+

VADODARA : માનીતા કોન્ટ્રાક્ટર માટે ટેન્ડર “કોપી-પેસ્ટ” કરાતા વિવાદ

VADODARA : વડોદરા પાલિકા (VADODARA – VMC) માં કેટલાયના માનીતા શોભનમ ડેકોરેટર્સને કોન્ટ્રાક્ટ અથવા એક્સટેન્શન મળે તે માટે સુનિયોજીત રીતે વર્ષ 2024 નું ટેન્ડર કોપી પેસ્ટ કરીને મુકવામાં આવ્યું છે.…

VADODARA : વડોદરા પાલિકા (VADODARA – VMC) માં કેટલાયના માનીતા શોભનમ ડેકોરેટર્સને કોન્ટ્રાક્ટ અથવા એક્સટેન્શન મળે તે માટે સુનિયોજીત રીતે વર્ષ 2024 નું ટેન્ડર કોપી પેસ્ટ કરીને મુકવામાં આવ્યું છે. જેમાં કોઇ પણ માહિતીમાં સુધારો-વધારો કરવામાં આવ્યો નથી. જેથી તેને જ કોન્ટ્રાક્ટ મળે તેવો કારસો રચવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. દરમિયાન પાલિકાની લોબીમાં કોપી-પેસ્ટ કોન્ટ્રાક્ટર માટે તંત્ર દ્વારા કરવામાં આવેલી સવલતો હવે ચર્ચાનો વિષય બન્યું છે.

નવો કોન્ટ્રાક્ટ આપવાની સુચના આપી હતી

સમગ્ર મામલે વડોદરા મહાનગર પાલિકા દ્વારા સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ફરાસખાનાનો રૂ. 1 કરોડની મર્યાદામાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જે વર્ષ 2022 થી ટેન્ડર વગર એક્સટેન્શન કરીને ચલાવવામાં આવી રહ્યો છે. આ વાતનો સ્થાયીની બેઠકમાં વિરોધ થતા નવો કોન્ટ્રાક્ટ આપવાની સુચના આપી હતી. તેની સામે 7 ઓક્ટોબરના રોજ ટેન્ડર ઓનલાઇન મુકવામાં આવ્યું હતું. જે વર્ષ 2022 ના જ ટેન્ડરની ફાઇલને કોપી-પેસ્ટ કરીને મુકી દેવામાં આવ્યું હોવાનું સપાટી પર આવતા વિવિદ થયો હતો. જો કે, તેને બદલવાની હિલચાલ થઇ હોવાનું સુત્રોનું ઉમેરવું છે.

તેના પૈસા કે મુદત વધારવાની સત્તા નથી

પાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંતભાઇ ભથ્થુએ મીડિયાને જણાવ્યું કે, શોભનમ ડેકોરેટર્સ જે છે, તેના પહેલા પણ તે જ હતો. આ ફક્ત કોઇનો સગો છે, કોઇનો ઓળખીતો છે, અથવા કંઇકને કંઇક આપતો હશે, તો જ તેનું કામ ચાલ્યા કરે છે. આખીય ટેન્ડરની પ્રક્રિયા ખોટી છે. એક વખત ટેન્ડર નિકળ્યા બાદ જો તેની સમયમર્યાદા પૂર્ણ થતી હોય, બજેટના પૈસા પૂર્ણ થતા હોય, તો સ્ટેન્ડિંગ કમિટી કે સમગ્ર સભાને પણ તેના પૈસા કે મુદત વધારવાની સત્તા નથી. તો આ કોની મહેરબાનીથી સ્ટેન્ડિંગ કમિટીમાં વધાર્યા કરે છે.

લોકપાલમાં અરજી કરવી જોઇએ

વધુમાં જણાવ્યું કે, કયો તમારો સગો છે, અને કયો તમારો વ્હાલો છે, ખરેખર આ ટેન્ડરની ઇન્કવાયરી થવી જોઇએ, અને તેને બ્લેક લિસ્ટ કરવો જોઇએ. સત્તા પર બેઠેલા લોકો આવું ખોટા કામો કરતા હોય તો તેમની સામે લોકપાલમાં અરજી કરવી જોઇએ તેવું હું સ્પષ્ટ પણે માનું છું.

આ પણ વાંચો — VADODARA : ચોરીની અફવાહ બેકરી સંચાલક માટે હકીકત બની

Whatsapp share
facebook twitter