+

VADODARA : રજુઆત છતાં કાર્યવાહી નહી થતા મોટું ઝાડ પડ્યું, ત્રણ ઇજાગ્રસ્ત

VADODARA : વડોદરા (VADODARA) ના મંગલેશ્વર ઝાંપા વિસ્તારમાં અગાઉ રજુઆત કરવા છતાં ઝાડ કાપવાની કામગીરી કરવામાં આવી ન્હતી. દરમિયાન ગતરાત્રે સામાન્ય પવનમાં મોટું વડનું વૃક્ષ પડ્યું હોવાની ઘટના સામે આવી…

VADODARA : વડોદરા (VADODARA) ના મંગલેશ્વર ઝાંપા વિસ્તારમાં અગાઉ રજુઆત કરવા છતાં ઝાડ કાપવાની કામગીરી કરવામાં આવી ન્હતી. દરમિયાન ગતરાત્રે સામાન્ય પવનમાં મોટું વડનું વૃક્ષ પડ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ જેટલા લોકો દબાયા છે. તે પૈકી બે મહિલાઓની હાલત ગંભીર હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. આ પ્રકારની આ બીજી ઘટના છે. પહેલી ઘટનામાં કારેલીબાગ વેદ મંદિર સામેનું ઝાડ સમયસર દુર કરવામાં નહી આવતા પડ્યું હતું. જો કે, પ્રથમ ઘટનામાં કોઇને ઇજા પહોંચી ન્હતી, પરંતુ ઘરને મોટું નુકશાન પહોંચ્યું હતું.

જુઆત છતાં ઝાડ દુર કરવામાં નહીં આવતા તે ધડાકાભેર પડ્યું

વડોદરા પાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવે છે. પરંતુ તેની કોઇ ખાસ અસર ચોમાસામાં જોવા મળતી નથી. આ વખતે પ્રિમોન્સૂન કામગીરીના મસમોટા દાવા છતા ત્રણ વખત શહેરવાસીઓએ પૂરની સ્થિતીનો સામનો કરવો પડ્યો હતો. આ તો ઠીક તાજેતરમાં તો એવી ઘટના સામે આવી હતી કે, સ્થાનિકો દ્વારા રજુઆત છતાં ઝાડ દુર કરવામાં નહીં આવતા તે ધડાકાભેર પડ્યું હતું. આ ઘટના સામે આવ્યા બાદ પણ તંત્ર સુતુ રહ્યું હતું. જેના કારણે ગતરાત્રે વધુ એક ઘટના સામે આવવા પામી છે. જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

અગાઉ અરજી આપી, ફોન કર્યા, રજુઆતો કરી

સ્થાનિકના જણાવ્યા અનુસાર, બે દિવસ પહેલા લોકોએ વડ કાપવા માટેની અરજી આપી છે. હજી સુધી કોઇ જોવા આવ્યું નથી. અત્યારે હવા આવી તેમાં વડ પડ્યો, જેમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. મહિલાને વધારે વાગ્યું છે. આ કામ કરવા માટે અગાઉ અરજી આપી, ફોન કર્યા, રજુઆતો કરી પણ કંઇ થયું નથી.

બે ટીમો દ્વારા ઝાડ દુર કરવાની કામગીરી કરવામાં આવી

ફાયર ઓફીસરે જણાવ્યું કે, મંગલેશ્વર ઝાંપા પાસે વડનું ઝાડ પડવા અંગેની માહિતી મળી હતી. તેમાં ત્રણ જેટલા લોકો ફસાયા હતા. તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ફાયરની બે ટીમો દ્વારા ઝાડ દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી. ફાયરની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલા લોકો દ્વારા તેમને બહાર કાઢવામાં આવ્યા છે.

તમામની તબિયત સ્થિર

આ ઘટના વોર્ડ નં – 6 ની હોવાથી ભાજપના કોર્પોરેટર હેમીશાબેન ઠક્કર આવી પહોંચ્યા હતા. બાદમાં તેઓ ઘટનામાં ઇજાગ્રસ્ત લોકો સીમ્તીબેન દરજી, જયેખશભાઇ સોલંકી તથા મધુબેન સોલંકીની ખબર કાઢવા હોસ્પિટલ પહોંત્યા હતા. જ્યાં તમામની તબિયત સ્થિર હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો — વડોદરા તંત્રની વધુ એક બેદકારી નોંધાઈ, કંપની દૂષિત પાણી ગામમાં ઠાલવતી

Whatsapp share
facebook twitter