+

VADODARA : ગોત્રીમાં તળાવ કિનારે ડેબરીઝ નાંખી સાંકડુ કરવાનો કારસો, મોડે મોડે તંત્ર જાગ્યું

VADODARA : વડોદરા (VADODARA) માનવસર્જિત ઐતિહાસિક પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે વિશ્વામિત્રી નદી પરના દબાણો દુર કરવા માટે તંત્ર સજ્જ બન્યું છે. પરંતુ જળાશયોની જાળવણીમાં તંત્ર ઉણું ઉતરી…

VADODARA : વડોદરા (VADODARA) માનવસર્જિત ઐતિહાસિક પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે વિશ્વામિત્રી નદી પરના દબાણો દુર કરવા માટે તંત્ર સજ્જ બન્યું છે. પરંતુ જળાશયોની જાળવણીમાં તંત્ર ઉણું ઉતરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા તળાવની આસપાસમાં ડેબરીઝ નાંખતા તે સાંકડુ થઇ રહ્યું છે. આ જાણીજોઇને તળાવ પુરવાનો કારસો કરવામાં આવ્યો હોય તેવો આરોપ સ્થાનિકો દ્વારા મુકવામાં આવી રહ્યો છે.

એક્ઝીક્યુટીવ એન્જિનીયર અને વોર્ડ ઓફીસર જોડે વાત કરી

સમગ્ર મામલે પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, મીડિયાના માધ્યમથી જાણકારી મળી કે, વોર્ડ નં – 9 માં ગોત્રી વિસ્તારમાં આવેલા ગોપી પાર્ટી પ્લોટની બાજુમાં આવેલા તળાવમાં આજુબાજુના લોકો ડેબરીઝ નાંખીને પૂરી રહ્યા છે. તાત્કાલિક એક્ઝીક્યુટીવ એન્જિનીયર અને વોર્ડ ઓફીસર જોડે વાત કરીને વહેલામાં વહેલી તકે આ લોકોનો રોકવામાં આવે. અને આ તળાવને ખોલવામાં આવે, તેની અધિકારીઓ દ્વારા બાંહેધારી આપવામાં આવી છે. જે લોકો આ પ્રકારનું કૃત્ય કરતા હોય તેને દંડ આપવો જોઇએ.

લગભગ હવે માત્ર 75 જેટલા તળાવો રહ્યા

પાલિકામાં વિપક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુએ જણાવ્યું કે, આ શહેરની રચના સયાજીરાવ ગાયકવાડને જોવાની જે દ્રષ્ટિ હતી. જેમાં તેમણએ 150 થી વધુ તળાવો પ્રસ્થાપિત કર્યા હતા. તળાવમાંથી લગભગ હવે માત્ર 75 જેટલા તળાવો રહ્યા છે. ગોત્રી તળાવમાં એક બાજુ ગણેશજી અને દશામાંની મૂર્તિઓના વિસર્જન માટે પોલીસ મુકી દો છો. અને નાના કુંડ બનાવીને વિસર્જન કરવામાં આવે છે. શહેરની આનબાનશાન સાથે જે ગણેશ વિસર્જન થતું હતું તે હવે અલિપ્ત થઇ રહ્યું છે. કન્સ્ટ્રક્શન સાઇટનું વેસ્ટ મટીરીયલ, રોડ સફાઇની ધૂળ તળાવમાં નાંખવામાં આવી હોવાનું જણાય છે.

જે સત્તા પર આવ્યા તેમનો કોઇ કંટ્રોલ રહ્યો નહીં

વધુમાં તેમણે જણાવ્યું કે, આવી રીતે તળાવો ગાયબ થઇ રહ્યા છે. પ્રતાપ નગર વિસ્તારની વાત કરું તો, રામનાથ તળાવ, ગોમતીપૂરા તળાવ, સોમા તળાવ આ બધા તળાવો હતા. હવે તે અલિપ્ત થઇ રહ્યા છે. ધીમે ધીમે જે સત્તા પર આવ્યા તેમનો કોઇ કંટ્રોલ રહ્યો નહીં. 36 વર્ષથી હું છું, તેમાં 70 તળાવો ગાયબ થઇ ગયા છે. તમે શહેરની કાળજી રાખવામાં, માવજત કરવામાં તમે નિષ્ફળ રહ્યા છે. પૂરનું કારણ સત્તાધીશો જ છે. સરકાર ગ્રીન બેલ્ટ જમીન કરતી હોય, અને તેમાં તમે આર ઝોન કરી દેતા હોય છે. તળાવો એટલા માટે હતા, તળાવ અને વડના કારણે ગરમી ઓછી થતી હતી. પરંતુ હવે તેમ રહ્યું નથી. તળાવોમાં કચરો નાંખનાર સામે કાર્યવાહી કરો, અને તળાવને પુનર્જિવીત કરો તેવી મારી માંગ છે.

આ પણ વાંચો — VADODARA : પૂર નિવારણ માટેની કમિટીની બીજી બેઠક યોજાઇ, જાણો શું ચર્ચાયું

Whatsapp share
facebook twitter