VADODARA : વડોદરા (VADODARA) ના સયાજીગંજ વિધાનસભાના હાલના ભાજપના ધારાસભ્ય કેયુર રોકડિયા (VADODARA SAYAJIGUNJ VIDHANSABHA BJP MLA KEYUR ROKADIYA) સામે કોંગ્રેસના આગેવાન સંદિપ પટેલ (CONGRESS LEADER SANDIP PATEL) દ્વારા ઝોનફેર કરવા અંગે સનસનીખેજ આરોપો અગાઉ મુકવામાં આવ્યા હતા. જે અંગે કેયુર રોકડિયા દ્વારા કોર્ટમાં દાવો માંડવામાં આવ્યો છે. ધારાસભ્યના વકીલ દ્વારા જણાવાયું કે, સંદિપ પટેલને તેમના આરોપ સામે પુરાવા રજુ કરવા માટેની તક આપવામાં આવી હતી. જેમાં તેઓ પુરાવા રજુ કરવામાં નિષ્ફળ રહેતા હવે તેમની સામે સિવિલ અને ફોજદારી રાહે અમે લડત આપીશું.
અમે તેમની સામે સિવિલ દાવો રૂ. 50 કરોડનો કર્યો છે
સમગ્ર ઘટનાને લઇને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા (VADODARA SAYAJIGUNJ VIDHANSABHA BJP MLA KEYUR ROKADIYA) એ મીડિયાને જણાવ્યું કે, સંદિપ પટેલ નામના વ્યક્તિ દ્વારા કોંગ્રેસના કાર્યાલય પર પ્રેસ કોન્ફરન્સ કરીને મારી પર કેટલાક પ્રકારના જમીનના ઝોન ફેર, પ્લોટીંગ અથવા તો મેયર કાળ દરમિયાન પ્રતિબંધીત ઝોન છુટ્ટી કરાવવાના આરોપો મુક્યા હતા. અમે સંદિપ પટેલને નોટીસ આપી હતી. તેઓ માફી માંગી લે, અથવાતો પુરાવા આપે. તેઓ પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યા છે. તેઓ તેમની વાતને વળગી રહ્યા, તેવો તેમણે રીપ્લાય આપ્યો છે. એટલે આજે અમે તેમની સામે સિવિલ દાવો રૂ. 50 કરોડનો કર્યો છે. સામે કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી છે.
મેયર કે કોર્પોરેટર બનતા પહેલા તે પ્લોટનો દસ્તાવેજ સુદ્ધાં થઇ ગયો
વધુમાં તેમણે મીડિયાને જણાવ્યું કે, સરકારે આરટીઆઇનું બ્રહ્માસ્ત્ર આપ્યું છે. તેના દ્વારા પુરતી માહિતી મેળવવી જોઇએ. તેના આધારે કોઇ કંઇ બોલી શકે છે. પરંતુ તે દેખાડીને કોઇ આરોપ કરવો, વર્ષ 2019 માં પ્લોટ ખરીદ્યા પછી વર્ષ 2020 માં વેચાઇ ગયો. વર્ષ 2021 જાન્યુઆરીમાં મેયર કે કોર્પોરેટર બનતા પહેલા તે પ્લોટનો દસ્તાવેજ સુદ્ધાં થઇ ગયો હતો. તેનો આરોપ મારા પર આજે કરે તે કેટલા અંશે વ્યાજબી છે ?. એટલા માટે તેમને તક આપી, પુરાવા પણ માંગ્યા છે. જે આપવામાં નિષ્ફળ રહેતા, આજે અમે તેમની સામે દાવા દાખલ કર્યા છે. જેટલા રૂપિયાનો મારી પર આરોપ મુક્યો હતો, તેટલાનો તેમની સામે દાવો કરવામાં આવ્યો છે.
પાયાવિહોણા આરોપ મુક્યા હતા
ધારાસભ્યના વિદ્વાન વકીલ હિતેષ ગુપ્તા (KNOWN LAWYER HITESH GUPTA) એ જણાવ્યું કે, 19 / 09 / 2024 ના રોજ કોંગ્રેસ કાર્યાલયમાં આરોપી સંદિપ વિનુભાઇ પટેલ દ્વારા ઇન્ટરવ્યુ આપવામાં આવ્યું હતું. જેમાં તેમણે આરોપ મુક્યો કે કેયુર રોકડીયા મેયર હતા, તે દરમિયાન તેમણે કૌભાંડ કર્યું છે, ઝોનફેર કર્યો છે, રૂ. 50 કરોડનું કૌભાંડ છે, આ પ્રકારના પાયાવિહોણા આરોપ મુક્યા હતા. તેની સામે જ્યારે પુરાવાઓ-દસ્તાવેજોનો અભ્યાસ કર્યો, તો એક વાત સ્પષ્ટ થઇ કે, તમામ આરોપો ખોટા છે. આરોપોમાં ઝોનફેર બાબતની જે વાત હતી, તે સમગ્ર કાળ દરમિયાન તેઓ (કેયુર રોકડીયા) મેયર હતા જ નહીં. પરંતુ જાણે તેઓ મેયર હતા, અને તેમણે કૌભાંડ કર્યું છે, તે પ્રકારનો આખો ઇન્ટરવ્યું હતો.
તકલીફોનો અવસર તરીકે ઉપયોગ કરીને પબ્લીસીટી માટે કારસો રચ્યો
વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રથમ લીગલ નોટીસ સંદિપ પટેલને આપવામાં આવી હતી. તમામ પુરાવાઓનો અભ્યાસ કરીને તેમને તક આપવામાં આવી હતી. પુરની પરિસ્થીતીમાં તકલીફો લોકોને વેઠવી પડી, તેવામાં તકલીફોનો અવસર તરીકે તેમણે ઉપયોગ કરીને પોતાની પબ્લીસીટી માટે કારસો રચ્યો, અને કેયુર રોકડિયા સામે ખોટા આરોપો મુક્યા હતા. તે આરોપો અંગેના પુરાવાઓ આપવા માટે તેમને તક આપવામાં આવી હતી. મિલકની લે-વેચ સમયે કેયુર રોકડિયા મેયર-ધારાસભ્ય ન્હતા. તેમના મેયર બનતા પહેલા તેમણે તે મિલકત વેચી દીધી હતી. જ્યારે આવા સચોટ અને સ્પષ્ટ પુરાવા હતા, ત્યારે લોકોને ભ્રમિત કરવાનો તેમણે પ્રયાસ કર્યો, તેના પુરાવા આપવા અથવા તો માફી માંગવા માટે નોટીસ આપવામાં આવી હતી.
સંદિપ પટેલને નામદાર કોર્ટમાં સજા કરાવીશું તેવો વિશ્વાસ છે.
વધુમાં ઉમેર્યું કે, તેમણે નોટીસનો ઉડાઉ જવાબ આપ્યો હતો. તેમણે ભૂલ સ્વિકારવાના બદલે ઉડાઉ જવાબ આપ્યો હતો. મામલો કોર્ટ સમક્ષ મુક્યા બાદ કોર્ટમાં ફોજદારી ફરિયાદ, નવા કાયદા હેઠળ દાખલ કરવામાં આવી છે. તેમાં આજરોજ વેરીફીકેશનની તમામ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપી સામે નોટીસ ઇશ્યુ કરવાનો આદેશ કર્યો છે. રૂ. 50 કરોડના આરોપો હતા, એટલા માટે સિવિલ રાહે રૂ. 50 કરોડનો દાવો માંડ્યો છે. આવનાર સમયમાં સિવિલ અને ફોજદારી રાહે અમે લડત આપીશું. સંદિપ પટેલ અમને તો કોઇ પુરાવા આપી શક્યા નથી. હવે તે નામદાર કોર્ટના રેકોર્ડ પર તેઓ પોતાના પુરાવા રજુ કરે છે કે કેમ તે જોવું રહ્યું. અમારી પાસે જે કોઇ પુરાવા છે, તેના આધારે સંદિપ પટેલને નામદાર કોર્ટમાં સજા કરાવીશું તેવો અમને વિશ્વાસ છે.
આ પણ વાંચો — VADODARA : સંકલનમાં મુલતવીના સુચન બાદ રોડ-રસ્તાના કામો સ્ટેન્ડિંગમાં મંજુર