VADODARA : વડોદરા (VADODARA) માં પાલિકાની વિવિધ શાખામાં કરાર આધારિક કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે આજે વધુ એક વખત મોરચો પાલિકાની કચેરીએ પહોંચ્યો હતો. આજે બપોરે પાલિકા કમિશનર તેમના ઘરે આવવા નિકળ્યા ત્યારે મોરચાના સભ્યો તેમની ગાડીની આડે આવી ગયા હતા. જેને પગલે મ્યુનિસિપલ કમિશનર જાતે જ ચાલકા ઘરે આવવા નિકળ્યા હતા. ઘટનાને પગલે રોડ પર હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ત્રણ વખત મ્યુનિસિપલ કમિશનરને તેમની ગાડીમાં બેસતા અટકાવાયા હતા. આખરે સમગ્ર મામલે પોલીસે દરમિયાનગીરી કરતા મ્યુનિસિપલ કમિશનર ગાડીમાં બેસીને નિયત સ્થળે જવા રવાના થયા હતા.
તેમને ખોટુ માર્ગદર્શન આપીને મોરચો લાવ્યા છે
સમગ્ર મામલે પદયાત્રા દરમિયાન વડોદરા પાલિકાના કમિશનર દિલીપ રાણાએ કહ્યું કે, 3 કિમી ચાલ્યા બાદ પણ 3 વખત ગાડીમાં બેસવાનો પ્રયત્ન કર્યો હતો. આ લોકો ગાડીમાં બેસવા દેતા નથી. આગળ સુઇ જઇવાનો પ્રયાસ કરે છે. તેઓ કાયદો હાથમાં લઇ રહ્યા છે. લોકોને ટ્રાફીકમાં અડચણ થાય છે. અધિકારીઓ અમારા કામ કરી શકતા નથી. હું તેમને ફરી એક વખત વિનંતી કરું છું કે આવું ના કરો. આ એક પ્રેશર ટેક્નિક છે. 11 મહિનાના કરાર આધારિત કર્મચારીઓને કેવી રીતે કાયમી કરી દેવા ! તેમને ખોટુ માર્ગદર્શન આપીને મોરચો લાવ્યા છે. એક મહિનામાં આ પાંચમો મોરચો છે. ગાડીમાં બેસવા દેતા નથી, બેઠા હોય તો ઉતરવા દેતા નથી. અશ્વિન સોલંકી કાયદો હાથમાં લેવાની વાત કરી રહ્યા છે.
ગાડીમાં પણ બેસી નહીં શકતા તેવી પરિસ્થિતીનું નિર્માણ કરવામાં આવ્યું છે
વધુમાં તેમણે જણાવ્યું કે, કોઇ અહં નથી. અમે નિયમ અનુસાર કામ કરીએ છીએ. પાલિકાના ઇતિહાસમાં પહેલી વખત એક હજાર કર્મચારીઓને કાયમી કરી દેવામાં આવ્યા છે. અમે તેમની ઘણી માંગણીઓ સ્વિકારીએ છીએ. અસંવૈધાનિક માંગણી સ્વિકારમાં નહીં આવે. એક મહિનામાં આ પાંચમો મોરચો છે. એક વખત રજુઆત કરીને તેમણે રાહ જોવી જોઇએ. પૂરની પરિસ્થિતીમાંથી અમે બહાર નિકળ્યા છીએ. અમે તેમાં વ્યસ્ત હતા. ગાડીમાં પણ બેસી નહીં શકતા તેવી પરિસ્થિતીનું નિર્માણ અશ્વિન સોલંકી દ્વારા કરવામાં આવ્યું છે. આ અંગે મુખ્ય સચિવ અને વડોદરાના પ્રભારી મંત્રીને પણ હું રજુઆત કરીશ કે આવી રીતે કામ કરવા દેવામાં આવતા નથી.
આ પણ વાંચો — VADODARA : BJP MLA એ એક જ દિવસમાં વિકાસકાર્યોની “રમઝટ” બોલાવી દીધી