+

VADODARA : ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ માટે જરૂરી પાસ, પારંપરિક ડ્રેસ અને…

VADODARA : વડોદરા (VADODARA) ના દર્ભવતી (ડભોઇ) ના ધારાસભ્ય દ્વારા અગાઉ ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ બાબતે નો તિલક, નો એન્ટ્રી ની શરૂઆત કરવામાં આવી હતી. તેમનો પ્રયાસ હવે રાજ્યભરમાં ફેલાઇ ચુક્યો…

VADODARA : વડોદરા (VADODARA) ના દર્ભવતી (ડભોઇ) ના ધારાસભ્ય દ્વારા અગાઉ ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ બાબતે નો તિલક, નો એન્ટ્રી ની શરૂઆત કરવામાં આવી હતી. તેમનો પ્રયાસ હવે રાજ્યભરમાં ફેલાઇ ચુક્યો છે. ત્યારે વડોદરાના જાણીતા વડોદરા નવરાત્રી ફેસ્ટીવલ દ્વારા ગરબા ગ્રાઉન્ડના પ્રવેશદ્વાર પાસે દુરથી જ વંચાઇ જાય તેવું મોટું બોર્ડ માર્યું છે. જેમાં મોટા અક્ષરે લખવામાં આવ્યું છે કે, નો તિલક, નો એન્ટ્રી. એટલે આ વખતે ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે પાસ, પારંપરિક ડ્રેસ સાથે તિલક પણ જરૂરી છે.

ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓમાં ભારે થનગનાટ

વડોદરાના ગરબા વિશ્વ વિખ્યાત છે. અહિંયા ગરબે ઘૂમવા તથા ગરબો માણવા લોકો દુર દુરથી આવે છે. તાજેતરમાં જ યુનેસ્કો દ્વારા ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે વડોદરામાં આજથી ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. તેવામાં વડોદરાના સૌથી મોટા ગરબા આયોજનો પૈકી એક એવા વડોદરા નવરાત્રી ફેસ્ટીવલ દ્વારા પ્રવેશ દ્વારા પાસે નો તિલક, નો એન્ટ્રીનું મસમોટું બોર્ડ માર્યું છે.

સ્ટાફને સીપીઆરની ટ્રેઇનીંગ પણ આપવામાં આવી

આયોજકો દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આ વાતને સ્પષ્ટ પણ કરી દેવામાં આવી હતી. આ નવરાત્રીએ વધુ એક વખત તેમના દ્વારા નો તિલક, નો એન્ટ્રીના નિયમનું પાલન કરવામાં આવનાર છે. જે તેમણે મુકેલા બોર્ડ પરથી સાફ થઇ જાય છે. આ સાથે જ આયોજકો દ્વારા સિક્યોરીટીના સ્ટાફને સીપીઆરની ટ્રેઇનીંગ પણ આપવામાં આવી છે. જો કોઇને તેની જરૂર પડશે, તે સ્થિતીને પહોંચી વળવા માટે સ્ટાફ સક્ષમ છે. જો કે, ગરબા ગ્રાઉન્ડમાં નો તિલક, નો એન્ટ્રીના નિયમની શરૂઆત વડોદરા પાસેના દર્ભાવતી (ડભોઇ) થી થઇ હતી. જેનું આજે રાજ્યભરમાં ઠેકઠેકાણે પાલન કરવામાં આવે છે.

વાત સૌ કોઇને પસંદ આવતા રાજ્યભરમાં અનુસરણ

દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) દ્વારા અગાઉ નો તિલક, નો એન્ટ્રીની ડભોઇમાં આયોજિત ગરબામાં જાહેરાત કરી હતી. આ વાત સૌ કોઇને પસંદ આવતા આજે રાજ્યભરમાં તેનું અનુસરણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો — Ahmedabad : પ્રથમ નોરતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે, જાણો દિવસભરનાં કાર્યક્રમો

Whatsapp share
facebook twitter