+

Vadodara: વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પર પહોંચી, લોકોમાં ભારે ચિંતા

વડોદરામાં સતત વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા વિશ્વામિત્રી નદીનું લેવલ કાલાઘોડા પાસે 19 ફૂટે પહોંચ્યું વીજળીના કડાકા ભડાકા સાથે પડી રહ્યો છે વરસાદ Vadodara:આજે વહેલી સવારથી જ વડોદરા(Vadodara)માં વરસાદ…
  • વડોદરામાં સતત વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા
  • વિશ્વામિત્રી નદીનું લેવલ કાલાઘોડા પાસે 19 ફૂટે પહોંચ્યું
  • વીજળીના કડાકા ભડાકા સાથે પડી રહ્યો છે વરસાદ

Vadodara:આજે વહેલી સવારથી જ વડોદરા(Vadodara)માં વરસાદ વરસી રહ્યો છે. શહેરને ફરી એક વાર બે કલાકના વરસાદે ઘમરોડયું છે. ત્યારે ચિંતાની વાત છે કે વિશ્વામિત્રી નદી(vishwamitri river)નું લેવલ ભયજનક લેવલથી માત્ર હવે 8 ફૂટ જ દૂર છે અને હાલમાં નદીના જળસ્તરમાં મોટો વધારો થઈ રહ્યો છે.

શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

તમને જણાવી દઈએ કે વિશ્વામિત્રી નદીની (vishwamitri river)સપાટી હાલ 19 ફૂટ પર પહોંચી છે. ત્યારે બીજી તરફ શહેરમાં વરસાદના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે. શહેરમાં સાર્વત્રિક વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. તમને જણાવી દઈએ કે વડોદરાના સુભાનપુરામાં વરસાદી પાણી ભરાયા છે અને અન્ય રાજમાર્ગો પર પણ પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો અટવાઈ પડ્યા છે, ત્યારે ગરબા મેદાનો પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે અને પાણી ભરાતા ગરબા આયોજકોની ચિંતામાં પણ વધારો થયો છે.


અલકાપુરીના ગરનાળામાં પાણી ફરી વળ્યા

વડોદરામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા ગયા છે. ત્યારે શહેરના અલકાપુરીના ગરનાળામાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે અને પાણી ભરાતા અલકાપુરીનું ગરનાળું બંધ કરવામાં આવ્યું છે. ગરનાળું બંધ કરતા વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે, આ સાથે જ શહેરમાં વિવિધ વિસ્તારમાં સિટી બસ સેવાઓ પણ કેન્સલ કરવામાં આવી છે. ત્યારે વરસાદને કારણે શહેરના રસ્તાઓ પર ફરી એક વખત મગરો પણ ફરતા જોઈ શકાય છે અને રહેણાંક વિસ્તારોમાં મગરોએ દેખા દેતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ  વાંચો –VADODARA : દેશના વિકાસ રોલ મોડેલ ગુજરાતમાં MSME કરોડરજજુ સમાન છે : મુખ્યમંત્રી

વાઘોડિયાના માડોધર ગામમાં અજગર દેખાયો

આ સાથે જ વાઘોડિયાના માડોધર ગામમાં અજગર પણ જોવા મળ્યો હતો. ગામની સીમના કુવામાં અજગર દેખાયો હતો અને લોકોએ અજગરને લઈ વનવિભાગને જાણ કરી હતી અને વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને 5.5 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ કર્યું હતું. અજગરનું રેસ્ક્યૂ કરી તેને સલામત સ્થળે છોડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 3 દિવસ વરસાદ વરસવાની હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જે મુજબ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

Whatsapp share
facebook twitter