SABARKANTHA : સાબરકાંઠા (SABARKANTHA) જિલ્લાના ખેડબ્રહ્મા (KHEDBRAHMA) માં રહેતા એક રહીશ ૯ વર્ષ અગાઉ તેમના મિત્રો સાથે મોર્નિંગ વોક માટે નિકળ્યા હતા. ત્યારે બાઈકના ચાલકે ગફલતભરી રીતે બાઈક હંકારી ખેડબ્રહ્માના રહીશને ટક્કર મારતાં તેમનું મોત નિપજયું હતુ. ત્યારબાદ મૃતક વાલીવારસોએ અકસ્માતનું વળતર મેળવવા ઈડરની કોર્ટમાં દાવો કર્યો હતો. જેમાં ન્યાયાધિશે વાહનના ડ્રાઈવર, માલિક અને ફાઈનાન્સ કંપનીને જવાબદાર ગણીને ૯ ટકાના વ્યાજે રૂ.૧પ,૧૮,૩૦૦ વળતર ચુકવવા માટે તાજેતરમાં હુકમ કર્યો છે.
સોભાગ પરીખને ટક્કર મારતાં ગંભીર ઈજા
આ અંગે એડવોકેટ અમિત ભાવસારના જણાવાયા મુજબ ગત તા.૧૩-૧ર-ર૦૧પના રોજ ખેડબ્રહ્માના સોભાગ નવીનચંદ્ર પરીખ તથા તેમના અન્ય મિત્રો મોર્નિંગ વોક માટે ખેડબ્રહ્માથી ગલોડીયા જતા રોડ પર જતા હતા ત્યારે પાછળથી આવેલ બાઈક નં.જીજે.૦૯સીએલ.રર૮૩ના ચાલકે બેદરકારી પુર્વક બાઈક હંકારી સોભાગ પરીખને ટક્કર મારતાં ગંભીર ઈજાને કારણે તેમનું મોત નિપજયું હતુ. ત્યારબાદ મોટર એકસીડેન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ ઈડર સમક્ષ દાવો દાખલ કર્યો હતો.
વીમો લીધેલ હોવાથી વળતર ચુકવવા માટે તેઓ જવાબદાર
ત્યારબાદ ટ્રીબ્યુનલના સક્ષમ અધિકારીએ એડવોકેટે રજુ કરેલ દસ્તાવેજી પુરાવા અને દલીલોને આધારે ગત તા.૧ર ઓકટોબરના રોજ હુકમ કરતાં જણાવ્યુ હતુ કે અકસ્માત અંગેના વળતર ચુકવવા માટે ડ્રાઈવર કરણાજી દલાજી રબારી, બાઈકના માલિક પ્રભુદાસ મોતીભાઈ રબારી અને એલએનટી ફાઈનાન્સ કંપનીના નેજા હેઠળના ઓર્થોરાઈઝ રૂદ્રા એન્ટરપ્રાઈઝ (હિંમતનગરની ફેમિલી ક્રેડીટ સોસાયટી)એ વીમો લીધેલ હોવાથી વળતર ચુકવવા માટે તેઓ જવાબદાર છે. ત્યારબાદ ટ્રીબ્યુનલના સક્ષમ અધિકારીએ સોભાગ પરીખના વારસદારોને અંદાજે રૂ.૧પ,૧૮,૩૦૦ વળતર પેટે ૯ ટકાના વ્યાજે ચુકવી આપવાનો હુકમ કર્યો હતો.
અહેવાલ — યશ ઉપાધ્યાય, સાંબરકાંઠા
આ પણ વાંચો — Vav Assembly By-Election માં જામશે ત્રિપાંખિયો જંગ