+

Surat: પોલીસે ભાઈગીરીનું ભૂત ઉતાર્યું, માથાભારે શખ્સોનું જાહેરમાં સરઘસ કાઢ્યું

લોકોમાં રોફ જમાવવા અડાજણ વિસ્તાર માં કરતા હતા ભાઈગીરી પોલીસે ભાઈગીરી નો ખોફ ઉતારવા જાહેરમા સરઘસ કાઢ્યું આરોપીઓએ જાહેર માં એક વ્યક્તિ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો Surat: સુરતમાં…
  1. લોકોમાં રોફ જમાવવા અડાજણ વિસ્તાર માં કરતા હતા ભાઈગીરી
  2. પોલીસે ભાઈગીરી નો ખોફ ઉતારવા જાહેરમા સરઘસ કાઢ્યું
  3. આરોપીઓએ જાહેર માં એક વ્યક્તિ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો

Surat: સુરતમાં લુખ્ખા તત્વોનો આતંક ખુબ જ વધી ગયો છે. જો કે, તેની સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. વિગતે વાત કરવામાં આવે તો, સુરત (Surat) લીંબાયત વિસ્તારમાં અસામાજિક ઈસમો દ્વારા જાહેરમાં ચપ્પુ લઈ ધમાલ મચાવી હતી. જેથી પોલીસે સાબીર સમસુદ્દીન શેખ, ઈશાક અયુબ શેખ અને નવાઝ ઉર્ફે ફેન્સી મેહબુબ આલમ સૈયદની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેની સામે અત્યારે કાર્યવાહી પણ કરવામાં આવી રહીં છે.

આ પણ વાંચો: Gujarat: સિસ્ટમ સક્રિય થતા આવશે ભારે વરસાદ, હવામાન વિભાગે આપી આગાહી

જ્યા ધમાલ મચાવી હતી ત્યાં જ સરઘસ કાઢવામાં આવ્યું

નોંધનીય છે કે, જે વ્યક્તિએ આતંક મચાવ્યો હતો તેની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ સાથે સાથે જે જગ્યા પર ધમાલ મચાવી હતી, ત્યાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પોલીસને ચેલેન્જ આપતા હોય તેવા વીડિયો વાયરલ થયો હતો. સુરતના લીંબાયત, ડિંડોલી અને ગોડાદરા વિસ્તારમાં અસામાજિક ઈસમોનો ત્રાસ જોવા મળ્યો હતો. સ્થાનિક પોલીસની ઢીલી નીતિના કારણે અસામાજિક ઈસમોનો ત્રાસ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: Vadodara: આજે રાત્રે 9 વાગે ન્યાય મૌન રેલી, મહારાણી રાધિકારાજે ગાયકવાડે કરી જાહેરાત

હવે શહેરમાં અસામાજિક તત્વોમાં ભયનો માહોલ જોવા મળશે

સુરત પોલીસ (Surat Police)એ આરોપીની ધરપકડ કરીને તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. જેના કારણે અન્ય અસામાજિક તત્વોમાં પણ ભયનો માહોલ જોવા મળશે. નોંધનીય છે કે, સુરત લીંબાયત વિસ્તારમાં અસામાજિક ઈસમો દ્વારા જાહેરમાં ચપ્પુ લઈ ધમાલ મચાવી હતી. જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી અને આરોપીનું સરઘસ નીકાળ્યું હતું. જો કે, પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના કારણે શહેરમાં શાંતિ જળવાય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: PM Modi in Poland : PM મોદીએ જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સ્મારકે પાઠવી શ્રદ્ધાંજલિ, CM ભૂપેન્દ્ર પટેલે કહી આ વાત

Whatsapp share
facebook twitter