+

VADODARA : “ગેંગ રેપના આરોપીઓને ફાંસી આપો”, BJP MLA એ મુકી માંગ

VADODARA : વડોદરા (VADODARA) માં નવરાત્રીના બીજા નોરતે રાત્રીના સમયે મિત્ર જોડે બેઠેલી સગીરા ગેંગ રેપની શિકાર બની હતી. ઘટનાને 48 કલાક વિતી ગયા બાદ આજે આરોપીઓ સહિત પાંચને દબોચી…

VADODARA : વડોદરા (VADODARA) માં નવરાત્રીના બીજા નોરતે રાત્રીના સમયે મિત્ર જોડે બેઠેલી સગીરા ગેંગ રેપની શિકાર બની હતી. ઘટનાને 48 કલાક વિતી ગયા બાદ આજે આરોપીઓ સહિત પાંચને દબોચી લેવામાં આવ્યા છે. દરમિયાન જે ધારાસભ્યના મતવિસ્તારમાં આ ઘટના બની છે, તેવા ડભોઇ (દર્ભાવતી) ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) (BJP MLA SHAILESH MAHETA) દ્વારા આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરી છે. તેમણે મીડિયાને જણાવ્યું કે, ગુજરાત સંસ્કારી, અને સ્વાભીમાની છે, તેની બહેન દિકરીની ઇજ્જત પર કોઇએ હાથ નાંખ્યો હોય તો તેને સહન કરવામાં નહીં આવે. આ દિકરીને પુરતો ન્યાય મળવો જોઇએ. આ ગુનાના આરોપીઓને ફાંસીની સજાથી ઓછું કંઇ ખપે નહીં.

વિશેષ કોમના લોકોએ આ નરાધમ કૃત્ય કર્યું છે

ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ મીડિયાને જણાવ્યું કે, આરોપીઓને 48 કલાકમાં પકડી પાડવા બદલ હું પોલીસને અભિનંદન આપું છું. જે નરાધમોએ આ કૃત્ય કર્યું છે. તેને ફાંસીની સજા મળવી જોઇએ. અમે પહેલાથી જ કહેવા આવ્યા છીએ કે, નવરાત્રીના તહેવારમાં તિલક વગરના કોઇને પ્રવેશ આપવામાં ના આવે. અને જે રીતે નામે બહાર આવ્યા છે, તાંદલજા વિસ્તારના લોકો પકડાયા છે. જે દર્શાવે છે કે, વિશેષ કોમના લોકોએ આ નરાધમ કૃત્ય કર્યું છે. આના પર સખતમાં સખત પગલાં લેવા જોઇએ. પાંચેયને ફાંસી મળવી જોઇએ. પરપ્રાંતિય હોય કે કોઇ પણ હોય આ હેવાનિયત બદલ તેમના સજા આપવી જ જોઇએ. આ ગુજરાત સંસ્કારી, અને સ્વાભીમાની છે, તેની બહેન દિકરીની ઇજ્જત પર કોઇએ હાથ નાંખ્યો હોય તો તેને સહન કરવામાં નહીં આવે. આ દિકરીને પુરતો ન્યાય મળવો જોઇએ. આ ગુનાના આરોપીઓને ફાંસીની સજાથી ઓછું કંઇ ખપે નહીં.

કેટલાક આયોજકો પોતે હિંદુથી ઉંપર હોવાનું વર્તી રહ્યા છે

વધુમાં તેમણે જણાવ્યું કે, છેલ્લા કેટલાય વર્ષોથી લવજેહાદના જે કિસ્સાઓ બની રહ્યા છે. તેને ધ્યાને રાખીને અમને તિલક વગર નવરાત્રીમાં કોઇને પ્રવેશ નહીં આપવો તેવી માંગ અમે કરી હતી. સમગ્ર ગુજરાતના આયોજકોએ તેને આવકારી છે. કેટલાક આયોજકો પોતે હિંદુથી ઉંપર હોવાનું વર્તી રહ્યા છે. વિશેષ કોમ દ્વારા લવજેહાદના જે બનાવો કરવામાં આવે છે, તેને રોકવા માટેનો આ પ્રયાસ છે. વડોદરા જિલ્લા અને શહેરના ધારાસભ્યો એકજુટ છે. આ જે બનાવે છે, તે પક્ષાપક્ષીથી મુલવવા કરતા, એક સાથે ગુજરાતની દિકરી જોડે જે બનાવ બન્યો છે, 182 ધારાસભ્યોએ ટેકો આપવો જોઇએ. અને ફાંસીની સજા અપાવવી જોઇએ.

આ પણ વાંચો — VADODARA : ઉભા રહેવાના હોશ ન્હતા, તે યુવાને BMW હંકારી અકસ્માત સર્જ્યો

Whatsapp share
facebook twitter