VADODARA : લાંબા સમય બાદ તાજેતરમાં વડોદરા (VADODARA) જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી. તેમાં ધારણા મુજબ જિલ્લા પંચાયતની સામાન્ય સભા તોફાની રહી હતી. સભામાં સત્તાધારી અને વિપક્ષના સભ્યો વચ્ચે તુંતું મેમે ના દ્રશ્યો સર્જાયા હતા. સભામાં વિપક્ષના સભ્યોએ પુછેલા ધારદાર સવાલોને જવાબ જિલ્લા આરોગ્ય અધિકારી જવાબ આપી શક્યા શક્યા ન્હતા, અને રડી પડ્યા હતા. જૂની કલેકટર કચેરી ખાતે મળેલ બેઠકમાં વિવિધ 20 જેટલાં મુદ્દાની ચર્ચા કરાઇ હતી.
514 કામોને મંજૂરી આપવામાં આવી
આ સભામાં 2024 ના બજેટ ની જોગવાઈ મુજબ 733 કામો હાથ પર લેવાયા કુલ રૂ. 19.11 કરોડના વિકાસ ના કામ હાથ ધરાયા હતા. દરમિયાન રૂ. 14 કરોડ ના ખર્ચે 514 કામોને મંજૂરી આપવામાં આવી હતી. વિપક્ષના સભ્ય મુબારક પટેલે આરોપ મુકતા જણાવ્યું કે, અમારા પ્રશ્નોનો સંતોસકારક જવાબ ન મળ્યો અમારી માંગ હતી કે, જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 650 શિક્ષકો ની ઘટ પુરવા અમે માંગ કરી હતી. અનેક જર્જરિત શાળાઓ છે. જેને નવીનીકરણ કરવા માટે પણ અને માંગ કરી હતી. આરોગ્ય શાખા ની કામગીરી પણ બરાબર નથી બાળકોના સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે ની ચિંતા સત્તાધીશો ને જરાય નથી. સરકારી શાળા માં વ્યવસ્થા ના અભાવે વાલીઓ બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાં મૂકે છે. ત્યાંની ફી ખૂબ મોટી હોય છે.
સત્તા પક્ષે અમને રજુઆત કરતા અટકાવ્યા
વિપક્ષના સભ્યએ બીજો આરોપ મુકતા કહ્યું કે, આ પ્રાઇવેટ સ્કૂલ સત્તાધારી લોકો ની છે પોતાની મોટી કમાણી ના કારણે તેઓ ગામડા ની સરકારી સ્કૂલોનું નવીનીકરણ કરતા નથી. વરસાદી કાંસ સાફ સફાઈ થઈ નથી. જિલ્લા પંચાયતની જગ્યાઓ ખાનગી લોકોને પીપીપી ધોરણે આપવા સામે સવાલ ઉઠાવ્યો હતો. સરકાર અને અધિકારીઓ ની પોલ ન ખુલે માટે સત્તા પક્ષે અમને રજુઆત કરતા અટકાવ્યા હતા. આ સાથે જ વિપક્ષે આરોગ્ય માટેના મુદ્દાઓ સાથે ચાંદીપુરા વાયરલને લઇને સણસણતા સવાલો કરતા અધિકારીઓ ને ખુબ ખરીખોટી સંભળાવી દીધી હતી. અને અધિકારીઓને આરોગ્ય હેતુના હિસાબ-કિતાબ અને કામ બાબતે પૂછતા મહિલા અધિકારી સભામાં રડી પડ્યા હતા. જેને કારણે બેઠકમાં સોપો પડી ગયો હતો.
આ પણ વાંચો — VADODARA : ગેંડા સર્કલ પાસેના જાણીતા મોલમાં છતનો પોપડો ખરી પડ્યો