VADODARA : વડોદરા પાલિકા (VMC – VADODARA) દ્વારા લોકોની સુખાકારી માટે સમયાંતરે અને વારે-તહેવારે ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવે છે. દરમિયાન જો કોઇ વસ્તુ શંકાસ્પદ જણાય તો તેના નમુના લઇને લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપવામાં આવે છે. તાજેતરમાં ગણેશોત્સવ (GANESHOTSAV – 2024) અને નવરાત્રી (NAVRATRI – 2024) સમયે પાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી બ્રાન્ડેડ તેલ, કોકો પાવડર, મેંદા, બુંદી, પાલક સેવ અને જ્યુસનું વેચાણ કરતી પેઢીઓ, હોલસેલ-રીટેઇલ શોપ, રેસ્ટોરેન્ટ તથા અન્યત્રે ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી હતી.
1 નમુનો અનસેફ અને 17 નમુનાઓ સબસ્ટાન્ડર્ડ મળી આવ્યા
આ કામગીરી દરમિયાન શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમુના તપાસ અર્થે પાલિકાની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જેના પરિણામો દિવાળી પહેલા સામે આવ્યા છે. પાલિકા દ્વારા જારી કરવામાં આવેલી યાદી અનુસાર, 18 નમુનાઓ નાપાસ થયા છે. તે પૈકી 1 નમુનો અનસેફ મળી આવ્યો છે. જ્યારે 17 નમુનાઓ સબસ્ટાન્ડર્ડ મળી આવ્યા છે. પાલિકાની ટીમો દ્વારા શહેરના સયાજીગંજ, પ્રતાપનગર, ફતેગંજ, પાણીગેટ, રાજમહેલ રોડ, માણેજા, નિઝામપુરા, સમા-સાવલી રોડ, ઓ.પી. રોડ, માંજલપુર, વાઘોડિયા રોડ, ગોત્રી રોડ, વડસર, વગેરે વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પાલિકા દ્વારા જારી કરવામાં આવેલી યાદી નીચે મુજબ છે.
આ પણ વાંચો — Mehsanaના Unjhaમાં જીરું અને વરિયાળીનો શંકાસ્પદ જથ્થો જપ્ત