+

Suicide : સુરતમાં MBBS ઇન્ટનશિપ કરતાં 25 વર્ષીય તબીબે ગળે ફાંસો ખાધો, અમદાવાદમાં વેપારીનો આપઘાત

સુરત અને અમદાવાદમાં આપઘાતનાં બનાવ બન્યા સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના તબીબે આપઘાત કર્યો MBBS ઇન્ટનશિપ કરતા 25 વર્ષીય રાહુલ ચંદાનીએ ગળે ફાંસો ખાધો અમદાવાદમાં ઓઢવમાં રહેતા એક વેપારીએ આપઘાત કર્યો…
  1. સુરત અને અમદાવાદમાં આપઘાતનાં બનાવ બન્યા
  2. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના તબીબે આપઘાત કર્યો
  3. MBBS ઇન્ટનશિપ કરતા 25 વર્ષીય રાહુલ ચંદાનીએ ગળે ફાંસો ખાધો
  4. અમદાવાદમાં ઓઢવમાં રહેતા એક વેપારીએ આપઘાત કર્યો
  5. વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી વેપારીએ આત્મહત્યા કર્યાનો આક્ષેપ

સુરતમાંથી (Surat) એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એક તબીબે આપઘાત (Suicide) કર્યો હોવાની ચકચારી ઘટના બની છે. સિવિલ હોસ્પિટલ માં MBBS ઇન્ટનશિપ (MBBS Internship) કરતા 25 વર્ષીય તબીબે પોતાનાં ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદમાં (Ahmedabad) વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળીને એક વેપારી દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો – Junior Doctor’s Strike : હડતાળ પર ઉતરેલા જૂનિયર ડોક્ટરોનાં બદલાયા સૂર, હવે કરી આ માગ!

મૃતક તબીબ નવી સિવિલ હોસ્પિટલમાં MBBS ઇન્ટનશિપ કરતો હતો

સુરતમાં (Surat) એક તબીબે આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. માહિતી મુજબ, સુરત નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospita) MBBS ઇન્ટનશિપ કરતા 25 વર્ષીય રાહુલ ચંદાનીએ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. રાહુલ ચંદાની સુરતનાં અડાજણ વિસ્તારમાં આવેલા સાંઈ જ્યોત રો-હાઉસમાં રહેતો હતો. જો કે, તબીબે કયાં કારણોસર આત્મહત્યા કરી તે અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો – Surat : મોડી રાતે ACB એ કરી AAP કોર્પોરેટરની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો ?

વેપારીએ સ્યુસાઇડ નોટ લખી જીવન ટુંકાવ્યું

બીજી તરફ અમદાવાદમાં (Ahmedabad) પણ આપઘાતનો (Suicide) એક બનાવ બન્યો છે. માહિતી અનુસાર, ઓઢવ વિસ્તારમાં રહેતા એક વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો છે. આપઘાત પહેલા વેપારીએ એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ મામલે મૃતક વેપારીનાં પત્નીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં (Odhav Police Station) ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો – Emergency: ગુજરાતના પૂરમાં 67 લોકોના જીવ બચાવનાર હેલિકોપ્ટરનું દરિયામાં……

Whatsapp share
facebook twitter