+

VADODARA : કરોડો રૂપિયાના બાકી વિજબીલની વસુલી વેગ પકડશે

VADODARA : વડોદરા (VADODARA) માં મધ્ય ગુજરાત વિજ કંપની લિ. (MGVCL) ની મુખ્ય કચેરી આવેલી છે. કચેરી સુત્રોના જણાવ્યા અનુસાર, કંપનીના 85 હજાર જેટલા ગ્રાહકો દ્વારા વિજબીલ ભરપાઇ કરવાનું બાકી…

VADODARA : વડોદરા (VADODARA) માં મધ્ય ગુજરાત વિજ કંપની લિ. (MGVCL) ની મુખ્ય કચેરી આવેલી છે. કચેરી સુત્રોના જણાવ્યા અનુસાર, કંપનીના 85 હજાર જેટલા ગ્રાહકો દ્વારા વિજબીલ ભરપાઇ કરવાનું બાકી (ELECTRICITY BILL DUE PAYMENT) છે. જેની અંદાજીત રકમ રૂ. 240 કરોડ જેટલી થવા પામે છે. એમજીવીસીએલ અંતર્ગત આવતા પાંચ સર્કલ પૈકી ગોધરા સર્કલ અંતર્ગત આવતા ગ્રાહકોના સૌથી વધુ બિલ બાકી બોલે છે. આગામી સમયમાં વિજ બીલના નાણાંની વસુલી તેજ બનાવવા માટે કંપની દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવનાર હોવાનું સુત્રોએ ઉમેર્યું છે.

નાણાં વસુલવા માટે વ્યાપક ઝુંબેશ

વડોદરામાં મધ્ય ગુજરાત વિજ કંપની લી.ની મુખ્ય કચેરી આવેલી છે. કચેરી દ્વારા વહીવટી સુમતતા ખાતર વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, આણંદ, નડીયાદ, અને ગોધરા સર્કલમાં તેની વહેંચણી કરવામાં આવી છે. તાજેતરમાં આ પાંચેય સર્કલમાં વિજ બીલના બાકી નાણાં અંગેની વિગતો એકત્ર કરવામાં આવી છે. બાદમાં વિજ કંપની દ્વારા બાકી બીલના નાણાં વસુલવા માટે વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

22 હજારથી વધુ ગ્રાહકોનું રૂ. 82 કરોડનું વિજબીલ બાકી

સુત્રોના જણાવ્યા અનુસાર, વડોદરા શહેરમાં 14 હજાર જેટલા ગ્રાહકોના વિજબીલના નાણાં બાકી છે. જેની કિંમત રૂ. 18 કરોડ આંકવામાં આવી રહી છે. વડોદરા ગ્રામ્યમાં 18 હજાર ગ્રાહકોનું રૂ. 48 કરોડનું વિજબીલ ભરપાઇ કરવાનું બાકી બોલે છે. આણંદ સર્કલના 18 હજાર જેટલા ગ્રાહકોની રૂ. 35 કરોડના વિજબીલની ચૂકવણી બાકી છે. જ્યારે ગોધરા સર્કલના 22 હજારથી વધુ ગ્રાહકોનું રૂ. 82 કરોડનું વિજબીલ બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે.

10 દિવસનો ગ્રેસ પીરીયડ અને ત્યાર બાદ 15 દિવસનો નોટીસ પીરીયડ

સુત્રોએ ઉમેર્યું કે, જે ગ્રાહકોનું વિજ બીલ રૂ. 5 હજાર કે તેથી વધુની રકમનું બાકી છે તેની જ વિગતો હાલ એકત્ર કરવામાં આવી છે. બીલ આપ્યા બાદ તેને ભરપાઇ કરવા માટે ચોક્કસ સમય આપવામાં આવે છે. ત્યાર બાદ 10 દિવસનો ગ્રેસ પીરીયડ અને ત્યાર બાદ 15 દિવસનો નોટીસ પીરીયડ આપવામાં આવે છે. ત્યાર બાદ પણ ગ્રાહક બીલ ના ભરે તો કંપની કાર્યવાહી કરે છે. આટલી મોટી રકમની વસુલાત માટે વિજ કંપની દ્વારા ટુંકા ગાળામાં વ્યાપક અભિયાન શરૂ કરવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તેમાં પણ જો ગ્રાહક પૈસા ભરપાઇ કરવામાં આનાકાની કરશે તો કનેક્શન કાપવા સુધીના આકરા પગલાં લેવાની વિજ કંપની સત્તાધીશો દ્વારા તૈયારી કરવામાં આવી છે.

આ પણ વાંચો — VADODARA : સાયકલ ટ્રેકનો ખર્ચો “પાણીમાં”, પાઇપલાઇન માટે રસ્તો ખોદાયો

Whatsapp share
facebook twitter