+

VADODARA : BJP MLA એ એક જ દિવસમાં વિકાસકાર્યોની “રમઝટ” બોલાવી દીધી

VADODARA : વડોદરા (VADODARA) ના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા (SAYAJIGUNJ SEAT, BJP MLA – KEYUR ROKADIYA) એ નવરાત્રીમાં એક જ દિવસમાં રૂ. 8 કરોડના વિકાસકાર્યોની રમઝટ બોલાવી દીધી હોવાનું…

VADODARA : વડોદરા (VADODARA) ના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા (SAYAJIGUNJ SEAT, BJP MLA – KEYUR ROKADIYA) એ નવરાત્રીમાં એક જ દિવસમાં રૂ. 8 કરોડના વિકાસકાર્યોની રમઝટ બોલાવી દીધી હોવાનું સામે આવ્યું છે. પાલિકા દ્વારા પશ્ચિમ વિસ્તારમાં લોકઉપયોગી રોડ અને પેવર બ્લોકના કામો માટે રૂ. 8 કરોડનો ઇજારો આપવામાં આવ્યો છે. તે ઇજારા સામે ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા 75 સોસાયટીઓ સાથેનું લિસ્ટ તંત્રને સોંપ્યું છે. અને ઇજારામાં વધારો કરવામાં આવે તેવી માંગ પણ કરી છે. આ જોઇને અન્ય ધારાસભ્યો પણ લોકોના વિકાસના કામોમાં ત્વરિતતા દર્શાવે તેવી આશા સેવાઇ રહી છે.

આશરે 75 જેટલી સોસાયટીની નાગરિકો દ્વારા અમને અરજી મળી હતી

સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું કે, આરસીસીના રોડ, સરકારની મહત્વકાંક્ષી યોજના હતી. 80 – 20 માં આરસીસી, પેવર બ્લોક દરેક સોસાયટીમાં નંખાય, લોકોને સ્વચ્છ રસ્તા મળે, સ્વચ્છતાનું ધોરણ જળવાય, તે માટે આ સ્કિમ સફળત રહી છે. છેલ્લા કેટલાય સમયથી આ રીતે રોડ બની રહ્યા છે. આજે પણ લોકમાંગ અનુસાર આ રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. અઠવાડિયા પહેલા પાલિકા દ્વારા પશ્ચિમ ઝોનમાં રૂ. 8 કરોડનો ઇજારો મંજુર કરવામાં આવ્યો છે. ગત વર્ષે રૂ. 6 કરોડનો ઇજારો હતો. જેમાં રૂ. 2 કરોડનો ઇજારો વધુનો કર્યો હતો. પશ્ચિમ ઝોનમાં 8, 9, 10, 11, અને 12 નંબરનો વોર્ડ આવે છે. જે રીતે મારી ઓફીસ ખાતે લોકો આવે છે, આશરે 75 જેટલી સોસાયટીની નાગરિકો દ્વારા અમને અરજી મળી હતી. અરજીના આધારે ગણતરી કરીને અઠવાડિયા પહેલા જે ઇજારો મળ્યો હતો. તે માત્ર વોર્ડ 8, 9 અને 11 ના 30 ટકા ભાગ એટલેકે પશ્ચિમ ઝોનની 40 ટકા સોસાયટીઓ પૈકી જ રૂ. 8 કરોડનો ઇજારો વાપર્યો છે.

અકોટા વિસ્તારમાં પશ્ચિમ ઝોનની ઘણીબધી સોસાયટીઓ આવેલી છે

વધુમાં ઉમેર્યું કે, પાલિકા કમિશનર, ચેરમેન તથા અન્યને હું મળવા આવ્યો છું. જે ઇજારો વર્ષમાં પાલિકાએ વાપરવાનો હતો. જે આજે અમને રૂ. 8 કરોડના લોકસુવિધાો કામો એક જ દિવસમાં આમે આવ્યો છે. 74 જેટલી સોસાયટીઓમાં રૂ. 8. 83 કરોડના કામો લખીને આપ્યા છે. હજી સોસાયટીઓમાં સરવે ચાલુ છે. તેમાં સર્વે બાદ એસ્ટીમેટ બનશે, જેનો ઉમેરો થશે. અકોટા વિસ્તારમાં પશ્ચિમ ઝોનની ઘણીબધી સોસાયટીઓ આવેલી છે, તેમાં વોર્ડ – 10, 11, 12 માં પણ ઘણી સોસાયટીઓ તેમાં ભાગ લેશે. આ ઇજારો રૂ. 8 કરોડનો કર્યો તે અપુરતુ દેખાય છે. રૂ. 8 કરોડના કામો તો અમે એક જ દિવસમાં લખીને આપ્યા છે. ઇજારામાં વધારો કરવામાં આવે, અથવા તો નવેસરથી કરવામાં આવે. જો તેમ થાય તો વધુ સોસાયટીઓને પણ તેનો લાભ મળશે. તે માટે આજે મુલાકાત કરી છે.

ખુબ ઝડપથી આરસીસી રોડ બને તેવા પ્રયાસો છે

વધુમાં તેમણે જણાવ્યું કે, રૂ. 8 કરોડના કુલ ઇજારામાંથી 70 ટકા સરકાર, 10 ટકા પાલિકા અને 20 ટકા લોકોએ કાઢવાના હોય છે. તે પૈકી 10 ટકા રકમ ધારાસભ્ય અને કોર્પોરેટર તેમના ક્વોટામાંથી વપરાય છે. રૂ. 8 કરોડના ઇજારામાં ધારાસભ્ય અને કોર્પોરેશનનો ક્વોટા વપરાવવાનો છે. અમારા સંપર્કમાં જેઓ છે. તે તમામને ખુબ ઝડપથી આરસીસી રોડ બને તેવા પ્રયાસો છે.

75 સોસાયટીઓનું લિસ્ટીંગ આપ્યું છે

આખરમાં જણાવ્યું કે, જે રીતે ભાજપના કોર્પોરેટરો અને ધારાસભ્યોની વચ્ચે રહેલા છે. તેઓ તેમના કામો લઇને અમારી પાસે આવતા હોય છે. આ તે વાતનું ઉત્તમ ઉદાહરણ છે, આજે આખા ઝોનનો ઇજારો મંજુર થયાના એક સપ્તાહમાં જ એક વર્ષમાં વાપરવાના ઇજારાનું કામ લેખિતમાં પાલિકાને આપ્યા છે. 75 સોસાયટીઓનું લિસ્ટીંગ આપ્યું છે. આ કામ અંગે રાજ્ય સરકારમાંથી મળે તેવા પ્રયાસો છે. જેને તંત્ર પર કટાક્ષ કરવું હોય તે કરી શકે છે. અમારૂ કામ બોલે છે.

આ પણ વાંચો — VADODARA : “ગેંગ રેપના આરોપીઓને ફાંસી આપો”, BJP MLA એ મુકી માંગ

Whatsapp share
facebook twitter