+

VADODARA : PM મોદીની મુલાકાતને પગલે શહેરની સુંદરતા નીખારવા દિવસ-રાત એક કરતું તંત્ર

VADODARA : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) 28, ઓક્ટોબરના રોજ વડોદરા (VADODARA VISIT) ની મુલાકાતે આવનાર છે. તેમની મુલાકાતને પગલે તેમના આગમન રૂટ પર ની સુંદરતાને ચાર ચાંદ…

VADODARA : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) 28, ઓક્ટોબરના રોજ વડોદરા (VADODARA VISIT) ની મુલાકાતે આવનાર છે. તેમની મુલાકાતને પગલે તેમના આગમન રૂટ પર ની સુંદરતાને ચાર ચાંદ લગાડવા માટે પાલિકા તંત્ર દ્વારા દિવસ-રાત મહેનત કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી ટાટા એરબસ ઉત્પાદનના પ્લાન્ટનું (TATA AIRBUS PLANT – VADODARA) ઉદ્ધાટન કરવા માટે આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જેને પગલે શહેરમાં સ્વસ્છતા અને સુંદરતા નીખારવા માટે પાલિકાનું તંત્ર વધુ ધ્યાન આપી રહ્યું છે.

આર્મી માટે ઉપયોગમાં લેવાતા એરબસનું ઉત્પાદન વડોદરામાં થશે

દિવાળી પહેલા વડોદરામાં વ્યાપક સ્વચ્છતા અને સુંદરતાની ઝુંબેશ પાલિકા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આગમન પહેલા તમામ કામગીરી આટોપી લેવાની પાલિકાની તૈયારીઓ છે. દરમિયાન 28, ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ટાટા એરબસના પ્લાન્ટનું ઉદ્ધાટન કરવા માટે વડોદરા આવી રહ્યા છે. આર્મી માટે ઉપયોગમાં લેવાતા એરબસનું ઉત્પાદન વડોદરામાં થશે. હરણી રોડ પર આવેલા કેમ્પસમાં આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

કામગીરીનું મ્યુનિસિપલ કમિશન, સ્ટેન્ડિંગ ચેરમેન તથા અન્ય દ્વારા સતત નિરીક્ષણ

બે વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આ પ્લાન્ટનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. તે પ્લાન્ટનું નિર્માણકાર્ય પૂર્ણ થયા બાદ તેનું ઉદ્ઘાટન કરવા માટે તેઓ ખુદ શહેરના મહેમાન બનશે. જેને લઇને પાલિકા તંત્ર દ્વારા શહેરભરમાં અને ખાસ કરીને વડાપ્રધાનના આગમન રૂટ પર સ્વચ્છતા, રંગરોગાન, રોશની, દિવાલ પર ચિત્રકામ વગેરેનું કાર્ય યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે. સાથે જ આ કામગીરીનું મ્યુનિસિપલ કમિશન, સ્ટેન્ડિંગ ચેરમેન તથા અન્ય પદાધિકારીઓ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

વિશ્વામિત્રી નદી માટે મોટી જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા

વડોદરામાં ઐતિહાસીક પૂરની પરિસ્થીતી બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રથમ વખત શહેરની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેમના દ્વારા વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER) માટે કોઇ મોટા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવે તેવી પણ શક્યતા સેવાઇ રહી છે. વડોદરાવાસીઓ માટે વિશ્વામિત્રી નદી રીડેવલોપમેન્ટનો પ્રોજેક્ટ અનેક રીતે મહત્વનો છે. અને તે મામલે કોઇ મોટી જાહેરાત થાય છે કે નહીં તેની પર વડોદરાવાસીઓની નજર રહેશે.

આ પણ વાંચો — VADODARA : ગણેશોત્સવ અને નવરાત્રી સમયે મેળવેલા ખાદ્યપદાર્થોના સેમ્પલનો ચોંકાવનારો રિપોર્ટ

Whatsapp share
facebook twitter