VADODARA : 28, ઓક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA MODI) વડોદરાની મુલાકાતે (VADODARA VISIT) આવનાર છે. તે દિવસે તેઓ ટાટા એડવાન્સ સિસ્ટમ એરક્રાફ્ટના એસેમ્બલી પ્લાન્ટનું ઉદ્ધાટન કરવાની સાથે અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે. આ તકે સ્પેનના વડાપ્રધાન પણ તેમની સાથે હાજર રહેશે, તેમ જાણવા મળી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી તેમના કાર્યકાળ દરમિયાન વડોદરાના રાજવી પરિવારના વૈભવી લક્ષ્મીવિલાસ પેલેસના (VADODARA ROYAL FAMILY – LAXMIVILAS PALACE) મહેનાન બન્યા હતા. ત્યાર બાદ 39 વર્ષે હવે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA MODI) પેલેસના મહેમાન બનશે. અને ખાસ ડેલીગેટ્સ સાથે તેઓ ભોજન લેશે. તેમની મુલાકાતને લઇને તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.
સ્પેનના વડાપ્રધઆન પેડ્રો સંચેઝ પણ હાજર રહેશે
બે વર્ષ પહેલા શહેરના હરણી વિસ્તારમાં ડિફેન્સ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સી – 295 બનાવવા માટેના પ્લાન્ટનું ખાતમૂહુર્ત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કર્યું હતું. જેનું નિર્માણ કાર્ય પૂર્ણ થઇ ગયું છે. 28, ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેના ઉદ્ધાટન પ્રસંગે વડોદરા આવી રહ્યા છે. ત્યારે તેમની સાથે સ્પેનના વડાપ્રધઆન પેડ્રો સંચેઝ પણ હાજર રહેશે, તેવું સુત્રો જણાવી રહ્યા છે. ઉદ્ઘાટન બાદ બંને દેશોના વડાપ્રધાન વડોદરાના રાજવી પરિવારના વૈભવી લક્ષ્મીવિલાસ પેલેસની મુલાકાત લેશે. અને પેલેસના દરબાર હોલમાં શાહી ભોજન લેશે. આ મુલાકાત દરમિયાન ભારત અને સ્પેન વચ્ચે ઐતિહાસીક કરાર પણ થવાના હોવાનું જાણવા મળી રહ્યું છે.
પેલેસ તરફ જતા રોડની હાલ કાયાપલટ કરવામાં આવી રહી છે
39 વર્ષ પહેલા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસની મુલાકાતે આવ્યા હતા. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વડોદરાના રાજવી પરિવારના લક્ષ્મીવિલાસ પેલેસની મુલાકાત લેનાર છે. તેમની સાથે સ્પેનના વડાપ્રધાન પણ જોડાશે. વડાપ્રધાનની મુલાકાતને પગલે પેલેસ તરફ જતા રોડની હાલ કાયાપલટ કરવામાં આવી રહી છે. રોડ, રસ્તા, ડિવાઇડર, ટ્રી ટ્રીમીંગ, બ્યુટીફીકેશન, રંગરોગાન સહિતના કામો યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો — Vadodara: 125 વર્ષ પહેલાનો ગાયકવાડી શાસનનો વિચાર! ન્યાયની દેવીના આંખે પાટા નહોતા રાખ્યાં