ગાંધીનગર : ગુજરાત કેડરના IAS રંજીત સિંહની પત્નીએ અધિકારીના ઘરની બહાર ઉભા રહીને ઝેર ગટગટાવ્યું હતું. IAS અધિકારીના પત્ની થોડા મહિના પહેલા જ તમિલનાડુના એક ગેંગસ્ટર હાઇકોર્ટ મહારાજા સાથે ભાગી ગયા હતા.
ગુંડા પ્રેમી સાથે ફરાર થઇ હતી મહિલા
ગુજરાતના IAS અધિકારીથી અલગ રહેતી પત્નીએ રવિવારે ગાંધીનગરમાં અધિકારીના ઘરની બહાર જ ઝેર ખાઇ લેતા ચકચાર મચી ગઇ હતી. મહિલાને તત્કાલ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ગત્ત મહિને આ આઇએએસની પત્ની પોતાના ગૃહનગર તમિલનાડુના એક ગેંગસ્ટર સાથે ભાગી ગયા હતા. આ ઉપરાંત તેની સંડોવણી એક બાળકના અપહરણમાં પણ સામે આવી હતી. મહિલાનું નામ સૂર્યા જે (45) હતું. ઝેર ખાધા બાદ તેને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
પત્નીને ઘરમાં ઘુસવા ન દેવાઇ
પોલીસના અનુસાર સૂર્યાએ શનિવારે સવારે ઝેરી પદાર્થ ગટગટાવ્યો હતો. તે પોતાના પતિ રંજીત કુમાર જેના ઘરે પહોંચ્યા હતા. અહીં મહિલાથી નારાજ તેમના પતિ IAS અધિકારીએ તેમને ઘરમાં ઘુસવા દીધા નહોતા. સ્ટાફને આદેશ આપ્યો કે તેમને ઘરની બહાર જ ઉભા રાખવામાં આવે તેમને ઘરમાં આવવા દેવામાં આવે નહીં.
ઘટના ગાંધીનગરના સેક્ટર 19ની છે. રંજીત કુમાર ગુજરાત વિદ્યુત વિનિયામક પંચના (GERC) સચિવ છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, રંજીત કુમાર શનિવારે સૂર્યાની સાથે છુટાછેડાની અરજીને અંતિમ સ્વરૂપ આપવા માટે બહાર ગયા હતા.
ઝેર ગટગટાવ્યા બાદ પોતે જ એમ્બ્યુલન્સ બોલાવી
રંજીતે સ્ટાફને કડક આદેશ આપ્યો હતો કે કોઇ પણ સ્થિતિમાં સૂર્યાને ઘરની અંદર ન પ્રવેશવા દેવામાં આવે. જ્યારે અધિકારીના પત્ની સૂર્યા પરાણે ઘરમાં ઘુસવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. જો કે કર્મચારીઓએ તેમને અંદર જવા દીધા નહોતા. જેના કારણે પરેશાન થઇને સૂર્યાએ ઝેર ગટગટાવ્યું હતું. ત્યાર બાદ પોતે જ 108 ને કોલ કર્યો હતો.
પોલીસને સુસાઇડ નોટ પણ મળી આવી
ગાંધીનગરના એસપી રવિ તેજા વાસમસેટ્ટીએ કહ્યું કે, અધિકારીના પત્ની સૂર્યા પાસેથી પોલીસને તમિલમાં લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે. જો કે તેમણે આ અંગે કોઇ વિસ્તૃત માહિતી આપવાનું ટાળ્યું હતું. પોલીસે કહ્યું કે, સૂર્યા પોતાના સાથી ગેંગસ્ટર સાથે મદુરૈમાં એક 14 વર્ષીય કિશોરના અપહરણમાં સંડોવાયેલી હતી. શક્ય છે કે પોલીસ ધરપકડથી બચવા માટે પોતાના પતિના ઘરે આવી હોય.
2 કરોડની માંગી હતી ખંડણી
સૂર્યાનું નામ કથિત પ્રેમી અને સ્થાનિક ગેંગસ્ટર હાઇકોર્ટ મહારાજા અને તેના સહયોગી સેંથિલ કુમાર સાથે આવ્યું હતું. આ ત્રણેય લોકોએ કથિત રીતે એક કિશોરનું અપહરણ કરીને તેના પરિવાર પાસે 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. 11 જુલાઇએ કિશોરનું અપહરણ કર્યા બાદ ત્રણેય ફરાર હતા. જો કે મદુરૈ પોલીસે કિશોરને બચાવી લીધો હતો. સૂર્યા અને તેના અન્ય બે સાથી ફરાર થઇ ગયા હતા.