VADODARA : વડોદરા (VADODARA) માં વોર્ડ નં – 4 ના ભાજપના કોર્પોરેટર અજિત દધિચ દ્વારા ગતરોજ ફેસબુક લાઇવમાં આવીને હાઇ-વેનું પાણી તેમના વિસ્તારમાં પ્રવેશી રહ્યું હોવાનું જણાવ્યું હતું. અને આ મામલાની અનેક રજુઆત છતાં કોઇ કાર્યવાહી થતી ના હોવાનું જણાવ્યું હતું. તેમણે પાલિકાની સભામાં કરેલી કામગીરીનું કોઇ નક્કર પરિણામ ના આવતા આખરે સોશિયલ મીડિયાના લાઇવમાં હાઇવેના શહેરમાં પ્રવેશતા પાણી, તેની ગંભીરતાઓ તથા અન્ય માહિતી આપી હતી. જે બાદ 24 કલાકમાં જ વરસાદી દબાણો હટાવવા માટેની સેન્પલ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેની જાણ તેમણે સોશિયલ મીડિયા મારફતે કરી છે.
પાલિકાની સભામાં અને કમિશનરને મૌખિક અનેક રજુઆતો કરી ચુક્યા
વડોદરાના વહીવટી વોર્ડ નં – 4 માંથી મેયર ચૂંટાઇને આવ્યા છે. તેમના વોર્ડમાં જ અનેક મુશ્કેલીઓનો સામનો લોકો કરી રહ્યા છે. ત્યારે મેયરના સાથી કાઉન્સિલર અજિત દધિત દ્વારા ગતરોજ હાઇવેના પાણી શહેરમાં પ્રવેશી રહ્યા હોવાની જાણ ફેસબુક લાઇવ મારફતે લોકોને કરી હતી. તેમાં તેમણે તેમ પણ જણાવ્યું કે, હાઇવેના પાણી પ્રવેશતા અટકાવવા માટે તેઓ પાલિકાની સભામાં અને કમિશનરને મૌખિક અનેક રજુઆતો કરી ચુક્યા છે. પરંતુ કોઇ નિરાકરણ આવ્યું ન્હતું. જેથી તેમણે સોશિયલ મીડિયા પર લાઇવ આવીને સમસ્યા ઉજાગર કરવી પડી છે. જો કે, પાલિકાની સભા કરતા સોશિયલ મીડિયા થકી કરેલી રજુઆત રંગ લાવી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.
કાચી કાંસ મુળ સ્વરૂપે સર્વે કરીને ફરી બનાવવામાં આવે
અજિત દધિચે આજે સવારે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરની પોસ્ટમાં લખ્યું કે, ગઇ કાલની રજુઆતને ધ્યાનમાં રાખીને વુડા હદમાં NHAI દ્વારા દબાણ હટાવવા માટેની સેમ્પલ કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમણે પોતાની માંગ મુકતા લખ્યું કે, સંપૂર્ણ ગેરકાયદેસર દબાણો કટાવવામાં આવે, કાચી કાંસ મુળ સ્વરૂપે (પહોળાઇ, લંબાઇ, ગ્રેવીટી) સર્વે કરીને ફરી બનાવવામાં આવે. તેમણે NHAI ઓથોરીટી, મ્યુનિસિપલ કમિશર અને વુડાના ચેરમેનને આ સંબોધીને જણાવ્યું છે.
આ પણ વાંચો — VADODARA : પૂરના ડરે લોકોએ ઓવર બ્રિજ પર વાહનો પાર્ક કર્યા