+

VADODARA : ગણેશ પંડાલની કામગીરી ટાણે જીવંત વિજ વાયર અડી જતા એકનું મોત

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા પાદરા (PADRA) ના ડબકા (DABKA) માં ગણેશ પંડાલ બાંધવાની કામગીરી સમયે બિમ જીવંત વિજ વાયરને અડી જતા એકનું સ્થળ પર જ મોત નિપજ્યું હોવાની…

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા પાદરા (PADRA) ના ડબકા (DABKA) માં ગણેશ પંડાલ બાંધવાની કામગીરી સમયે બિમ જીવંત વિજ વાયરને અડી જતા એકનું સ્થળ પર જ મોત નિપજ્યું હોવાની ઘટના સપાટી પર આવવા પામી છે. આ ઘટનામાં આશરે 15 જેટલા યુવકોને કરંટ લાગ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જે પૈકી કેટલાક પર કરંટની અસર વર્તાતા દાઝ્યા હોવાના નિશાન પણ જોવા મળ્યા છે. ગણોશોત્સવની રંગેચંગે ઉજવણી કરવાની તૈયારીઓમાં વડોદરા જિલ્લામાં યુવકનું મોત થયાનો આ વર્ષનો પહેલો કિસ્સો માનવામાં આવી રહ્યો છે.

કામકાજ કરતા 15 જેટલા યુવકોને કરંટ લાગ્યો

હવે ગણોશોત્સવને માત્ર જુજ સમય બાકી છે. ત્યારે ગણેશજીના પંડાલનું ડેકોરેશન સહિતની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ત્યારે વડોદરા જિલ્લાના પાદરાના ડબકા ગામે એક શોકના સમાચાર સામે આવી રહ્યા છે. ડબકા ગામે રાત્રે યુવકો દ્વારા ગણેશજીના પંડાલનું કામકાજ કરી રહ્યા હતા. તેવામાં પંડાલનું બિમ (પાયો) 11 કેવીની ભારે વિજ લાઇનને અડી જતા તેમાં કરંટ ઉતર્યો હતો. જેથી કામકાજ કરતા 15 જેટલા યુવકોને કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં એક યુવક પર વધારે અસર વર્તાઇ હતી. અને યુવક ત્યાં જ ઢળી પડ્યો હતો. સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. યુવકને સારવાર મળી રહે તે માટે રેફરલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પરંતુ મોડું થઇ ગયું હતું.

સચીન ઉર્ફે બકાભાઇનું ઘટના સ્થળે જ મોત

પરિચીતે જણાવ્યું કે, ગઇ કાલે રાત્રે 11 – 30 કલાકે, ગણેશ પંડાલના યુવકો દ્વારા કામગીરી કરવામાં આવી હતી. તે સમયે પંડાલનું બિમ 11 કેવીના વિજ વાયર સાથે અડી જતા 15 થી વધુ યુવાનોને કરંટ લાગ્યો હતો. જેમાં એક યુવક સચીન ઉર્ફે બકાભાઇનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ડબકા તાલુકાની આ દુખદ ઘટના છે.

આ પણ વાંચો — VADODARA : હોટલમાં પરિણીતાની છેડતી, બાદમાં પતિ-દિયરને ધમકી

Whatsapp share
facebook twitter