VADODARA : વડોદરા (VADODARA) માં ચોમાસા પહેલા પાલિકા દ્વારા અધિકારીઓ પ્રિ-મોન્સુન કામગીરી કરવા બદલ ચાર મોઢે પોતોના વખાણ કરવામાં આવતા હતા. જો કે, શહેરમાં ઐતિસાહીક પૂર આવતા જ તમામ દાવાઓ પાણીમાં વહી ગયા હતા. અને લોકો ક્યારે ના જોયું હોય તેવી સ્થિતીના સાક્ષી બન્યા હતા. પૂરના પાણી ઓસરી ગયા બાદ શહેરના વહીવટી વોર્ડ નં – 13 માં રહેતા રહીશો ડ્રેનેજ ઉભરાઇ જવાની સમસ્યાથી ત્રસ્ત હતા. ત્યારે આ અંગે ફરિયાદ કરવામાં આવ્યા બાદ પણ કોઇ મદદે ન આવતા જાતે જ સ્થાનિકો કામે લાગ્યા હતા. વિસ્તારમાં વરસાદી ચેનલનું ઢાંકણું ખોલતા જ જેમાં મોટી માત્રામાં ડામર ભરાયેલો હોવાનું ધ્યાને આવ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર, કામગીરી દરમિયાન એક ટેમ્પો જેટલો ડામર બહાર કાઢવામાં આવ્યો છે.
કોઈ મદદ આવી ન્હતી
પૂરના પાણી ઓસર્યા બાદ હવે અનેક વિસ્તારોની વિવિધ સમસ્યાઓ પાલિકા સુધી પહોંચી રહી છે. વડોદરાના વહીવટી વોર્ડ નં 13 ના સ્થાનિકો એ પોતાના ઘરોની ડ્રેનેજ ઉભરાતા પાલિકામાં અનેકવાર ફરિયાદ કરી હતી. રહીશોએ ઓનલાઇન અને લેખિતમાં પણ ઘણી વાર ફરિયાદ કરવા છતાં કોઈ મદદ આવી ન્હતી. જેથી સ્થાનિકોએ કંટાળીને જાતે તપાસ કરતા વરસાદી ચેનલનું ઢાંકણું ચોકપ જોવા મળતા, તેમાં રોડ બનાવવાનો ડામર જોવા મળ્યો હતો.
આશરે એક ટેમ્પો ભરાય એટલો ડામર ડ્રેનેજ માં નાખી દેવાયો
સ્થાનિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, આ ડામર એટલા પ્રમાણમાં હતો કે તેનાથી આખો રોડ બની જાય. સ્થાનિકો ત્યાર બાદ પણ પાલિકામાં અનેકવાર રજૂઆતો કરી છતાં કોઈ અધિકારી ના આવતા જાતે ડ્રેનેજ સ્વ ખર્ચે સાફ કરવાનું શરું કરવી દીધું. મજૂર બોલાવી વરસાદી ચેનલ માંથી સફાઈ કરવા માટે મજૂરે ઢાંકણું ખોલતા ખબર પડી કે રોડ બનાવવાનો આશરે એક ટેમ્પો ભરાય એટલો ડામર તેમાં નાખી દેવામાં આવ્યો હોવાનું ધ્યાને આવ્યું છે. સ્થાનિકોએ જણાવ્યું કે, પ્રિ-મોન્સુન ની કામગીરી અર્થે લેવાયેલો ડામર આમાં નાખી દેવામાં આવ્યો હોવાની શંકા છે. જેના કારણે વરસાદી પાણી ભરાયાં અને ઘરો ની ડ્રેનેજ પણ ઉભરાતી હતી. પાલિકા તરફથી કોઈ મદદ ના મળતા આજે અમે ખર્ચ કરી આ કામ કરાવીએ છીએ.
આ પણ વાંચો — VADODARA : પૂરથી બચવાનો જુનો પ્લાન સપાટી પર આવ્યો, જાણો કયા ઉપાયો સૂચવ્યા