Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુજરાતમાં ફરી ગરમાયું રિસોર્ટનું રાજકારણ, સત્ર બનશે તોફાની

12:18 AM May 06, 2023 | Vipul Pandya

ગુજરાતનાં રાજકારણમાં રિસોર્ટનું
રાજકારણ કોઈ નવી વાત નથી
, ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી હોય કે પછી કોઈ સત્તા પરિવર્તનનો
તક્તો ઘડવાનો હોય ધારાસભ્યોને રિસોર્ટમાં લઈ જવામાં આવતા હોય છે ત્યારે ગુજરાતમાં ફરી
રિસોર્ટનું રાજકારણ ગરમાયું છે.

 

કોંગ્રેસની ફરી રિસોર્ટનીતિ?

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો વધુ એક
વખત
રિસોર્ટમાં ભેગાં થવા જઈ
રહ્યા છે. બજેર સત્ર દરમ્યાન ભાજપ સરકારને કયા અલગ-અલગ મુદ્દાઓ પર ઘે
રવા રણનીતિ ઘડવા માટે કોંગ્રેસના ધારાસભ્યોનિ તાલીમ શિબિર યોજવા જઈ રહી છે. ગુજરાત
કોંગ્રેસના તમામ ધારાસભ્યોની રવિવારના રોજ મહેસાણા નજીક રિસોર્ટમાં
તાલીમ શિબિર યોજવામાં આવશે
જેમાં પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ,વિપક્ષ નેતા સુખરામ રાઠવા તેમજ પૂર્વ પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં
તાલીમ શિબિર યોજવામાં આવશે.

ધારાસભ્યોને અપાશે ખાસ તાલીમ

કોંગ્રેસના તમામ ધારાસભ્યોને મહેસાણાના રિસોર્ટમાં પહોંચવાની સૂચના આપી દેવામાં આવી છે. રવિવારનો સમગ્ર દિવસ તમામ ધારાસભ્યોને તાલીમ આપવામાં આવશે સાથે જ સરકારને કયાં-કયાં
મુદાઓ પર ઘેરી શકાય તેની રણનીતિ ઘડવામાં આવશે.


જુદા જુદા મુદ્દા પર ઘેરશે કોંગ્રેસ

કોંગ્રેસ અંદાજીત એક મહિના સુધી
ચાલનારા સત્ર દરમ્યાન સરકાર સામે અલગ-અલગ રીતે દેખાવો કરી વિરોધ કરશે ત્યારે
સત્રના પ્રથમ દિવસે જ વિધાનસભાને ઘેરવાનો પ્રયત્ન કરશે તેમજ કોરોનાની બીજી લહેર
દરમ્યાન સમગ્ર રાજ્યમાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો તેમજ અનેક લોકોએ તેમના
સ્વજન ગુમાવ્યા તે મુદ્દે પણ અનોખો વિરોધ કરાશે. તો તાઉતે વાવાઝોડા બાદ ખેડૂતોને
યોગ્ય વળતર નહીં મળવું
, રાજ્યમાં બેરોજગરોની સંખ્યામાં વધારો
થવો
, ભરતી પ્રક્રિયામાં વિલંબની સાથે જ
પેપર લીક કાંડ
, કથળેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિની
સાથે જ રાજ્યમાં ડ્રગ્સ અને દારૂનો અવારનવાર જથ્થો મળી આવવો
,વન સંરક્ષણ અધિનિયમનની ખાલી વાતો જ કરવી આ તમામ મુદ્દો પર કોંગ્રેસ
બજેટ સત્રમાં સરકારને ઘેરશે.