VADODARA : વડોદરા (VADODARA) માં ભાજપના કોર્પોરેટર આશિષ જોશી (BJP CORPORATOR ASHISH JOSHI) દ્વારા પાલિકાના ટાઉન ડેવલોપમેન્ટ ઓફીસર સામે મોરચો ખોલવામાં આવ્યો છે. તેમણે આ અંગે પોલીસ ફરિયાદ આપી છે, જેમાં જણાવ્યું કે, તેઓની નિમણુંક ઠરાવનો ભંગ કરીને કરવામાં આવ્યો છે. જે મામલે તપાસ થવી જોઇએ. નોંધનીય છે કે, ગત દિવાળીએ ટીડીઓ જીતેશ ત્રિવેદીનો પીએ દોઢ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હતો. ત્યાર બાદ અધિકારી સામે કોઇ કડક પગલાં ભરવામાં આવ્યા નથી. જે બતાવે છે કે, પાલિકામાં તેના મુળિયા કેટલા મજબુત છે.
રીટાયર્ડ થયેલા અધિકારીઓની કરાર આધારિત નિમણુંક
વડોદરા પાલિકામાં મહત્વના પદ-હોદ્દાઓ પર અધિકારીઓની ઘટ છે. કેટલીક જગ્યાએ ઇન્ચાર્જના ભરોસે બધુ ચાલે છે, તો કેટલીક પોસ્ટ પર રીટાયર્ડ થયેલા અધિકારીઓની કરાર આધારિત નિમણુંક કરવામાં આવે છે. આવો જ એક મહત્વનો હોદ્દો ટાઉન ડેવલોપમેન્ટ ઓફીસરનો છે. તેના પર હાલ રીટાયર્ડ થયેલા જીતેશ ત્રિવેદી રાજ કરી રહ્યા છે. જીતેશ ત્રિવેદીનો પીએ ગત દિવાળીમાં દોઢ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હતો. છતાં અધિકારી સામે કોઇ તપાસ થઇ નથી. જો કે, આ દિવાળી પહેલા જીતેશ ત્રિવેદીના એકહથ્થુ સાશનનો અંત આવે તેના અણસાર જોવા મળી રહ્યા છે. કારણકે તેમની સામે વડોદરાના જાગૃત અને લોકહિત માટે કોઇની પણ સામે અવાજ ઉઠાવનાર ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ મોરચો ખોલ્યો છે.
ખોટી રીતે નોકરી પર રાખ્યા છે
ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ કહ્યું કે, નવાપુરા પોલીસ મથકમાં અને પોલીસ કમિશનરને અમે લેખિતમાં ફરિયાદ આપી છે. જીતેશ રમણલાલ ત્રિવેદી, પૂર્વ ટાઉન ડેવલોપમેન્ટ ઓફીસરે ખોટી રીતે તેઓ અત્યાર સુધીની નિમણુંક હતી. તેની તપાસ થવી જોઇએ. શહેરી વિકાસ દ્વારા તાજેતરમાં એક પત્ર મ્યુનિસિપલ કમિશનરને લખ્યો હતો. જેમાં તાત્કાલિક અસરથી તેમની સેવાઓનો અંત લાવવા જણાવ્યું હતું. છતાં તેમને મ્યુનિસિપલ કમિશનર દ્વારા નોકરી પરથી નહીં કાઢીને ખોટી રીતે નોકરી પર રાખ્યા છે. અગાઉ પણ તેમની નિમણુંક 11 – 11 માસની, તેમાં પણ ઠરાવ મુજબ કોઇ અધિકારી ત્રણ વર્ષ સુધી એક જ જગ્યાએ હોય, તો તેને નિમણુંક ના આપવી જોઇએ. 11 માસના કરાર માં તેને બીજે નિમણુંક આપવી જોઇએ. તે ઠરાવનો પણ ભંગ થયો છે. નિયમ વિરૂદ્ધ કોઇ પણ પ્રકારની કાર્યવાહી કર્યા વગર તેમને નોકરી પર ચાલુ રાખ્યા હોવાની ફરિયાદ મેં આપી છે.
આ પણ વાંચો — VADODARA : શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટની છતમાંથી પાણીની ધાર વહી