VADODARA : વડોદરા (VADODARA) શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતી વચ્ચે વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલી વૈકુંઠ સોસાયટીમાં પાણી ભરાયા છે. જેને લઇને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક યુવાને તો કત્યાં સુધી કહી દીધું કે. કોઇ પણ અહિંયા વોટ માંગવા આવતા નહીં. કોઇ દેખાતું નથી. બે દિવસ પહેલા ભાજપના સદસ્યતા અભિયાન માટે આવીને ગયા હતા. ઘરે ઘરે ફરીને લોકોને ઓટીપી માંગીને સદસ્ય બનાવતા હતા. હવે કોઇ કેમ આવતું નથી.
આજુબાજુના વિસ્તારમાં વરસાદી કાંસ હતી તે પૂરી દેવામાં આવી
વડોદરાવાસીઓ ઐતિહાસીક માનવસર્જિત પૂરની પરિસ્થિતીમાંથી માંડ બહાર આવ્યા ત્યાં તો વધુ એક વખત પૂર જેવી પરિસ્થિતી સર્જાઇ છે. જેના કારણે વધુ એક વખત લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ તકે ,સ્થાનિક અલ્પેશ ભાઇએ જણાવ્યું કે, હું વૈકુંઠ બાપોદનો રહેવાસી છું. બાપોદ જકાતનાકા પાસે વૈકુંઠ સોસાયટી આવેલી છે. છેલ્લા 21 વર્ષથી હું રહું છું. જ્યારે પણ ચોમાસાની સીઝન આવે 1 – 2 ઇંચ વરસાદ પડે ત્યારે સોસાયટીમાં પાણી ભરાઇ જાય છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નથી. વિશ્વામિત્રી નદીનું પાણી તો અહિંયા આવતું નથી. છેલ્લા 15 વર્ષથી પાણી બરાઇ જાય છે. આજુબાજુના વિસ્તારમાં વરસાદી કાંસ હતી તે પૂરી દેવામાં આવી છે. અને ગટર લાઇનની કોઇ વ્યવસ્થા નથી.
કોઇ પણ અહિંયા વોટ માંગવા આવતા નહીં
વધુમાં તેમણે જણાવ્યું કે, છેલ્લા એક મહિનામાં ત્રીજી વખત પાણી ભરાયું હતું. પૂર સમયે મેયર પિન્કીબેન સોની અહિંયા આવ્યા હતા. તેમણે ખુદ ચાલીને નીરિક્ષણ કર્યું હતું. તેમણે આશ્વાસન પણ આપ્યું હતું કે, ફરી સમસ્યા સર્જાય નહીં. ત્યાર બાદ તેમણે આ વિસ્તારમાં કોઇ કામગીરી કરી નથી. ધારાસભ્ય – કોર્પોરેટર કોઇ દેખાતું નથી. હવે તો એક જ વાત કોઇ પણ અહિંયા વોટ માંગવા આવતા નહીં. હમણાં કોઇ દેખાતું નથી. બે દિવસ પહેલા ભાજપના સદસ્યતા અભિયાન માટે આવીને ગયા હતા. ઘરે ઘરે ફરીને લોકોને ઓટીપી માંગીને સદસ્ય બનાવતા હતા. હવે કોઇ કેમ આવતું નથી.
કોઇ ઘરવેરો ભરીએ નહીં
સ્થાનિક મહિલા અનિતાબેન શાહે જણાવ્યું કે, અમે વૈકુંઠવાળા કોઇ ઘરવેરો ભરીએ નહીં. કારણકે અમારી સમસ્યાનું સમાધાન થતું નથી. આ મહિનામાં ત્રણ વખત પાણી ભરાયું છે. કોઇ ગટરલાઇન ખોલી નથી. સવારથી કોઇએ ચ્હા પણ નથી થઇ. અમારે ત્યાં બાળકો છે, દુધની થેલીઓ મોકલી આપો. અમારી તકલીફ જોવા કોણ આવે ! અમને પાણી કાઢી આપો.
આ પણ વાંચો — VADODARA : જિલ્લા પંચાયત કચેરીની છતમાંથી ટીપ ટીપ બરસા પાની