+

Vadodara: 125 વર્ષ પહેલાનો ગાયકવાડી શાસનનો વિચાર! ન્યાયની દેવીના આંખે પાટા નહોતા રાખ્યાં

કાયદો ક્યારેય આંધળો નથી હોતો તેવો સુપ્રીમ કોર્ટનો સંદેશ ગાયકવાડી શાસનમાં ન્યાયની મૂર્તિને આંખે પાટા નહોતા અદાલતો હિંસા દ્વારા નહીં પરંતુ બંધારણ દ્વારા ચાલે છે: CJI Vadodara: ભારતમાં હવે કાયદાની…
  1. કાયદો ક્યારેય આંધળો નથી હોતો તેવો સુપ્રીમ કોર્ટનો સંદેશ
  2. ગાયકવાડી શાસનમાં ન્યાયની મૂર્તિને આંખે પાટા નહોતા
  3. અદાલતો હિંસા દ્વારા નહીં પરંતુ બંધારણ દ્વારા ચાલે છે: CJI

Vadodara: ભારતમાં હવે કાયદાની પરિભાષા હવે બદલાી રહીં છે. અંગ્રેજો જે પ્રથા ભારત પર થોપીને ગયા હતા, તેમાં હવે બદલાવ આવી રહ્યો છે. પહેલા સુપ્રીમ કોર્ટનો સિમ્બોલ બદલવામાં આવ્યો હતો. અત્યારે ફરી એક બીજે અને મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. કાયદો ક્યારેય આંધળો નથી હોતો તેવો સુપ્રીમ કોર્ટે દેશની જનતાને સંદેશ આપ્યો છે. ન્યાયની મૂર્તિ પહેલા આંખે પાટા વાળી હતી, પરંતુ હવે ન્યાયની દેવીની મૂર્તિ આંખે પાટા વાળી નહીં પરંતુ હાથમાં સંવિધાન વાળી હશે. પરંતુ એક મહત્વની વાત છે કે, જે નિર્ણય અત્યારે લેવામાં આવ્યો છે તે વિચાર 125 વર્ષ પહેલા પણ કોઈકને આવેલો છે. તો ચાલો જાણીએ શું છે એ કહાની…

અદાલતો હિંસા દ્વારા નહીં પરંતુ બંધારણ દ્વારા ચાલે છેઃ CJI

આપણાં વડોદરા (Vadodara)માં પણ આજથી 125 વર્ષ પહેલા ગાયકવાડી શાસનમાં ન્યાયની મૂર્તિને આંખે પાટા નહોતા બાંધવામાં આવતા. મહત્વની વાત એ છે કે, ન્યાયની દેવીની રેપ્લિકા વડોદરાના ન્યાયાયલમાં આંખે પાટા વિનાની રાખવામાં આવેલ છે. જોકે, સુપ્રીમ કોર્ટે આમાં થોડા નવા સુધારા સૂચવ્યા છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચુડનું માનવું છે કે, અંગ્રેજો જે વારસો આપીને ગયા છે તેમાં બદલાવ જરૂરી છે. કેમ કે, કાયદો ક્યારેય આંધળો નથી હોતો. કાયદો દરેકને સમાન નજરે જુએ છે. ચીફ જસ્ટિસ માને છે કે, અદાલતો હિંસા દ્વારા નહીં પરંતુ બંધારણ દ્વારા ચાલે છે. એટલે હવે ન્યાયની દેવીની મૂર્તિમાં એક હાથમાં સ્કેલ અને બીજા હાથમાં તલવારની જગ્યાએ સંવિધાન રાખવામાં આવશે.

શિક્ષણ માટે પણ ગાયકવાડી શાસને અનેક કામો કર્યા છે

આ વિચારે વડોદરા (Vadodara)માં ગાયકવાડી શાસનને આજથી 125 વર્ષ પહેલા જ આવ્યો હત. વડોદરાનું ગાયકવાડી શાસન અનેક સારા કામો માટે આજે પણ ખુબ જ વખણાય છે. કહેવાય છે કે, શિક્ષણ માટે પણ ગાયકવાડી શાસને અનેક કામો કર્યા છે. વડોદરાના શાસક સયાજીરાવ ગાયકવાડે ઇ.સ 1896 માં પોતાના રાજ્યમાં ન્યાયમંદિરની સ્થાપના કરાવી હતી. આ ન્યાયમંદિરમાં રાખવામાં આવેલી મૂર્તિમાં આંખે પાટા રાખવામાં નહોતા આવ્યાં. તેમનું એવું માનવું હતું કે, ન્યાય ત્યારે થાય જ્યારે અંતર્મન ચોખ્ખું હોય. જેથી ન્યાયની દેવીને આંખે પાટા બાંધવાની જરૂર નથી. નોંધનીય છે કે, આ વાતને આજના સમયની હકીકત બનાવવા માટે વડોદરાના સિનિયર એડવોકેટ અવધુત સુમંત દ્વારા મહત્વની ભૂમિકા ભજવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: New Justice Statue : ન્યાયની દેવીની આંખેથી પટ્ટી હટાવાઈ, હાથમાં ‘સંવિધાન’ અપાયું

એક હાથમાં ત્રાજવું છે અને બીજા હાથમાં ભારતનું સંવિધાન

બીજી એક મહત્વની વાત છે કે, CJI દ્વારા લેવામાં આવેલા નિર્ણયમાં ન્યાયની દેવીના એક હાથમાં ત્રાજવું છે અને બીજા હાથમાં ભારતનું સંવિધાન છે. જ્યારે સયાજીરાવ ગાયકવાડે જે ન્યાયમંદિર બનાવ્યું હતું તેમાં ન્યાયની દેવીના એક હાથમાં ત્રાજવું અને બીજા હાથમાં પુસ્તક છે. તેમનું માનવું હતું કે, જ્ઞાન જ સર્વોપરી છે. આમ જોવા જઈએ કે, આ વિચાર મહદઅંશે ખુબ જ મળતો આવે છે. પહેલા પુસ્તક હતું અને હવે ભારતનું સંવિધાન એટલે સમજી શકાય છે કે, સયાજીરાવ ગાયકવાડ કેટલું આગળનું વિચારતા હતા.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટના આગામી મુખ્ય ન્યાયાધીશ કોણ? જાણો CJI ચંદ્રચુડે કોના નામની કરી ભલામણ

Whatsapp share
facebook twitter