- સુરતના વેસુ વિસ્તારના ડોક્ટરોનો વીડિયો વાયરલ
- ડોક્ટરનો રંગરેલિયા કરતો વીડિયો વાયરલ
- ઓયો હોટલમાં યુવતીનો પતિ ત્રાટક્યો
- તબીબ તેના કરતા નાની ઉંમરની યુવતી સાથે મજા કરતો પકડાયો
સુરતમાંથી હવે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતનો એક ડોક્ટર OYO રૂમમાં તેનાથી નાની ઉંમરની યુવતી સાથે રંગરેલીયો કરતા ઝડપાયો હતો. યુવતીના પતિએ જ OYO રૂમ ઉપર પહોંચી ડૉક્ટર અને તેની પત્નીને ઝડપ્યા હતા. યુવતીના પતિએ ડૉક્ટર અને તેની પત્નીને ઝડપી સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યો હતો. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના
તબીબ OYO રૂમમાં તેના કરતા નાની ઉંમરની યુવતી સાથે મજા કરતો પકડાયો
OYO હોટલમાં ડોક્ટર રંગરેલિયા કરતા ઝડપાયો | Gujarat First
– Suratના Vesu વિસ્તારના Doctorનો વીડિયો વાયરલ
– Doctorનો રંગરેલિયા કરતો વીડિયો વાયરલ
– Oyo Hotelમાં યુવતીનો પતિ ત્રાટક્યો
– તબીબ તેના કરતા નાની ઉંમરની યુવતી મજા કરતો પકડાયો
– યુવતીના પતિએ બંન્ને હોટલમાં રંગેહાથે ઝડપી… pic.twitter.com/SwXtTWaXb9— Gujarat First (@GujaratFirst) July 31, 2024
સુરતના વેસુ વિસ્તારમાંથી આ ઘટના સામે આવી છે. જેમા સુરતનો એક નામી ડોક્ટર તેનાથી નાની ઉંમરની યુવતીને લઈને OYO રૂમમાં મજા માણવા માટે ગયો હતો. પરંતુ યુવતીનો પતિ અચાનક તે હોટલ ઉપર આવી પહોંચ્યો હતો. યુવતીના પતિએ OYO હોટલમાં જઈને ડૉક્ટર અને તેની પત્ની કઈ રૂમ છે તેની તપાસ કરી હતી અને ત્યાર બાદ જે રૂમમાં ડૉક્ટર રંગરેલીયો માણી રહ્યો હતો તે રૂમ જઈ યુવતીના પતિએ હોબાળો મચાવ્યો હતો.
VIDEO બનાવી કર્યો વાયરલ
યુવતી તેના પતિને અચાનક આમ જોઈ જતા તે ખૂબ જ આશ્ચર્ય પામી હતી. બીજી તરફ યુવતીના પતિએ દરવાજો ખોલતાની સાથે જ તે ડૉક્ટર ઉપર ત્રાટક્યો હતો. તેને ડૉક્ટરને એક બાદ એક લાફા ઝીંકવાનું શરૂ કરી દીધું. યુવતીનો પતિ એટલા ગુસ્સામાં હતો કે, વિડીયોમાં દેખાઈ રહ્યું છે તે તેને રૂમમાં જ ડોક્ટરને મારવાનું અને ગાળો બોલવાનું શરૂ કરી દીધું હતું. વધુમાં આ સમગ્ર ઘટનાનો તેને વિડીયો પણ બનાવ્યો હતો અને આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર બાદમાં તેને વાયરલ પણ કર્યો હતો. આ વાયરલ વિડીયોમાં તેને ડૉક્ટરના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચો : VADODARA : પંચાયતની સભામાં વિપક્ષના અણિયારા સવાલો બાદ અધિકારી રડી પડ્યા