+

VADODARA : શિક્ષિકા પ્રિયતમાબેન કનીજાને મળશે રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ

VADODARA : આવતીકાલે ગુરૂવારે એટલે કે તા. ૦૫ સપ્ટેમ્બર, આપણા દેશના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ પર તેના માનમાં ઉજવાતો શિક્ષક દિન (TEACHERS DAY) . શિક્ષક એ વ્યક્તિ છે…

VADODARA : આવતીકાલે ગુરૂવારે એટલે કે તા. ૦૫ સપ્ટેમ્બર, આપણા દેશના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ પર તેના માનમાં ઉજવાતો શિક્ષક દિન (TEACHERS DAY) . શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદા રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને જીવવાનુ કારણ સમજાવે છે અને બાળકની અંદર રહેલી શક્તિઓને વિકસિત કરવાની આંતરિક શક્તિને વિકસિત કરે છે.

શિક્ષક દેશનું ભવિષ્ય બનાવનારનો આધાર સ્તંભ

એક શિક્ષકની પાસે હજારો વિદ્યાર્થીઓ ભણીને નીકળી પોતાના જીવનમાં મંઝિલ હાસિલ કરતા હોય છે અને દેશના વિકાસમાં અનેરો ફાળો આપતા હોય છે, આથી એક શિક્ષક દેશનું ભવિષ્ય બનાવનારનો આધાર સ્તંભ છે. આવા કર્મનિષ્ઠ શિક્ષકોની વાત થતી હોય અને એમાં પણ આવતીકાલે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનવાની વાત હોય, ત્યારે વડોદરા (VADODARA) તાલુકાની ધનિયાવી પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રિયતમાબેન કનીજા વિશે થોડું જાણીએ.

૯૪ ટકા ટકાવારી તેમની કર્મનિષ્ઠા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે

તા. ૦૫ સપ્ટેમ્બરે એટલે કે આવતીકાલે તેમને ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં તેમને એવોર્ડથી સન્માનવામાં આવશે. આ કર્મનિષ્ઠ અને શ્રેષ્ઠ શિક્ષકની વાત અનોખી છે. તેઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન કરે છે અને સાથે જ શાળા સંસાધનોના વિકાસ માટે પણ તેઓ વિશેષ પ્રયાસો કરતા રહે છે. કાર્યદક્ષતા શિક્ષક તરીકે વર્ષ ૨૦૨૩-૨૪માં હાજરીની ૯૪ ટકા ટકાવારી તેમની કર્મનિષ્ઠા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ એવોર્ડ સતત પ્રોત્સાહન આપતો રહેશે

બાલવાટિકના બાળકોને રમતો, વાર્તાઓ, બાળગીતો દ્વારા આનંદદાયક શિક્ષણનું ભાથું પીરસવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ બાળગીતો,વાર્તાઓ પણ લખે છે. તેમની ‘પતંગિયું બન્યું પાયલોટ’ નામની ચિત્રવાર્તાનો ધો.૧,૨ ના પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમની આ પ્રવૃત્તિઓને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા તેમની રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક માટે પસંદગી થઈ છે. પ્રિયતમાબેન કહે છે કે, બાળકોનો શિક્ષણનો પાયો મજબૂત કરવામાં મને આ એવોર્ડ સતત પ્રોત્સાહન આપતો રહેશે.

હરતી ફરતી શાળા’નો નવતર પ્રયોગ વર્ષ ૨૦૨૧-૨૨ માં રાજ્યકક્ષાએ પસંદગી પામ્યો

તેમના પ્રશસ્તિ અને સન્માનની વાત કરીએ તો અધ્યાપન ક્ષેત્રે તેમજ સામાજિક ક્ષેત્રે વિશેષ યોગદાન બદલ તાલુકા કક્ષાએ વર્ષ-૨૦૨૦ અને જિલ્લા કક્ષાએ ૨૦૨૧ માં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવ્યો છે. ઉપરાંત ગુજરાત રાજ્યનો ગૌરવશાળી એવો ચિત્રકૂટ એવોર્ડ-૨૦૨૪ પૂજ્ય મોરારીબાપુના હસ્તે એનાયત કરવામાં આવ્યો છે. તેમનો ‘હરતી ફરતી શાળા’નો નવતર પ્રયોગ વર્ષ ૨૦૨૧-૨૨ માં રાજ્યકક્ષાએ પસંદગી પામ્યો હતો.

આપણું આદર વ્યક્ત કરવાની તક આપે છે

આજે આપણે શિક્ષક દિવસની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે આ દિવસ આપણા જીવનમાં એક વિશેષ સ્થાન ધરાવે છે. આ દિવસ આપણને આપણા ગુરુજનોને યાદ કરવાની અને તેમના પ્રત્યે આપણું આદર વ્યક્ત કરવાની તક આપે છે. પ્રેરણાના સ્ત્રોત સમાન તમામ શિક્ષકોને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ !

આ પણ વાંચો — VADODARA : મોટા ગરબા આયોજકો પૂર પીડિતોની સહાય માટે આગળ આવ્યા

Whatsapp share
facebook twitter