VADODARA : વડોદરા (VADODARA) પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (NAGAR PRATHMIK SIKSHAN SAMITI – VADODARA) ની શાળાઓમાં આવતી કાલથી પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. ત્યારે ગત વર્ષની જેમ પ્રશ્નપત્રોની (SCHOOL EXAM PAPER) અદલા-બદલી ના થઇ જાય તે માટે સમિતિ દ્વારા માઇક્રો મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. સમિતિ દ્વારા શાળાઓ સુધી પ્રશ્નપત્રો પહોંચાડવાની સુવિધાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. આ સાથે જ પ્રક્રિયાની ગોપનીયતા જળવાય તે માટે ટેન્ડરીંગ કરીને પ્રશ્નપત્રો છપાવવામાં આવ્યા છે. આમ, ગત વર્ષની ઘટના પરથી સમિતિએ જરૂરી બોધપાઠ લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.
સમિતિ દ્વારા ટેન્ડરીંગ કરીને પ્રશ્નપત્રો છપાવવામાં આવ્યા છે
વડોદરા પાલિકા દ્વારા સંચાલિત શિક્ષણ સમિતિની શાળાઓમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણે છે. ગત વર્ષે સમિતિની કેટલીક શાળાઓમાં પરીક્ષા ટાણે પ્રશ્નપત્રો બદલાઇ જવાના કારણે ભારે ગડબડ સર્જાઇ હતી. તે પરથી બોધપાઠ લઇને આ વખતે સમિતિ દ્વારા નવતર પ્રયોગના ભાગરૂપે માઇક્રો મેનેજમેન્ટ હાથ ધરવામાં આવ્યું છે. સમિતિ દ્વારા ટેન્ડરીંગ કરીને પ્રશ્નપત્રો છપાવવામાં આવ્યા છે. સાથે જ પ્રશ્નપત્રોને પરીક્ષા પહેલા સ્ટ્રોંગ રૂમમાં કેદ કરવામાં આવ્યા છે. આ સ્ટ્રોંગ રૂમની બહાર પોલીસનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. સમિતિના પ્રયાસોની સૌ કોઇ સરાહના કરી રહ્યું છે.
અમે વિદ્યાર્થીઓની પરીક્ષા અને તેના મેનેજમેન્ટને ગંભીરતાથી લઇએ છીએ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, નિશીત દેસાઇએ જણાવ્યું કે, સ્ટ્રોંગ રૂમમાં ડોક્યુમેન્ટ નિકળતા હોય છે. દર વખતે પોલીસ પહેરો રાખવામાં આવ્યો છે. આ વખતે માઇક્રોમેનેજમેન્ટનો અભિગમ કર્યો છે. શાળાના શિક્ષકોએ પેપર લેવા ના આવવું પડે, અને તેમના સુધી સીધા જ પેપર પહોંચી જશે. જેને લઇને શિક્ષકો અને બાળકોને કોઇ તકલીફ ના પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આવતી કાલથી શરૂ થતી પરીક્ષાઓ માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગત વર્ષે પરીક્ષાના પેપરની અદલા-બદલી થઇ જતા છેલ્લી ઘડીએ ભારે દોડધામ મચી જવા પામી હતી. બાદમાં જે તે સ્થળે પેપર પહોંચાડવામાં આવ્યા હતા. અમે વિદ્યાર્થીઓની પરીક્ષા અને તેના મેનેજમેન્ટને ગંભીરતાથી લઇએ છીએ.
આ પણ વાંચો — VADODARA : ગણેશોત્સવ અને નવરાત્રી સમયે મેળવેલા ખાદ્યપદાર્થોના સેમ્પલનો ચોંકાવનારો રિપોર્ટ