+

VADODARA : લોનના ભારણ વચ્ચે યુવકની જિંદગી દબાઇ

VADODARA : વડોદરા તાલુકા પોલીસ મથક (VADODARA TALUKA POLICE STATION) વિસ્તારમાં ઝાડની ડાળ પર દોરડા વડે ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ…

VADODARA : વડોદરા તાલુકા પોલીસ મથક (VADODARA TALUKA POLICE STATION) વિસ્તારમાં ઝાડની ડાળ પર દોરડા વડે ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં યુવક સુથારી કામ કરતો હતો. હાલ ધંધામાં મંદી હોવાથી અને લોનના હપ્તા ચાલતા હોવાથી યુવક ટેન્શનમાં રહેતો હોવાનું સપાટી પર આવવા પામ્યું છે. આ મામલે યુવકનો મૃતદેહ મળતા પોલીસને જાણ કરવામાં આવી છે. જે બાદ પોલીસે આ મામલે અકસ્માતે મોતની નોંધ કરીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મંદી હોવાના કારણે અન્યત્રે તેને કામ મળતું ન્હતું

વડોદરા તાલુકા પોલીસ મથક વિસ્તારમાં ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં જશારામ ભગવાનારામ સુથાર (ઉં. 37) નો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, જશારામ ભગવાનારામ સુથાર વ્યવસાયે સુથારી કામ કરતો હતો. હાલ સુથારી કામના બજારમાં મંદી હોવાના કારણે અન્યત્રે તેને કામ મળતું ન્હતું. જેથી તેની આર્થિક પરિસ્થિતી સારી ન્હતી. તો બીજી તરફ તેણે મકાનની લોન લીધા હોવાથી તેના હપ્તા ચાલતા હતા. જેને લઇને તે સતત ટેન્શનમાં રહેતા હતા. આખરે ગતરોજ ના થવાી ઘટના સામે આવી હતી.

ઝાડ ની ડાળખી પર ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવી લીધું

ગતરોજ સવારે 11 વાગ્યા પહેલાના કોઇ સમયે ભાયલી આશાપુરી માતાજીના મંદિર નજીક ટીપી – 3 રોડની બાજુમાં આવેલી ઝાડી માં આવેલા ઝાડ ની ડાળખી પર તેમણે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવી લીધું હતું. આ વાતની જાણ ક્રિષ્નારામ પેમ્પારામ સુથાર (ઉં. 24) ને થતા તેમણે તાત્કાલિક વડોદરા તાલુકા પોલીસ મથકમાં આ અંગે જાણ કરી હતી. ત્યાર બાદ વડોદરા તાલુકા પોલીસના સ્ટાફે ઘટના સ્થળે આવીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ઉપરોક્ત મામલે હેડ કોન્સ્ટેબલને તપાસ સોંપાઇ

ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવવા મામલે વડોદરા તાલુકા પોલીસ મથકમાં અકસ્માતે નોંધની ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ ઉપરોક્ત મામલે હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ સુરેન્દ્રસિંહને તપાસ સોંપવામાં આવી છે.

આ પણ વાંચો —  VADODARA : BJP કોર્પોરેટરના પુત્ર સહિત 5 યુવાનો સામે સનસનીખેજ આરોપ

Whatsapp share
facebook twitter