+

Gujarat માં આગામી 7 દિવસમાં સાર્વત્રિક મેઘમહેરની આગાહી

આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના રાજ્યમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદ રહેશે Gujarat: રાજ્યમાં (Gujarat)આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. જેમાં 7…
  1. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
  2. રાજ્યમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી
  3. અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદ રહેશે

Gujarat: રાજ્યમાં (Gujarat)આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. જેમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. રાજ્યમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદ રહેશે. તેમજ બિકાનેર પાસે મોન્સુન ટ્રફ સિસ્ટમને લઈ વરસાદ રહેશે.

 

રાજ્યમાં સીઝનનો સામાન્ય કરતા 9 ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં સીઝનનો સામાન્ય કરતા 9 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. આગમી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં આગામી 2 દિવસ માછીમારોને દરોયો ન ખેડવા સૂચન છે. તેમજ આજે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે તેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ રહેશે. બિકાનેર પાસે મોન્સુન ટ્રફ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ રહેશે. કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ તેમજ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ આવ્યો છે.

રાજ્યના ત્રણ જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ પડ્યો

રાજ્યના ત્રણ જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ પડ્યો છે.તેમજ અમદાવાદ સહિત સાત જિલ્લા એવા છે કે જ્યાં હજુ સુધી 50 ટકા પણ વરસાદ આવ્યો નથી. ગુજરાતમાં રવિવાર સુધી સરેરાશ 621 મીમી વરસાદ આવ્યો છે. જે કુલ 70.35 ટકા થાય છે. ત્યારે 251 તાલુકાઓમાંથી 42 તાલુકાઓમાં 1000 મીમીથી વધુ અને 73 તાલુકાઓમાં 500થી 1000 મીમી વચ્ચે વરસાદ પડ્યો છે. તેમજ 101 તાલુકાઓમાં 250 થી 500 મીમી વરસાદ છે. જ્યારે 35 તાલુકાઓમાં 125 થી 250 મીમી વરસાદ ખાબક્યો છે. 31 તાલુકાઓમાં 100 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. ત્રણ જિલ્લામાં સૌથી વધુ વરસાદ આવ્યો છે. જ્યારે સુરેન્દ્રનગરના લીમખેડા તાલુકામાં માત્ર 21.58 ટકા વરસાદ નોંધાયો છે.

 

Whatsapp share
facebook twitter