+

SURAT : ગ્રામ્ય પોલીસ અધિકારીઓ આંતરષ્ટ્રીય એવોર્ડથી નવાજાયા

SURAT : સુરત ગ્રામ્ય એલસીબી ના બે અધિકારીને રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, FICCI ( federation of chamber of commerce and industry ) દ્વારા તારીખ ૨૫ થી ૨૬ સપ્ટેમ્બર…

SURAT : સુરત ગ્રામ્ય એલસીબી ના બે અધિકારીને રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, FICCI ( federation of chamber of commerce and industry ) દ્વારા તારીખ ૨૫ થી ૨૬ સપ્ટેમ્બર ના રોજ ધ લલિત હોટેલ ન્યુ દિલ્હી ખાતે દશમો આંતરરા્ટ્રીય સમારોહ અંતર્ગત ઇન્ટરનેશનલ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું, આ સમારોહનો મુખ્ય હેતુ નકલી વેપાર તથા દાણચોરી ને રાષ્ટ્રવ્યાપી અટકાવવા તથા સરકારી તમામ એજન્સીઓ વચ્ચે પરસ્પર સંકલન જળવાઈ રહે તે માટે નો હતો,FICCI MASCRADE -2024 દ્વારા સમગ્ર ભારત દેશમાં કાર્યરત વિવિધ લો એફોસ્મેન્ટ એજન્સીઓના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા નકલી વેપાર તથા દાણચોરી ને અટકાવવામાં માટે કરવામાં આવેલ પ્રશંસનીય કામગીરી માટેની માહિતી ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા મંગાવવામાં આવી હતી, ત્યારે આવી જ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓની માહિતી મોકલવામાં આવી હતી,જેમાં સુરત ગ્રામ્ય એલસીબી ના પી આઈ આર બી ભટોળ અને પી એસ આઈ એમ આર સાકોરીયા ને પ્રશંસનીય કામગીરી કરવા બદલ આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

જે કેમિકલ મિલ માંથી નીકળ્યું હતું એ જર્મની પહોંચતા માટી થઈ ગયું હતું

૨ નવેમ્બર ૨૦૨૩ ના રોજ સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે એ કરોડ નહી બે કરોડ નહી પરંતુ ૮૦.૪૪ કરોડના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય કેમિકલ ચોરી કૌભાંડ નો પર્દાફાશ કર્યો હતો,એલસીબી ટીમના અધિકારીઓ તેમજ કર્મચારીઓની સૂઝબૂઝ ને લઈ એલસીબી ની ટીમને મોટી સફળતા મળી હતી, ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત પી આઈ ઇન્ડસ્ટ્રીઝ નામની મિલ માંથી એક કેમિકલ ભરેલું કન્ટેનર નીકળ્યું હતું અને સુરત ના હજીરા પોર્ટ પર થી જહાજ મારફતે જર્મની પહોંચ્યું હતું,પરંતુ જે કેમિકલ મિલ માંથી નીકળ્યું હતું એ જર્મની પહોંચતા માટી થઈ ગયું હતું ,જર્મની માં માલ મંગાવનાર વ્યાપારી એ જંબુસર સ્થિત મિલના સંચાલકો ને સમગ્ર ઘટના ની જાણ કરી હતી જેથી મિલના માલિકે સુરત જિલ્લા એલ સી બી ને સમગ્ર ઘટના થી વાકેફ કરી ને પોલીસ ફરિયાદ નોંધાવી હતી,ઘટના બાદ જિલ્લા એલ સી બી ની ટિમ કામે લાગી હતી અને જિલ્લામાં તપાસ શરૂ કરી હતી દરમ્યાન પોલીસ ને કડી મળી હતી કે કીમ ચાર રસ્તા નજીક કેમિકલ ભરેલા કન્ટેનર ચાલકે એક કન્ટેનર માંથી બીજા કન્ટેનર માં માલ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જેથી જિલ્લા પોલીસે પોતાના બતમીદારો થકી કન્ટેનર ના ચાલક ને ઝડપી પાડ્યો હતો,કન્ટેનર ના ચાલક ને ઝડપી લીધા બાદ સમગ્ર ઘટના બહાર આવી હતી ,પોલીસ ફરિયાદ માત્ર એક કન્ટેનર માં ભરેલા કેમિકલ ની ચોરી ની ૭ કરોડ ની હતી પરંતુ જે મુદ્દામાલ મળી આવ્યો તે ૧૫ કરોડ થી વધુ નો હતો જેથી પોલીસે તપાસ કરતા અલગ અલગ કન્ટેનર ચાલકો એ એક નહીં પરંતુ અનેક કન્ટેનર ના માલ ની ચોરી કરી હતી,પોલીસે ઓલપાડ ના સાયણ, વેલંજા,શેખપુર સહિત ના અલગ અલગ ગોડાઉન માંથી કુલ ૮૦.૪૪ કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસને ૧૦૦ ટકા રિકવર કરવામાં સફળતા મળી

કબ્જે કરવામાં આવેલું કેમિકલ એગ્રો કેમિકલ હોવાનું અને પેસ્ટીસાઈડ બનાવવામાં વપરાતું હોઈ છે ,કન્ટેનર ચાલકો દ્વારા આ મુદ્દામાલ ની ચોરી જુલાઈ અને ઓગસ્ટ માસ દરમ્યાન કરવામાં આવી હતી અને ગોડાઉન માં સંગ્રહ કરવામાં આવ્યો હતો ,અને ગ્રાહક શોધી વેચવાની ફિરાક માં હતા ,પરંતુ કેમિકલ મોંઘુ હોવાને કારણે કોઈ ગ્રાહક મળતો ન હતા જેના કારણે પોલીસને ૧૦૦ ટકા રિકવર કરવામાં સફળતા મળી હતી.

MASCRADE -2024 એવોર્ડ તથા પ્રશંસાપત્ર એનાયત

સુરત ગ્રામ્ય એલસીબી ના પીઆઈ આર બી ભટોળ અને પી એસ આઈ એમ આર શકોરિયા ની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ FICCI દ્વારા એવોર્ડ માટે નામની પસંદગી કરવામાં આવી હતી ત્યારે ન્યુ દિલ્હી ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય સમારોહમાં સુરત જિલ્લાના બન્ને અધિકારીઓને MASCRADE -2024 એવોર્ડ તથા પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા,યોજાયેલ સમારોહમાં આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય સ્તરના વિવિધ વિભાગોના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા,બન્ને અધિકારીઓને આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરતાં તેમણે ગુજરાત પોલીસ સહિત સુરત ગ્રામ્ય પોલીસ નું ગૌરવ વધાર્યું છે ત્યારે આવી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બન્ને પોલીસ અધિકારીઓને સૌ કોઈ બિરદાવી રહ્યા છે.

અહેવાલ – ઉદય જાધવ, સુરત

આ પણ વાંચો — Patan : HNGU માં ગઈકાલે વિદેશી દારૂ મળ્યો, આજે વિદ્યાર્થીઓમાં તિક્ષ્ણ હથિયાર વડે મારામારી, જુઓ Video

Whatsapp share
facebook twitter