+

WAQF Board એ રાજ્ય સરકારનું જંગલ પણ પચાવ્યું! કહ્યું આ તો પીરનું જંગલ છે

JPC ની મિટિંગમાં ઔવેસીની બોલતી કરી બંધ કરી દાહોદ ગોધરા હાઇવે પર તલે ગામની જંગલ જમીન મહેસાણામાં BK સિનેમાની જમીનનો WAQF માં કર્યો સમાવેશ Waqf Amendment Bill 2024 :  આજરોજ…
  • JPC ની મિટિંગમાં ઔવેસીની બોલતી કરી બંધ કરી
  • દાહોદ ગોધરા હાઇવે પર તલે ગામની જંગલ જમીન
  • મહેસાણામાં BK સિનેમાની જમીનનો WAQF માં કર્યો સમાવેશ

Waqf Amendment Bill 2024 :  આજરોજ WAQF સંશોધન બિલ અંગે અમદાવાદમાં હોટલ તાઝ ખાતે ગુજરાત સરકાર, ગુજરાત WAQF Board અને સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કેન્દ્ર સરકારે WAQF Act માં ફેરફાર માટે WAQF સુધારા બિલ 2024 (Waqf Amendment Bill 2024) રજૂ કર્યું છે, જેનો ઉદ્દેશ WAQF સંસ્થાઓ અને મિલકતો વચ્ચે ચાલી રહેલા વિવાદોને નિકાલ આપવાનો છે. JPC ના મંતવ્યો મેળવવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે અમદાવાદ ખાતે યોજાયેલી JPC ની મિટિંગમાં અસદુદ્દિન ઔવેસી અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવી વચ્ચે આક્રમક દલીલો થઈ હતી.

JPC ની મિટિંગમાં ઔવેસીની બોલતી કરી બંધ કરી

JPC ની મિટિંગમાં અસદુદ્દિન ઔવેસીએ કહ્યું હતું કે, WAQF સંશોધન બિલ ધાર્મિક અધિકારોનું હનન છે. તો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાં હિન્દૂ ધાર્મિક સ્થાનો પર WAQF Board ના જમીનો પર કબજાના ઉદાહરણ સાથે અસદુદ્દિન ઔવેસીને તર્કબદ્ધ જવાબ આપ્યો હતો. ગૃહમંત્રી હર્ષસંઘવીએ જવાબ આપતા જણાવ્યું હતું કે, હિંદુઓની ધાર્મિક સ્થળ દ્વારકામાં હિંદુઓની જમીન પર WAQF Board નો દાવો હિન્દૂઓની ધાર્મિક અધિકારોનું હનન નથી! સુરતમાં જનતાના ટેક્ષના પૈસાની જમીમ પર WAQF Board નો દાવો નાગરિક અધિકારોનું હનન નથી. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આદિવાસી વ્યક્તિની ખેતી કે જંગલની જમીન પર WAQF Board નો કબજોએ આદિવાસીના અધિકારોનું હનન નથી! ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના અલગ અલગ કિસાઓના ઉદાહરણો આપીને અસદુદ્દિન ઔવેસીની બોલતી કરી બંધ કરી દીધી હતી.

આ પણ વાંચો:ગુજરાત વકફ બોર્ડ અને JPCની બેઠક; Waqf (Amendment) Bill 2024 અંગે થઈ ચર્ચાઓ, જાણો કોણે શું કહ્યું

દાહોદ ગોધરા હાઇવે પર તલે ગામની જંગલ જમીન

દાહોદ નજીકના તલાય ગામમાં સર્વે નંબર 45 થી 91 સુધીની જમીનને 14 જૂન, 1894 ના રોજ સત્તાવાર સરકારી ગેઝેટમાં આરક્ષિત જંગલ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. પરંતુ આ જમીનને પાછળથી કેન્દ્ર સરકાર દ્વારા સંરક્ષિત જંગલ જાહેર કરવામાં આવી હતી. તો તેનો સંરક્ષિત દરજ્જો હોવા છતાં, ફારુક અહમદ હુસેન પટેલ નામના મુતવલ્લીએ આ જમીન પર દરગાહ માટે ગેરકાયદે બાંધકામો કર્યા હતાં. તે પછી 19 નવેમ્બર, 1953 ના રોજ ઘાટા પીર દરગાહના નામ હેઠળ પ્રોપર્ટી ટાઇટલ રજિસ્ટર (PTR) માં ગેરકાયદે બાંધકામ નોંધવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Himatnagar : સંકુલનાં ત્રીજા માળેથી BCA ના વિદ્યાર્થીએ અચાનક લગાવી દીધી છલાંગ, સારવાર દરમિયાન મોત

Whatsapp share
facebook twitter