VADODARA : વડોદરા (VADODARA) માં માનવ વસ્તી અને મગર (CROCODILE) નજીક નજીકમાં વસવાટ કરે છે. ખાસ કરીને ચોમાસામાં મગર રહેણાંક વિસ્તારો નજીકમાં નિકળવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ગતરોજ મળસ્કે વડસરના રાઠોડવાસમાં સાડા આઠ ફૂટ લાંબો મગર આવી ચઢ્યો હોવાની જાણ થતા શ્રી સાંઇ દ્વારકા માઇ ચેરીટેબલ ટ્રસ્ટના વોલંટીયર્સ પહોંચ્યા હતા. મગરને માંડ ગાળિયો નાંખ્યો તેમાં તેણે ગુલાંટ મારવાનું શરૂ કર્યું હતું. આખરે દોઢ કલાકે મગરને રેસ્ક્યૂ કરીને સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો છે.
મળસ્કે વડસરના રાઠોડ વાસ નજીક સાડા આઠ ફૂટનો મગર આવી ગયો
વડોદરામાં વિતેલા 45 દિવસમાં ત્રીજી વખત પૂરની પરિસ્થીતીનું નિર્માણ થયું છે. વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. તેવામાં આજે સવારે મળસ્કે વડસરના રાઠોડ વાસ નજીક સાડા આઠ ફૂટનો મગર આવી ગયો હોવાનો કોલ શ્રી સાંઇ દ્વારકા માઇ ચેરીટેલબ ટ્રસ્ટના જયેશભાઇને મળ્યો હતો. ત્યાર બાદ તાત્કાલિક ટીમને રવાના કરવામાં આવી હતી.
દોઢ કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી
ઝાડની વચ્ચે દેખાતા મોટા મગર પર પહેલા ગાળિયો નાંખવામાં આવ્યો હતો. આ વાતને અહેસાસ તેને થઇ જતા મગરે ગુલાંટ મારીને બચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં તેને સફળતા મળી ન્હતી. આખરે એક થી વધુ ગાળિયાઓ મગર પર નાંખીને તેને દોઢ કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી.
ગાળિયાથી બચનાવા અનેક પ્રયત્નોને મ્હાત
મળસ્કે કરવામાં આવેલા મગરના રેસ્ક્યૂમાં પોલીસ અને વન વિભાગના જવાનો પણ જોડાયા હતા. મગરને સલામત રીતે પિંજરે પુરીને તેને વન વિભાગને સુપરત કરી દેવામાં આવ્યો છે. મગરના ગાળિયાથી બચનાવા અનેક પ્રયત્નોને મ્હાત આપીને તેનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો — VADODARA : નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું રેસ્ક્યૂ, VMC નું સતત એનાઉન્સમેન્ટ જારી