Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ ચીજનું માત્ર અડધી વાડકી સેવન મટાડશે, સાંધા અને કમરનો દુખાવો

12:04 PM Apr 26, 2023 | Vipul Pandya

વર્કલૉડ અને ક્ષમતા કરતા વધારે ભાગદોડ કરવાના કારણે તેની ગંભીર અસર આપણા શરીર પર પડે છે. જેના કારણે શરીર દુખવાની સમસ્યા સતાવવી એ તો જાણે સામાન્ય વાત થઈ ગઈ છે. ત્યારે આપણે કામનો બોજ તો ઇચ્છીએ તો પણ ઓછો નથી કરી શકવાના, પરંતુ તેના દુખાવામાં રાહત મળે તેવા પ્રયત્નો ચોક્કાથી કરીશું.. તે માટે ગુંદર અને ગંઠોડાનો અતિ લાભકારી ગણવામાં આવે છે. તેથી આજે આપની સાથે શેયર કરીશું ગુંદર પાકની Recipe… 
ગુંદર પાક (Gundarpak)
Ingredients – સામગ્રી
250 ગ્રામ ગુંદર (બાવળનો)
250 ગ્રામ રવો
500 ગ્રામ ઘી
100 ગ્રામ સૂકું કોપરું
500 ગ્રામ ખાંડ – દળેલી
50 ગ્રામ બદામ
50 ગ્રામ પિસ્તાં
50 ગ્રામ ચારોળી
25 ગ્રામ ખસખસ
25 ગ્રામ સૂંઠ
દરેક વસ્તુ 10 ગ્રામ – ગંઠોડા, એલચી, ધોળી મુસળી
કાળી મૂસળી, ગોખરુ, અાસન, શતાવરી, નાગકેસર, પીપર
Method – રીત
  • ગુંદરને ઘીમાં ફુલાવી, ખાંડી ભૂકો કરવો. 
  • રવાને ઘીમાં બદામી રંગનો શેકવો. 
  • કોપરાને છીણી, શેકી લેવું. 
  • પછી બધું ભેગું કરી, દળેલી ખાંડ, બદામ-પિસ્તા-ચારોળીનો ભૂકો, શેકેલી ખસખસ, ખાંડેલી સૂંઠ, એલચીનો ભૂકો અને બધું વસાણું બારીક ખાંડી, ચાળીને નાંખવું. 
  • ઘીને ગરમ કરી ઉપરની દરેક ચીજો ઉમેરી, બરાબર હલાવી લો.
  • હવે થાળીમાં ઘી લગાવી, ગુંદરપાક ઠારી દેવો. 
  • ઉપર થોડી બદામની કાતરી અને ચારોળી ભભરાવી લો.
  • નિયમિત રોજ સવારે ૨ ટૂકડાંનું સેવન કરવાથી સાંધાના અને કમરના દુખાવામાં રાહત મળશે.