Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Haryana Result: ગાંધીનગરમાં કમલમ્ ખાતે જીતનો ઉત્સાહ, ભાજપના આગેવાનોએ એકબીજાને જલેબી ખવડાવી મોં મીઠું કર્યું

05:37 PM Oct 08, 2024 |
  1. હરિયાણામાં ભાજપની જીતની ગુજરાત ભાજપ દ્વારા ઉજવણી
  2. ગુજરાત ભાજપના આગેવાનો જલેબીથી મો મીઠું કરીને ઉજવણી
  3. કમલમ્ ખાતે કેન્દ્રિય મંત્રી સી.આર પાટીલે બનાવી જલેબી

Haryana Result: હરિયાણામાં ભાજપની પ્રચંડ જીત થઈ છે. જેને લઈને અત્યારે ભારતભરમાં ભારતીય જનતા પાર્ટી ઉત્સવ માનવી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, હરિયાણામા પ્રચંડ જીતની ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ દિલ્હીમાં ભાજપ કાર્યાલયે પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જાણકારી પ્રમાણે ચંદીગઢમાં ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી છે. આ સાથે CM નાયબ સિંહ સૈનીએ કાર્યકરોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે, હરિયાણામાં પરિણામ વચ્ચે રાજકીય હલચલ તેજ જોવા મળી છે. આગામી સરકારના શપથગ્રહણ અંગેની પણ તૈયારીઓ ચાલી રહીં છે.

આ પણ વાંચો: Haryana Election Result : વિનેશ ફોગાટની જીત પર બ્રિજભૂષણ શરણ સિંહે કેમ કહ્યું, સત્યાનાશ….

આગેવાનોએ જલેબીથી મો મીઠું કરીને જીતની ઉજવણી કરી

મહત્વની વાત એ છે કે, હરિયાણામાં ભાજપની જીતની ગુજરાત ભાજપ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી છે. ગુજરાત ભાજપના આગેવાનોએ જલેબીથી મો મીઠું કરીને જીતની ઉજવણી કરી છે. ગુજરાત ભાજપમાં અત્યારે ખુશીની લહેર જોવા મળી રહીં છે. નોંધનીય છે કે, ભારતના કેન્દ્રિય મંત્રી સી.આર પાટીલે પણ જલેબી બનાવી હતી. આ સાથે ઉજવણી દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતાં. ગાંધીનગરમાં કમલમ ખાતે જીતની ઉજવણી કરવામ માટે જલેબી બનાવવામાં આવી હતી.

આ પણ વાંચો: Farooq Abdullah ની મોટી જાહેરાત, આ હશે જમ્મુ કાશ્મીરના નવા CM

રાહુલ ગાંધીનું જલેબીવાળુ ભાષણ થયું હતું ભારે ટ્રોલ

નોંધનીય છે કે, ગાંધીનગરમાં કમલમ્ ખાતે સૌ કાર્યકર્તાઓ હરિયાણામાં જીત માટે જલેબીથી મો મીઠું કર્યુ હતું. મહત્વની વાત એ છે કે, ચૂંટણી વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું જલેબીવાળુ ભાષણ ટ્રોલ થયું હતું. જેથી ગુજરાતમાં જીતની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહીં છે. ભાજપના કાર્યકર્તાઓએ એકબીજાને જલેબી ખવરાવીને હરિયાણામાં થયેલી જીતની ઉજવણ કરી હતી. જલેબી ખવરાવવાનું કારણ એ હતું કે, હરિયાણા ચૂંટણી વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું જલેબીવાળું ભાષણ ભારે ટ્રોલ થયું હતું.

આ પણ વાંચો: Priyanka : “જ્યારે પણ કોંગ્રેસ ભાજપનો સીધો મુકાબલો કરે છે ત્યારે તે નબળી પડી જાય છે”