VADODARA : વડોદરા (VADODARA) માં ગત મહિને આવેલા પૂરની ભયંકર યાદો પૂર્વ વિસ્તારમાં મેયરના જ વોર્ડમાં તાજી થઇ રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વોર્ડ નં – 4 માં હાઇવેના પાણી પ્રવેશવાનું શરૂ થઇ ગયું હોવાનું સ્થાનિક કોર્પોરેટર અજિત દધિચે તેમને ફેસબુક લાઇવમાં જણાવ્યું છે. સાથે જ તેમણે હાઇવેનું પાણી પ્રવેશતું અટકાવવા માટે અનેક લેખિત, મૌખિત તથા પાલિકાની સભામાં કરેલી રજુઆતોનું કંઇ ન થયું હોવાનો બળાપો પણ કાઢ્યો છે. સાથે જ તેમણે ચિમકી પણ આપી છે કે, આ પરિસ્થિતીમાં નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતી સર્જાવવા અંગેની ચિમકી પણ તેમણે ઉચ્ચારી છે. તેમણે કમિશનર પર આરોપ મુકાત જણાવ્યું કે, તેઓ માત્ર એક્સચેન્જ મોકલું છું જણાવીને સંતોષ માણી રહ્યા છે. પાલિકામાં ભાજપની બહુમત સાથે સત્તા હોવા છતાં તેમના જ કોર્પોરેટરોએ ફેસબુક લાઇવ કરીને સમસ્યા ઉજાગર કરવી પડે છે.
પાણી આવીને ગયા પછી ઝોનના અધિકારીઓ ધ્યાન આપતા નથી
ભાજપના કોર્પોરેટર અજિત દધીચે ફેસબુક લાઇવમાં જણાવ્યું કે, હું તમને હાઇવેની પેલી સાઇડ બતાવું છું, જ્યાંથી પાણી વોર્ડમાં પ્રવેશે છે. આ બધુ ઉપરવાસનું પાણી વોર્ડમાં પ્રવેશે, અને પૂરની પરિસ્થિતી સર્જાય છે. કમિશનરશ્રીના બંગ્લાની પાછળ પાણી આવે ત્યારે તેઓ સર્વે કરવા માટે નિકળે છે. આ પરિસ્થિતી થયા છતાં અમે કેટલું વિચાર કરીને તેમને સમસ્યાની સમાધાન માટેની પ્રક્રિયા બતાવીએ છીએ. પણ ડીપીઆર બને છે, અધિકારીઓને કહીએ, સભામાં હું બોલ્યો હતો કે, ઝોનના અધિકારીઓને એક્ટીવ કરો. પાણી આવીને ગયા પછી ઝોનના અધિકારીઓ ધ્યાન આપતા નથી. જેથી આ પરિસ્થિતીનું નિર્માણ થયું છે. અધિકારીઓ બધા ઉંઘતા હતા, જ્યારે મેં વાત કરી, મોન્સુનની કામગીરી 2 – 3 મહિના કરવામાં આવે છે, તેની જગ્યાએ 365 દિવસ કામગીરી કરવી જોઇએ. કારણકે ટેન્ડરમાં તે જ કન્ડિશન હોય છે, કે તમારે વરસાદી કાંસની સાફસફાઇ કરતા રહેવું, પણ છેલ્લા બે મહિના કામ કરાવડાવે, અને તે પણ કારણ છે, સૌથી મોટું કારણ, 80 ટકા કારણ છે કે હાઇવેનું પાણી પ્રવેશે છે.
ભાંડવાડાની જે વરસાદી કાંસ છે, તેનું પટ જોઇને નિયમાનુસાર સર્વે કરવામાં આવે
વધુમાં તેમણે કહ્યું કે, આ હાઇવેનું પાણી આવે છે. દર વખતે સભામાં પણ કહીએ છીએ, અને કમિશનરશ્રીનું ધ્યાન દોર્યું છે. હવે હાઇવેના પાણીના કારણે વોર્ડમાં પાણી ભરાઇ જાય તેવી પરિસ્થિતી સર્જાઇ છે. કમિશનરને કહીએ છીએ તો કહે છે મોકલું છું. આ વિસ્તારમાં દર વખતે પાણી આવે છે, ધ્યાન દોરીએ છીએ. વિશ્વામિત્રી સિવાય પણ હાઇવે ના પાણીથી હેરાન થઇએ છીએ. અમારા વિસ્તારની વરસાદી કાંસો પર દબાણ થઇ ગયા છે. ભાંડવાડાની જે વરસાદી કાંસ છે, તેનું પટ જોઇને નિયમાનુસાર સર્વે કરવામાં આવે, ભાંડવાડાથી જે પટ છે તે સંજયનગર સુધી આવે છે. તેમાં જે કન્સ્ટ્રક્શન થયું છે, તેમાં માટી પુરાણ થઇ ગયું છે. સંજયનગરના ટેન્ડરમાં વરસાદી કાંસ બતાવી છે, પરંતુ તેનુ માપ નથી બતાવ્યું. હાઇવેના પાણીને લઇને અમે પરેશાન થઇએ છીએ.
ભાંડવાડાની જે વરસાદી કાંસ છે, તેનું પટ જોઇને નિયમાનુસાર સર્વે કરવામાં આવે
વધુમાં તેમણે ઉમેર્યું કે, કમિશનરને સવારે સાડા સાત વાગ્યે મેસેજ કર્યો, તો તેમણે કહ્યું કે, એક્સચેન્જ આવે છે. તમે જુઓ હાઇવે પર કેટલું પાણી આવી રહ્યું છે. હાઇવેનું પાણી વોર્ડમાં પ્રવેશી રહ્યું છે. મારે લાઇવ એટલા માટે આવવું પડ્યું છે કે, સભામાં કહીને થાક્યા, લેટર લખીને થાક્યા, મેયરને કહીને થાક્યા, પણ કોઇને સુધ લેવાની ફરજ પડતી નથી. જે ટીમે વિશ્વામિત્રીનો સર્વે કર્યો છે, તે હાઇવેનો પણ સર્વે કરે, વરસાદી કાંસ હાઇવે ચેનલ હોવા છતાં પાણી આવે છે. હાઇવેનું પાણી સિટીમાં પ્રવેશ કરશે, ભાંડવાડાની જે વરસાદી કાંસ છે, તેનું પટ જોઇને નિયમાનુસાર સર્વે કરવામાં આવે. વિસ્તારમાં ઘણા રોડ પર હાઇવેના પાણી પ્રવેશી ચુક્યા છે. ઘણા નીચાણવાળા વિસ્તારોમાં ભરાઇ પાણી જાય તેમ છે. કમિશનરે માત્ર એક જ વાક્યમાં જવાબ આપ્યો કે, હું એક્સચેન્જને મોકલું છું. દર વખતે કહીએ છીએ, તો કહે છે કે કામ કરાવીએ છીએ. અમે કહીએ બાદમાં કાર્યવાહી થતી નથી. વરસાદી કેચપીટો દબાઇ ગઇ છે. કહીએ તો બે-ત્રણ કેચપીટો ખોલીને બતાવી દે છે.
બે-ચાર ભૂંગળા કઢાવ્યા પછી કમિશનરે કામગીરી બંધ કરી દીધી
હાઇવે ની ચેનલમાં જેવું પાણી ગયું કે, તેમણે કહ્યું કામગીરી કરીએ છીએ. બે દિવસ કામગીરી કરી, કેટલીક જગ્યાએ ચેનલ પર દબાણ થઇ ગયું છે. આ વિસ્તારના લોકોએ ફરી પુરનો સામનો કરવો ના પડે. કમિશનર આંખો ખોલે, પશ્ચિમ સિવાય પૂર્વ વિસ્તાર પણ વડોદરા શહેરમાં છે. દરેર વિસ્તારની કાળજી લેવી કમિશનરની ફરજ છે. કમિશનરને કહી કહીને થાક્યા, લેટર લખ્યા છે, કોઇ સર્વે કરવામાં આવ્યા નથી. હાઇવેની કાચી કાંસમાં ચરી બની ગઇ છે. વારંવાર રજુઆત કરી છે, કોઇ ધ્યાન આપતું નથી. સરકારની ટીમને વિનંતી કે હાઇવેનો સર્વો કરવામાં આવે, બે-ચાર ભૂંગળા કઢાવ્યા પછી કમિશનરે કામગીરી બંધ કરી દીધી. 12 મીટરનો રોડ ગાયબ થઇ ગયો છે, વરસાદી કાંસ પણ ગાયબ થઇ ગઇ છે. કમિશનર દિલીપ રાણાને વિનંતી છે, કે અધિકારીઓ જોડે વિઝીટ કરે. આ વરસાદી કાંસો ખુલ્લી કોણ કરશે. વિસ્તારમાં બધા રોડ કોરા, પણ હાઇવેના પાણી કારણે બે ફૂટ પાણી અનેક રોડ પર. હાઇવેનું પાણી પ્રવેસશે તો નિચાણવાળા વિસ્તારના લોકોએ પૂરનો સામનો કરવો પડે તેમ છે. આ પરિસ્થિતીનું નિર્માણ થઇ રહ્યું છે, કમિશનરશ્રી એક્સચેન્જને મોકલું છું કહીને સંતોષ માણે છે.
આ પણ વાંચો — Gir Somnath: વહીવટી તંત્રનું મેગા ડિમોલિશન; ગેરકાયદેસર બાંધકામો કરાયા ઢેર, 36 બુલડોઝર અને 70 ટ્રેક્ટર તૈનાત