ઢોળવા માંગો છો ? આ સાથે ગુજરાત હાઇકોર્ટે ગુજરાત રાજ્ય ડેવલપમેન્ટ એજન્સીનાં ચેરમેન પાસે આ મામલે ખુલાસો માગ્યો છે. કોર્ટે ચેરમેનને કલેકટરનાં તપાસ રિપોર્ટમાં બેદરકારી બદલ જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
આ પણ વાંચો – Monsoon in Gujarat : આગામી 6 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લાઓ માટે એલર્ટ