Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યુક્રેનમાં ફસાયેલા લોકો માટે હેલ્પલાઈન નંબર જાહેર, 1800118797 નંબર પરથી લઇ શકાશે મદદ

02:22 AM Apr 28, 2023 | Vipul Pandya

રશિયા યુક્રેન વચ્ચે તંગદિલી ભર્યા માહેલ વચ્ચે અનેક ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ફસાયાં છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા તેમને એક એડવાઇઝરી આપીને સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે. યુક્રેનમાં ફસાયા 20 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ, સરકાર પરત લાવવાનો કરી રહી છે પ્રયાસ કરાઇ રહ્યો છે.હાલમાં 500થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે. ગુજરાતના શિક્ષણમંત્રી અને ભાજપના પ્રવક્તા જીતુ વાધાણીએ હાલમાં પત્રકાર પરિષદ કરીને તમામ ફસાયેલાં વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. 
 મદદ માટે સંપર્ક નંબર જાહેર કરાયાં 
 ઇમરન્મજનસી મદદ માટે +380997300483, +380997300428
 હેલ્પલાઇન નંબર- 1800118797
cons1.kyiv@mea.gov.in પર મેઇલ કરી શકાશે. 
આજે ગુરુવારે સવારે ભારતીય 182 નાગરિકોને લઈને એક ફ્લાઈટ 24 ફેબ્રુઆરીએ નવી દિલ્હી એરપોર્ટ પર આવી પહોંચી હતી.

તબીબી વિદ્યાર્થીઓની સંખ્યા વધુ
ભારતમાંથી યુક્રેનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ તબીબી વિદ્યાર્થીઓ છે, મોટાંભાગના  વિદ્યાર્થીઓ દિલ્હીથી અને ગુજરાત રાજ્યમાંથી આવે છે.  ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલાં વિદ્યાર્થઈઓ માટે 24 કલાકનો હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. હાલમાં 500થી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે.ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાધાણીએ ખાતરી આપી છે કે, તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત પાછા લાવવમાં આવશે.તણાવ વચ્ચે આગામી 48 કલાક અત્યંત મહત્વના માનવામાં આવે છે. ભારતીય  નાગરિકોને સુરક્ષિત જગ્યા પર રહેવા અપીલ કરવામાં આવી  છે.  હાલમાં 500થી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે. ગુજરાતના  શિક્ષણમંત્રી જીતુ વાધાણીએ ખાતરી આપી છે કે, તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત પાછા લાવવમાં આવશે. 
 
20 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટે ભારત સરકાર દ્વારા પ્રયાસ
યુક્રેનમાં ‘મિલિટરી ઓપરેશન’ની જાહેરાત કર્યા બાદ યુક્રેનની રાજધાની કિવમાં (Ukraine) વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. તે જ સમયે, રશિયા દ્વારા યુદ્ધની ઘોષણા પછી યુક્રેનના પૂર્વીય બંદર શહેર માર્યુપોલમાં શક્તિશાળી વિસ્ફોટ સાંભળવામાં આવ્યા હતા. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ (UNSC) ટીએસ તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે, યુક્રેન (Russia-Ukraine conflict)માં ફસાયેલા 20 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટે ભારત સરકાર દ્વારા પહેલાથી જ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તિરુમૂર્તિએ યુએનએસસીમાં કહ્યું, ‘યુક્રેનમાં 20,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ છે. અમે વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીય નાગરિકોને અમારી જરૂરિયાત મુજબ પરત ફરવાની સુવિધા આપી રહ્યા છીએ. હજુ પણ સેંકડો ભારતીયો હજુ પણ ત્યાં ફસાયેલા છે.
કિવમાં ભારતીય દૂતાવાસની એડવાઈઝરી
 20 ફેબ્રુઆરી 2022ના રોજ યુક્રેનની રાજધાની કિવમાં ભારતીય દૂતાવાસ દ્વારા  તમામ ભારતીય વિદ્યાર્થીઓએ અસ્થાયી રૂપે યુક્રેન છોડી દેવા અંગેની એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી કે તમામ ભારતીય વિદ્યાર્થીઓએ અસ્થાયી દૂતાવાસે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે, તેઓ ચાર્ટર ફ્લાઇટ માટે તેમના સંબંધિત કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરે અને દૂતાવાસની સોશિયલ મીડિયા ચેનલ અને વેબસાઇટ પર પ્રકાશિત થતા અપડેટ્સ પર નજર રાખે.
 
યુક્રેનની સંસદે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી 
પૂર્વીય યુરોપમાં રશિયા અને યુક્રેન યુદ્ધ ચાલુ થઇ ગયું છે. રશિયન હુમલાની અમેરિકી ચેતવણીને ધ્યાનમાં રાખતા યુક્રેનની સંસદે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. ઈમરજન્સીની ઘોષણા સાથે જ યુક્રેને પોતાના 30 લાખ લોકોને તાત્કાલિક રશિયા છોડવા કહ્યું છે. અમેરિકન સુરક્ષા વિભાગ પેન્ટાગન અનુસાર, યુક્રેન બોર્ડર પર તૈનાત 1.90 લાખ રશિયન સૈનિક સામે 80% એટલે કે લગભગ 1.50 લાખ સૈનિકો તૈનાત છે. આ પહેલા રશિયાએ યુક્રેનને ઘેરવા માટે બ્લેક સી અને અજોવ સમુદ્રમાં પોતાની નેવી મોકલી હતી. 
યુક્રેન સીમા Do Not Fly Zone જાહેર 
વધતા સંકટ વચ્ચે શિયા રાષ્ટ્રપતિ પુતિને કરી યૂક્રેનમાં મિલિટ્રી ઓપરેશનની જાહેરાત કરી દીધી છે. સાથે જ કહ્યું છે કે અમે અત્યારે માત્ર લશ્કરી છાવણીઓને જ ટાર્ગેટ બનાવી છે. રશિયાના વધતા ખતરા વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ શાંતિ માટે વિનંતી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેમણે વ્લાદિમીર પુતિનને વાતચીત કરવા કહ્યું પરંતુ ક્રેમલીને કોઈ જવાબ ન આપ્યો. યુક્રેન સીમા પર બગડતી પરિસ્થિતિને કારણે ઘણી એરલાઈન્સે તે વિસ્તારને Do Not Fly Zone જાહેર કર્યો છે. European carriersનો પણ સમાવેશ થાય છે. કોમર્શિયલ એવિએશને સ્પષ્ટતા કરી છે કે યુક્રેન-રશિયા સરહદ હવે પ્રતિબંધિત જગ્યા છે. તો Kharkiv સહિત યુક્રેનના ઘણા એરપોર્ટે હવે તમામ ફ્લાઇટ્સ સસ્પેન્ડ કરી દીધી છે.

યુક્રેને પોતાના 30 લાખ લોકોને તાત્કાલિક રશિયા છોડવા કહ્યું
રશિયન હુમલાની અમેરિકી ચેતવણીને ધ્યાનમાં રાખતા યુક્રેનની સંસદે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. ઈમરજન્સીની ઘોષણા સાથે જ યુક્રેને પોતાના 30 લાખ લોકોને તાત્કાલિક રશિયા છોડવા કહ્યું છે. રશિયાએ બુધવારે યુક્રેનિયન બેંકો અને સંરક્ષણ, વિદેશ, આંતરિક સુરક્ષા જેવી મહત્વપૂર્ણ વેબસાઇટ્સ પર સાયબર હુમલો કર્યો હતો. સાથે જ સેનાની સારવાર માટે અસ્થાયી હોસ્પિટલ પણ બનાવી છે. એક રિપોર્ટ અનુસાર, યુક્રેન સરહદથી માત્ર 20 કિમીના અંતરે રશિયાએ 550થી વધુ ટેન્ટ લગાવ્યા છે. રશિયાએ બેલારુસમાં પણ પોતાની સેનાને યુદ્ધાભ્યાસ માટે મોકલી છે. આ પહેલા રશિયાએ યુક્રેનને ઘેરવા માટે બ્લેક સી અને અજોવ સમુદ્રમાં પોતાની નેવી મોકલી છે.