+

VADODARA : લાવારીસ બેગ મળતા ચકચાર, પોલીસ સાથે વિવિધ સ્કવોર્ડ દોડી આવી

VADODARA : વડોદરા શહેર જિલ્લા (VADODARA CITY – DISTRICT) માં ચોર આવ્યા ચોરની અફવા ભારે ચાલી રહી છે. આ વચ્ચે શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં લાવારીસ બેગ મળી આવી હોવાનું સ્થાનિકોના ધ્યાને…

VADODARA : વડોદરા શહેર જિલ્લા (VADODARA CITY – DISTRICT) માં ચોર આવ્યા ચોરની અફવા ભારે ચાલી રહી છે. આ વચ્ચે શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં લાવારીસ બેગ મળી આવી હોવાનું સ્થાનિકોના ધ્યાને આવતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. તહેવાર ટાણે લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને તાત્કાલિક પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. સાથે જ ડોગ સ્કવોર્ડ પણ પહોંચી હતી. બેગની પ્રાથમિક તપાસ કરતા તેને ખોલવામાં આવી હતી. જો કે, તેમાંથી કંઇ પણ વાંધાજનક મળી આવ્યું ન્હતું. જેને કારણે પોલીસ સહિત સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની ટીમો પણ પહોંચી

વડોદરાના સંવેદનશીલ ગણાતા રાવપુરા વિસ્તારમાં ગતસાંજે લાવારીસ બેગ મળી આવતા સ્થાનિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ રાવપુરા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. સાથે જ બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની ટીમો પણ પહોંચી હતી. બંને સ્કવોર્ડની ટીમો દ્વારા પ્રાથમિક તપાસ કરીને બેગને ખોલવા માટેના પ્રતત્ન કરતા તેમને સફળતા મળી હતી. બેગની અંદર સ્ટેશનરી, સેફ્ટીપીન તથા બેટરી મળી આવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનામાં જ્યાં સુધી તપાસ પૂર્ણ ના થઇ ત્યાં સુધી લોકોના જીવ અદ્ધર રહ્યા હતા. જો કે, કંઇ વાંધાજનક ના મળી આવતા તમાને રાહતનો શ્વાસ લીધો છે.

લેફ્ટનન્ટ કર્નલ રેંકના અધિકારીની બેગ જણાય છે

રાવપુરા પોલીસ મથકના પીઆઇએ જણાવ્યું કે, કંઇ શંકાસ્પદ મળી આવ્યું નથી. કોઇ એક્સપ્લોઝીવ, અથવા ગેરકાયદેસર મટીરીયલ મળી આવ્યું નથી. માત્ર લેફ્ટનન્ટ કર્નલ રેંકના શ્રીવાસ્તવ સાહેબની ડાયરી અને સ્ટેશનરીનો સામાન મળી આવ્યો છે. તેની સાથે સેફ્ટીપીન, બેટરી સેલ મળી આવ્યું છે. બાકી કંઇ શંકાસ્પદ મળી આવ્યું નથી. અમને કોઇ કોન્ટેક્ટ નંબર મળી આવ્યો નથી. અમે તેને શોધી રહ્યા છીએ.

આ પણ વાંચો — VADODARA : “લોરેન્સ બિશ્નોઈ જેવા ગેંગસ્ટરોનો ખાતમો અનિવાર્ય” – રાજ શેખાવત

Whatsapp share
facebook twitter